આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિન
આજ કલ ઓર આજ
તા. 30 જાન્યુઆરી : 30 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે મહાત્મા 'ગાંધી નિર્વાણ દિન’
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની નથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી (1948)
ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને જેઓ ‘બાપુ’ અથવા ‘મહાત્મા ગાંધી’નાં નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ બીજી ઑક્ટોબરનાં દિવસે ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે પણ મનાવવામાં આવે છે
પોરબંદરમાં તેમનાં જન્મસ્થાનને ‘કીર્તિમંદિર’નાં નામથી ઓળખવામાં આવે છે અને તેમની સમાધિ ‘રાજઘાટ’નાં નામે ઓળખાય છે, જે દિલ્હીમાં આવેલી છે
* પેરિસમાં સૌથી યુવાન અને એકમાત્ર એશિયાઈ કલાકાર તરીકે પણ જાણીતાં થયેલ પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર અમૃતા શેરગિલનો હંગેરી દેશની રાજધાની બુડાપેસ્ટમાં જન્મ (1913)
ભારત સરકારે એમનાં ચિત્રોને ‘રાષ્ટ્રીય કલા ખજાના’ તરીકે જાહેર કર્યા હતાં
તેમનાં પિતા સરદાર ઉમરાવસિંહ શેરગિલ સંસ્કૃત-પર્શિયનનાં વિદ્વાન અને માતા મેરી એન્ટોનિયા યહૂદી હંગેરિયન ઓપેરા સિંગર હતાં
તેમણે પેરિસની જાણીતી કલાસંસ્થામાં પોલ સેઝાને, પોલ ગોગ્વિન, લ્યુસિયન સાયમન, પિયેર વેઈલન્ટ જેવા કલાકારો પાસે ચિત્રકળાનો વિશેષ અભ્યાસ કર્યો હતો
વર્ષ 1941માં તેઓ લાહોર રહેવા ગયાં, જ્યાં તેમણે ‘આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર’ ઊભું કર્યું હતું
* અમેરિકાનાં 32માં (1933થી 1945 દરમિયાન) રાષ્ટ્રપ્રમુખ ફ્રેંકલિન ડિલાનો રૂઝવેલ્ટ (એફડીઆર)નો જન્મ (1882)
અમેરિકાનાં રાજકીય ઇતિહાસમાં સતત બે વાર રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવવાનો ઇતિહાસ રૂઝવેલ્ટ સાથે સર્જાયો હતો
* ભારતના સ્વતંત્રતા સૈનિક, હિસાબ અને સમયમાં પાક્કા અર્થશાસ્ત્રી જે.સી. કુમારાપ્પાનું અવસાન (1960)
તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રનાં અધ્યાપક તરીકે અને મીઠા સત્યાગ્રહ દરમિયાન ‘યંગ ઇન્ડિયા’નાં સંપાદક રહ્યાં હતાં
* વિમાન ઉડ્ડયનનું સ્વપ્ન સાકાર કરનાર ‘રાઈટબંધુ’ તરીકે જાણીતાં થયેલાં બે ભાઈઓમા નાનાભાઈ ઓરવિલ રાઈટનું અવસાન (1948)
"એરોનોટિક્સમાં મહાન સિદ્ધિઓ" માટે ઓરવિલ રાઈટને પ્રથમ ડેનિયલ ગુગ્નેહાઇમ મેડલ મળ્યો અને નેશનલ એકેડેમી ઑફ સાયન્સિસનાં સભ્ય તરીકે પણ તેઓ ચૂંટાયા હતાં
* ભારત રત્ન’થી સન્માનિત સ્વતંત્રતા કાર્યકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખાદ્ય અને કૃષિપ્રધાન તરીકે હરિત ક્રાંતિની શરૂઆત કરનાર ચિદમ્બરમ સુબ્રમણ્યમનો તામિલનાડુ રાજ્યનાં કોઈમ્બતુરનાં પોલાચીમાં જન્મ (1910)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો મહારાષ્ટ્રના રાયગઢ ખાતે જન્મ (1951)
* હિન્દી અને મલયાલમ ફિલ્મોના
દિગ્દર્શક પ્રિયદર્શનનો કેરાલા રાજ્યમાં થિરુવન્થપુરમ (ત્રિવેન્દ્રમ) ખાતે જન્મ (1957)
* ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ ગણાતા અને આત્મકથાકાર જયશંકર ‘સુંદરી’ (જયશંકર ભૂદરદાસ ભોજક) નો વિસનગર નજીક ઉંઢાઇમાં જન્મ (1889)
* 'પદ્મભૂષણ’થી સન્માનિત સાહિત્યકાર માખનલાલ ચતુર્વેદીનું અવસાન (1968)
* દક્ષિણ ભારતની પ્રાદેશિક ચાર ભાષાની ફિલ્મોના અભિનેત્રી નિરોષાનો કોલંબો ખાતે જન્મ (1970)
* વર્લ્ડ ફેમસ કાર વોક્સવેગન બીટલની ડિઝાઈન માટે જાણીતાં ઑસ્ટ્રિયન-જર્મન ઑટોમોટિવ એન્જિનિયર ફર્ડિનાન્ડ પોર્સનું અવસાન (1951)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા રમેશ દેઓનો કોલ્હાપુર ખાતે જન્મ (1929)
* ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનતા રાફેલ નડાલે 21 ગ્રેન્ડ સ્લેમ જીતવાનો કીર્તિમાન સર્જ્યો (2022)
મેલબર્ન ખાતેની ફાઈનલમાં નડાલે પહેલા બે સેટ હાર્યા પછી પાંચ કલાક 24 મિનિટમાં 2-6, 6-7, 6-4, 6-4, 7-5 થી વિજય પ્રાપ્ત કર્યો, 15 વર્ષ પછી પહેલા બે સેટમાં હાર્યા પછી આજે આમ બન્યું
બીજા હરીફ ખેલાડીઓ ફેડરર અને યોકોવિચના 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે