આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આજ કલ ઓર આજ
તા. 21 જૂન : 21 June
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે વિશ્વ યોગ દિવસ
21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના વડા પ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો.
* ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ વિંગ કમાન્ડર
અભિનંદન
વર્થમાનનો તમિલનાડુમાં જન્મ (1983)
ભારત-પાકિસ્તાન સ્ટેન્ડઓફ દરમિયાન 2019માં, પાકિસ્તાનમાં વિમાનમાં નીચે ઉતારવામાં આવ્યા બાદ 60 કલાક સુધી તેને બંદી રાખવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાને 28 ફેબ્રુઆરી 2019 ના રોજ તેમને "શાંતિનો ઇશારો" તરીકે મુક્ત કરવાનો નિર્ણય લીધો અને તે 1 માર્ચ 2019 નાં રોજ વાઘા ખાતે ભારત પરત ફર્યા હતાં
વર્થમાનને ઓગસ્ટ 2019 માં વીર ચક્ર શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં
* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક (મુખ્ય) સરસંઘચાલક કે. બી. (કેશવ બલીરામ) હેડગેવારનું નાગપુર ખાતે અવસાન (1940)
જેઓ મોનીકર ડોક્ટરજી તરીકે પણ જાણીતા છે અને તેઓ ભારતીય સર્જન હતા
હેડગેવારે 1925માં નાગપુરમાં હિંદુ રાષ્ટ્ર બનાવવાના હેતુથી હિંદુત્વની વિચારધારા પર આધારિત આરએસએસની સ્થાપના કરી હતી
* લોકશાહી ધરાવતા તમામ મુસ્લિમ દેશોમાં પ્રથમ વખત, પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનેલ બેનઝીર ભુટ્ટોનો કરાચી ખાતે જન્મ (1953)
તેઓ બે વખત (1988-90 અને 1993-96) પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા
તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ તરીકે 1982થી તેમની હત્યા (2007) સુધી રહ્યા
* પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત હિન્દી લેખક, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, મુસાફર વિષ્ણુ પ્રભાકરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1912)
*
* હિન્દી ફિલ્મ અભિનેત્રી નિગાર સુલતાનાનો હૈદરાબાદ ખાતે જન્મ (1932)
તેમની યાદગાર ફિલ્મોમાં મુગલ એ આઝમ, મિર્ઝા ગાલિબ, શીશ મહેલ, દો કલીયા, યહુદી, પતંગા, આગ વગેરે છે
* પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સન્માનિત ભારતીય ચિત્રકાર વિકાસ ભટ્ટાચારજીનો પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે જન્મ (1940)
*
* હિન્દી અને મરાઠી થિયેટર અને સિનેમામાં અભિનેત્રી રીમા લાગૂનો મુંબઈમાં જન્મ (1958)
*
* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, નિર્માતા અને જાહેરાત-ફિલ્મ નિર્માતા દિબાકર બેનર્જીનો દિલ્હી ખાતે જન્મ (1969)
*
* હિન્દી ટીવીના કોરિયોગ્રાફર અને હવે જજ મુક્તિ મોહનનો મુંબઈમાં જન્મ (1987)
તેના બહેન શક્તિ મોહન કોરિયોગ્રાફરછે અને નીતિ મોહન ગાયિકા છે
* હિન્દી ફિલ્મ અને સોપ ઓપેરા અભિનેત્રી અને દિગ્દર્શક મ્રિણાલ કુલકર્ણીનો પુના ખાતે જન્મ (1971)
તેઓ લોકપ્રિય હિન્દી ભાષાની ટીવી સિરિયલ સોન પરીની ભૂમિકા માટે જાણીતી છે.
* અસ્તિસ્તવવાદનાં પ્રણેતા અને સાહિત્યકાર ઝયાં પોલ સાર્ત્રનો પેરિસમાં જન્મ (1905)
*
* ભારતમાં કર્ણાટિક સંગીતના અગ્રણી યુવા સંગીતકારોમાંના એક સિક્કિલ ગુરુચરણનો ચેન્નાઇ ખાતે જન્મ (1982)
*
* હિન્દી ફિલ્મ અભિનેતા અને ટેલિવિઝન હોસ્ટ શિવ પંડિતનો નાગપુર ખાતે જન્મ (1984)
*
* સ્વતંત્રતા સૈનિક, રચનાત્મક કાર્યકર મોહનલાલ કામેશ્વર પંડ્યાનો ખેડા જિલ્લાનાં કઠલાલમાં જન્મ (1872)
*
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી અને મોડલ ગૌતમી કપૂરનો જન્મ (1974)
*
* પી. વી. નરસિંહરાવે ભારતનાં વડાપ્રધાનનાં રૂપમાં શપથ લીધાં (1991)
*
* ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) ભારતના છેલ્લા ગવર્નર જનરલ બન્યાં (1948)
ભારત ઈ.સ.1950માં પ્રજાસત્તાક બન્યું તે પહેલા તેઓ ગવર્નર-જનરલ ઓફ ઇન્ડિયા બન્યા, તેમના પહેલા બ્રિટિશ નાગરિકો આ હોદ્દાઓ પર રહેતા હતાં
*
* ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝએ જીત્યો (1975)
ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં લોર્ડ્સ ખાતે મેન ઓફ ધ મેચ બનેલ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કલાઈવ લોઈડની સદી (102) સાથે 291 રન સામે ઓસ્ટ્રેલિયાના 274 સાથે પરાજ્ય થયો
* વિશ્વ સંગીત દિવસ *
*
* વર્ષનો સૌથી લાંબો દિવસ *
*
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાથી 12 કલાક કરતાં વધારે સમય સૂર્યપ્રકાશ મળે છે, તેના કારણે 21 મી જૂને દિવસ લાંબામાં લાંબો થાય છે અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે
પૃથ્વી પોતાની ધરી પર 23.5°ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનાં ધરી નમનનાં લીધે દિવસ-રાતની લંબાઈમાં ફેરફાર થાય છે
>>>> નકારાત્મકતા આપણું ડિફોલ્ટ સેટિંગ છે. ભાવનાત્મક તીવ્રતા વધુ હોય તેવી સ્મૃતિઓ મગજમાં વધુ સારી રીતે સ્ટોર થાય છે. નકારાત્મક સ્મૃતિઓ યાદ રહેવાનું કારણ એ છે કે તે અત્યંત તનાવપૂર્ણ સ્થિતિમાં પેદા થઈ હતી. સકારાત્મક અનુભવની સરખામણીમાં આપણે નકારાત્મક અનુભવ વધુ બહેતર રીતે યાદ રાખીએ છીએ. એક વ્યક્તિ આપણી પ્રશંસા કરે અને બીજી વ્યક્તિ આપણું અપમાન કરે તો, આપણને અપમાન લાંબો સમય સુધી ચચરે અને પ્રસંશા ક્યાંય હવા થઈ જાય. જેમાં આપણું મગજ જોખમો પ્રત્યે બહુ સજાગ હોય છે. એટલે એવા સંજોગોને ફરીથી ટાળવા માટે તે નકારાત્મક અનુભવોને સારી રીતે યાદ રાખે છે. તેની સરખામણીમાં, સુખદ અનુભવો નિર્દોષ હોય છે. એટલે મગજ તેને એન્જોય કરીને વિસારે પાડી દે છે. જીવનમાં એકંદરે બધું જ સુખ હોવા છતાં, ઘણા માણસો કાયમ દુઃખી જ હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)