20221015_104259

આજે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ

આજે તા. 15 ઓક્ટોબર 

Today : 15 OCTOBER  

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

આજે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 

સમગ્ર વિશ્વમાં 15મી ઓક્ટોબરના દિવસે વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજુરી મળ્યા બાદ 15 ઓક્ટોબર, 2008 ના રોજ આ દિવસની સૌ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી
ગામડાઓમાં રહેતી મહિલાઓના ઉત્કર્ષ અને તેઓ પણ શહેરની મહિલાઓની સાથે તાલમેલ મેળવી શકે તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે

* ભારતના 11માં રાષ્ટ્રપતિ (2002-07) અને ‘મિસાઇલમેન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ)નો તમિલનાડુનાં રામેશ્વરમમાં જન્મ (1931)
‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત ડો. કલામે ભારતનાં પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોંચ વ્હીકલ (એસએલવી-II) નાં વિકાસ માટે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું
ભારતનાં એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ, ‘જનસામાન્યનાં રાષ્ટ્રપતિ’ તરીકે લોકચાહના સાથે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ 25 જુલાઈ, 2002 થી 25 જુલાઈ, 2007 દરમ્યાન ભારતનાં 11માં રાષ્ટ્રપતિ રહ્યાં 

* ગુજરાતી સાહિત્યના કવિ, નવલકથાકાર અને પત્રકાર શેખાદમ આબુવાલા (શેખ આદમ મુલ્લા શુજાદ્દીન આબુવાલા)નો અમદાવાદમાં જન્મ (1929)
‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી શેખાદમે ઈ.સ.1956થી 1974 દરમિયાન જર્મનીમાં “વૉઈસ ઑફ જર્મની”માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું

* હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર જોડી શંકર જયકિશન પૈકીના શંકરનો જન્મ (1922)
ભારતીય ફિલ્મોમાં હળવાશ અને તાજગીનો અહેસાસ કરાવતા મધુર સંગીત આપનાર
સંગીતકાર શંકર-જયકિશન એ લગભગ બે દાયકા સુધી સંગીત જગતમાં રાજા તરીકે રાજ કરનાર અને હિન્દી ફિલ્મ સંગીતને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સંગીતકાર યુગલ છે

* ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને ગાંધીવાદી રચનાત્મક-સ્વાતંત્ર્ય સૈનિક, કેળવણીકાર અને સમાજસેવક મનુભાઈ પંચોળી મનુભાઈ પંચોળી (દર્શક)નો વાંકાનેર પાસેનાં પંચાસિયા ગામે જન્મ (1914)
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’ તેમની અત્યંત જાણીતી નવલકથાઓ છે. ‘આપણો વારસો અને વૈભવ’ અને ‘ઈતિહાસ અને કેળવણી’ ગ્રંથોમાં દર્શકે પોતાનું ભારતીય ઈતિહાસ ચિંતન રજૂ કર્યું છે
તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘સાહિત્ય અકાદમી-દિલ્હીનો પુરસ્કાર’, ‘મૂર્તિદેવી પુરસ્કાર’,  ‘જમનાલાલ બજાજ એવોર્ડ’, ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે 

* ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત સંગીતકાર દિલીપ ધોળકિયાનો જૂનાગઢમાં જન્મ (1921)
તેમણે મુંબઈ રાજ્યમાં ગૃહખાતા, પ્રેસ એડ્વાઈઝરી બોર્ડ, પરિવહન વિભાગ અને છેલ્લે એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં ઓડિટર તરીકે નોકરી કરી હતી
ગુજરાતી ચલચિત્ર ‘શેણી વિજાણંદ’માં ગીતો ગાયાં. ‘દીવાદાંડી’ ફિલ્મમાં તેમણે ગાયેલું ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી' આ એક જ ગીતે તેમને અમર બનાવી દીધા
તેમણે 35 જેટલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે તેમાં ‘મેના ગુર્જરી’, ‘સંતનાં પારખાં’, ‘જાલમસંગ જાડેજા’, ‘ડાકુ રાણી ગંગા’ વગેરેનો સમાવેશ થાય છે

* ટીવી ન્યુઝ નિર્માતા, પત્રકાર, અર્થશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મીડિયા વ્યક્તિત્વ પ્રણય રોયનો જન્મ (1949)

* હોલેન્ડમાં જન્મેલા માર્ગરિટા ગ્રિટુદા અને ‘ધ ગ્રેટેસ્ટ વુમન સ્પાય ઑફ ધ સેન્યુરી' તરીકે ઓળખાયેલ ડચ ડાન્સર માતાહારીનું વિસેન્સ ખાતે અવસાન (1917)
માતાહારીએ મલેશિયાનાં રોકાણ દરમિયાન ભારતીય અને જવનીઝ ડાન્સ ફોર્મનો અભ્યાસ કર્યો અને ઉત્કૃષ્ટ ડાન્સર તરીકે સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન હંમેશાં હોલ દર્શકોથી ખીચોખીચ ઊભરાતો
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓએ માતા હારીની અટકાયત કરી અને તેમનાં પર મિત્રરાષ્ટ્રોની ગુપ્ત માહિતીઓ જર્મની સુધી પહોંચાડવાનાં આક્ષેપો સાચા પુરવાર થયાં હતાં 

* ભારતના સૌથી મહાન મુઘલ સમ્રાટ - શહેનશાહ અકબર (જલાલ-ઉદ્દ-દિન મુહમ્મદ અકબર)નો જન્મ (1542)
ભારતના ઈતિહાસમાં અકબરનું નામ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમનો શાસનકાળ 1556 થી 1605 સુધીનો હતો
અનેક લશ્કરી વિજયો મેળવી તેમણે મોટાભાગનાં દેશને સંગઠીત કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી હતી

* રાસી સિમેન્ટ્સ અને સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતીય સિમેન્ટ ઉદ્યોગના અગ્રણીઓમાંના એક ભુપતિરાજુ વિસમ રાજુનો જન્મ (1920)

* અંગ્રેજ-અમેરિકન સાહિત્યકાર - વ્યાપકપણે વાંચયેલ રમૂજકારોમાંના એક સર પેલ્હમ ગ્રેનવિલે વોડહાઉસનો યુનાઇટેડ કિંગડમનાં ગિલ્ડફોર્ડમાં જન્મ 15 ઑક્ટોબર, 1881નાં રોજ  થયો હતો. તેઓ 20મી સદીનાં સૌથી વધુ હતાં. 14 ફેબ્રુઆરી, 1975નાં રોજ તેમનું અવસાન થયું હતું.

* હિન્દી ફિલ્મ અભિનેતા ઓમ શિવ પુરીનું અવસાન (1990)

* પ્રભાવશાળી ચિંતક, સાંસ્કૃતિક વિવેચક, સંગીતકાર અને કવિ ફેડરિક નિત્સેનો જન્મ (1844)

* ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયરનો જન્મ (1957)

* કેરળ રાજ્યના મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્લેબેક ગાયક અને સંગીતકાર સચિન વોરિયરનો જન્મ (1989)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી, ગાયક અને લેખક દિગંગના સૂર્યવંશીનો જન્મ (1997)

* મૂંગી ભારતીય ફિલ્મો અને ટોકીઝનું નિર્માણ કરનાર ભારતીય કલાકાર અને ફિલ્મ નિર્માતા રઘુપતિ વેંકૈયા નાયડુનો જન્મ (1869)

* ત્રિપુરા રાજ્યનો ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો (1949)

* ચાઈના (PRC) એ અવકાશયાત્રી યાંગ લિવેઈ સાથે ગોબી રણમાં સ્થિત જીયુક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી તેનું પ્રથમ માનવ નિયંત્રિત અવકાશ મિશન (ચાઇનીઝ સ્પેસ પ્રોગ્રામ-શેનઝોઉ 5, ચીનનું પ્રથમ માનવસહિત સ્પેસમિશન), અવકાશયાત્રી યાંગ લિવેઇને લઈને "શેનઝોઉ 5" લોન્ચ કર્યું, (2003)

* 113 વર્ષના બ્રિટિશ તાજ શાસનના અંતને ચિહ્નિત કરાતા ફિજી ટાપુ પ્રજાસત્તાક બન્યું (1987)

* ઉજ્જવલા પાટીલ સમુદ્ર મારફતે વિશ્વની મુસાફરી કરનાર પ્રથમ એશિયન મહિલા બની (1988)

* અરુંધતી રોયને તેમની નવલકથા "ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ" માટે બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત બુકર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા (1997)

* ભારતની ફાતિમા બીને ગરીબી નાબૂદી માટે સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો (1998)

* સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લાદ્યો (2006)