આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
આજ કલ ઓર આજ
તા. 12 મે : 12 May
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, દર વર્ષે 12 મેના રોજ ઉજવવામાં આવે છે, તે વૈશ્વિક ઉજવણી છે જે નર્સોના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરે છે, નર્સિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપે છે
* આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલનો ઇટાલીમાં જન્મ (1820)
જે એક અંગ્રેજી સામાજિક સુધારક, આંકડાશાસ્ત્રી હતા
ક્રિમિઅન યુદ્ધ દરમિયાન નર્સોના મેનેજર અને ટ્રેનર તરીકે સેવા આપતી વખતે નાઇટિંગેલ પ્રખ્યાત થઈ, જેમાં તેણે કોન્સ્ટેન્ટિનોપલમાં ઘાયલ સૈનિકોની સંભાળનું આયોજન કર્યું હતું
* રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ રમણલાલ વસંતલાલ દેસાઈનો વડોદરા જિલ્લાના શિનોર ખાતે જન્મ (1892)
તેમણે ૨૭ નવલકથાઓ લખી છે અને તેઓ મોટાભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે
* ફિલોસોફર, લેખક જે. ક્રિષ્નામૂર્તિનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1895)
*
* પશ્ચિમ બંગાળના રાજ્યપાલ (1999-2004) અને લોકસભા તથા રાજ્યસભાના સભ્ય રહેલ ભાજપના આગેવાન વીરેન જે. શાહનો કોલકાતા ખાતે જન્મ (1926)
*
* હિન્દી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, લેખક વિજય ભટ્ટનો ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જન્મ (1907)
*
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી (123 વનડે અને 101 ટી -20 રમનાર) કેરોન પોલાર્ડનો જન્મ (1987)
*
* ઓસ્કાર એવોર્ડથી સન્માનિત અંગ્રેજી અભિનેતા રામી સઈદ મલેકનો અમેરિકામાં જન્મ (1981)
*
* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા ફ્રેડિ દારૂવાલાનો સુરત ખાતે જન્મ (1984)
અક્ષય કુમાર સાથેની હોલીડે ફિલ્મમાં સ્લીપર સેલની ભૂમિકા માટે તેને લોકપ્રિયતા મળી હતી
* હિન્દી અને મલયલમ ફિલ્મોના અભિનેત્રી અમ્રિતા પ્રકાશનો જયપુર ખાતે જન્મ (1987)
*
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા વિકાસ શેઠીનો લુંઘીયાણા ખાતે જન્મ (1988)
*
હૈદરાબાદના ગ્રાઉન્ડમાં હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હ્રદયસ્પર્શી ફાઈનલમાં અકલ્પનીય એક રનથી જીત મેળવી અને મુંબઈ ઈન્ડિયન્સ IPLના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બની (2019)
રોહિતે સૌથી સફળ IPL કેપ્ટન તરીકે CSK કેપ્ટન એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો
MI રેકોર્ડ ચોથું ટાઇટલ જીત્યું અને તે ચોથી વખત પણ બન્યું હતું કે બંને ટીમોએ IPL ફાઇનલમાં ત્રણ જીત અને એક હારના રેકોર્ડમાં બદલાવ કર્યો હતો
>>>> આજે વિજ્ઞાન પણ સાબિતીઓ સાથે કહે છે કે આપણા વર્તનને આપણું મન કંટ્રોલ કરે છે. મુખ્યત્વે જે કામ કરો તેમાં જ આનંદ લો તો સ્ટ્રેસ ઓછો થાય, કારણ કે કોર્ટિસોલ કેમિકલ્સ તેને કંટ્રોલ કરે છે. નાના નાના સ્પર્શથી માતા અને સંતાન વચ્ચે જે પ્રેમની અનુભૂતિ થાય છે તે ચોકલેટ કે ગિફ્ટ કે ફૂલોથી ઘણી વધારે હશે. માતૃત્વને અમર રાખવા માટે અને સદૈવ ચમકતું અને ઝળહળતું રાખવા માટે કાયમ નવું નવું જાણવાની અને નવું નવું શીખવાની વૃત્તિ કેળવો. આનાથી મગજમાં ડોપામાઇન ઝરશે જે તમારામાં આનંદની લાગણી આપોઆપ જન્માવશે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)