આજે આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ
આજ કલ ઓર આજ
તા. 1 જૂન : 1 June
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
આજે આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ
દૂધ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001માં વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવવાની શરૂઆત કરી હતી. પહેલીવાર વર્લ્ડ મિલ્ક ડે 1 જૂન, 2001ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
અમૂલ ડેરી એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના ઈ.સ.1946માં થઈ હતી. અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે. અમૂલ ભારતની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાંડ અને વિશ્વની સૌથી મોટી દુધના પાઉચ બનાવતી બ્રાંડ છે. અમૂલની સફળતા પાછળ ડો. વર્ગીસ કુરિયન કે જે, GCMMFના ભૂતપૂર્વ ચેરમેન હતા તેમનો ફાળો અભુતપુર્વ હતો
* પદ્મશ્રી તથા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત અને ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1975)
* ભારતનાં છઠ્ઠા રાષ્ટ્રપતિ (1977-82), આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનનાર અને સ્વાતંત્ર્ય સેનાની નીલમ સંજીવ રેડ્ડીનું બેંગ્લોર ખાતે અવસાન (1996)
લોકસભાના પ્રતિનિધિ તરીકે (1964-67) ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા, 1967થી 1969સુધી લોકસભાનાં અધ્યક્ષ રહ્યાં અને બીજીવાર 1977માં લોકસભાના અધ્યક્ષ બન્યા હતાં
પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજીત થયા હતા, થોડા સમય પછી રાજનીતિમાં પુનઃ સક્રિય થયા હતાં. 25 જુલાઇ, 1977નાં રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા અને તેમનાં રાષ્ટ્રપતિ કાળ દરમિયાન મોરારજી દેસાઈ, ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાનની સરકારો સાથે કાર્ય કર્યું હતું
* કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ મનસુખ માંડવીયાનો ભાવનગર ખાતે જન્મ (1972)
* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી (68 ટેસ્ટ અને 188 વનડે રમનાર) અને કપ્તાન રહેલ હેન્સી ક્રોન્યેનું પ્લેન ક્રેશ થતા અવસાન (2002)
હેન્સી ક્રોન્યેએ બે વર્ષ અગાઉ, માહિતી આપવા અને મેચ ફિક્સ કરવા માટે બુકીઓ પાસેથી પૈસા લીધાની કબૂલાત કરી હતી અને તેણે ક્રિકેટના દ્રશ્યમાંથી શરમથી માથું ઝુકાવીને વિદાય લીધી હતી
* 400 મીટર અને 400 મીટર હર્ડલ્સમાં નિષ્ણાત ભારતીય દોડવીર સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડનો ગુજરાતના ડાંગ જિલ્લામાં જન્મ (1994)
તેઓ ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમનો ભાગ હતા, જેમણે 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
તેણીને ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય પોષણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે
* ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન (26 ટેસ્ટ, 94 વનડે અને 32 ટી-20 રમનાર) દિનેશ કાર્તિકનો ચેન્નાઇ ખાતે જન્મ (1985)
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 1 વનડે રમનાર) રાશીદ પટેલ (રાશીદ ગુલામ મોહમ્મદ પટેલ)નો સાબરકાંઠામાં જન્મ (1964)
તે એકમાત્ર ક્રિકેટર છે જેણે જોડી બનાવી હોય અને તેની એકમાત્ર ટેસ્ટમાં એક પણ વિકેટ વિના બે વખત બોલિંગ કરી હોય અને એકમાત્ર ODIમાં પણ બેટિંગ કરવાની તક મળી ન હતી
પટેલએ દુલીપ ટ્રોફીની ફાઈનલમાં રમણ લાંબાને આઉટ કરવા માટે ભયાવહ હતા, ઓવરસ્ટેપ થઈ ગયા અને એક બીમર બોલ બાદ લામ્બાનો સ્ટમ્પ વડે પીછો કર્યો, જેણે બેટ વડે પોતાનો બચાવ કર્યો એ બનાવમાં પટેલને 13 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
* ગુજરાતમાં પ્રથમ બે મહિલા સ્નાતકોમાંના એક સમાજ સુધારક, શિક્ષણવિદ, લેખક, ગુજરાતી નિબંધકાર અને અનુવાદક વિદ્યાગૌરી નીલકંઠનો અમદાવાદમાં જન્મ (1876)
તેમને બ્રિટિશ સરકાર તરફથી ‘કૈસરે હિન્દ’નો ઈલકાબ 1926માં મળ્યો હતો
તેમના લગ્ન ઈ.સ.1889માં પ્રસિદ્ધ સાક્ષર રમણભાઇ નીલકંઠ સાથે થયાં હતાં
વિદ્યાગૌરી અને એમનાં નાના બહેન શારદાબહેન ગુજરાત કૉલેજમાંથી ઈ.સ.1901માં બી.એ. થયા. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો હતા
* એસિડ એટેક સર્વાઈવર, એસિડ એટેક પીડિતોના અધિકારો માટે પ્રચારક અને ટીવી હોસ્ટ લક્ષ્મી અગ્રવાલનો દિલ્હી ખાતે જન્મ (1990)
તેમના જીવનની વાર્તા પર આધારિત ફિલ્મ ‘છપાક’ બની છે
* હિન્દી સિનેમાના ઇતિહાસના એક મહાન અભિનેત્રી નરગિસ દત્ત (ફાતિમા રાશિદ)નો પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં જન્મ (1929)
તે પહેલી ફિલ્મ અભિનેત્રી હતાં કે જેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યાં હતાં
તેણીની સૌથી જાણીતી ભૂમિકા રાધાની ઓસ્કાર એવોર્ડ- નામાંકિત મધર ઈન્ડિયા (1957)માં હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
તેમણે તલાશ-એ-હક (1935) ની સાથે 5 વર્ષની ઉંમરે નાની ભૂમિકામાં પોતાનો સ્ક્રીન ડેબ્યૂ કર્યો, પરંતુ તેની અભિનય કારકીર્દિની શરૂઆત ખરેખર તમન્ના (1942) ફિલ્મથી થઈ હતી
રાજ્યસભાના સાંસદ તરીકે 1980માં નામાંકન મેળવ્યું હતું
તેમના પિતા અબ્દુલ રશીદ અગાઉ મોહનચંદ ઉત્તમચંદ ("મોહન બાબુ") મૂળ પંજાબ પ્રાંતના રાવલપિંડીના શ્રીમંત પંજાબી હિન્દુ વારસ હતા. જેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો
* ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ, 51 વનડે અને 35 ટી-20 રમનાર) રાજેશ્વરી ગાયકવાડનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1991)
* ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ વસાવાનો નર્મદા જિલ્લામાં જન્મ (1957)
* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક ખ્વાજા અહેમદ અબ્બાસનું મુંબઈમાં અવસાન (1987)
તેમણે સાત હિન્દુસ્તાની ફિલ્મ સાથે બૉલીવુડમાં અમિતાભ બચનને પ્રથમ તક આપી હતી
* બૉલીવુડ ફિલ્મોના સંગીતકાર અને વાયોલિન વાદક ઇસ્માઇલ દરબારનો સુરત ખાતે જન્મ (1964)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં હમ દિલ દે ચુકે સનમ, ક્રિષ્ના, મહેબૂબા, કંચન, દિવાનગી, તેરા જાદુ ચલ ગયા, દેવદાસ વગેરે છે
* મહાન હોકી ખેલાડી ધ્યાનચંદના પુત્ર અને ભારતીય વ્યાવસાયિક ક્ષેત્ર હોકીના ભૂતપૂર્વ ખેલાડી અશોક કુમારનો જન્મ (1950)
અશોક કુમાર તેમની અસાધારણ કુશળતા અને બોલ નિયંત્રણ માટે જાણીતા હતા અને તે 1975નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના પણ સભ્ય હતા
* ભારતીય સિવિલ સર્વિસમાં જોડાનાર પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ (1842)
તેઓ લેખક, ગીત રચયિતા અને ભાષાશાસ્ત્રી હતા
* તમિલ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં અભિનેતા, લેખક અને ફિલ્મ નિર્માતા આર. માધવનનો ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે જન્મ (1970)
તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં થ્રી ઇડિયટ, રોકેટરી, સાલા ખડુસ, રહેના હૈ તેરે દિલ મે વગેરે છે
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી પૂજા ગોરનો જન્મ (1991)
મન કી આવાઝ પ્રતિજ્ઞા, કિતની મોહબ્બત હૈ, અને એક નયી ઉમ્મીદ શોમાં તેણીની ભૂમિકાઓ અને રિયાલિટી શો ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડીમાં ભાગ લેવા માટે ઓળખવામાં આવે છે
સંકલન : વિજય ઠક્કર (આણંદ)