આજે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
આજ કલ ઓર આજ
તા. 17 જુલાઈ : 17 JULY
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
આજે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
તા. 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિન , આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. 17 જુલાઇ એ ‘આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય’ (International Criminal Court)ને માન્યતા આપતી ‘રોમ સંધી’ ની વર્ષગાંઠ છે. આથી, ન્યાય અંગેના વિશ્વ દિવસની ઉજવણી માટે આ તારીખ પસંદ કરાયેલી છે.
* વિશ્વ ઇમોજી ડે *
* ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્નદ્રષ્ટા, વકીલ અને મહાગુજરાત ચળવળનાં પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું અમદાવાદ ખાતે અવસાન (1972)
ઇન્દુલાલ યાજ્ઞિકની મહેનતે લોકોને એક કર્યા-જાગૃત કર્યા અને ઇ.સ.1960માં મહાગુજરાતની ચળવળમાં વિજય મેળવીને ગુજરાત રાજ્યની સ્થાપનામાં સિંહાફાળો આપ્યો હતો
રાજકીય ક્ષેત્રે ચાર વખત લોકસભામાં ચૂંટાયેલા ઇન્દુચાચાએ ગુજરાતનું પ્રતનિધિત્વ કરવામાં પાછું વાળીને જોયું નથી અને અખિલ ભારતીય કિસાન સભાનાં નેતા રહ્યાં
* પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતીય અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંકના ચૌદમા ગવર્નર તરીકે સેવા આપનાર ઈન્દ્રપ્રસાદ ગોરધનભાઈ (આઈ. જી.) પટેલનું અમેરિકામાં અવસાન (2005)
*
* ભારતીય વાયુસેનામાં અફસર અને ભારત-પાકિસ્તાનના 1971નાં યુદ્ધ દરમિયાન શ્રીનગર વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોંનો પંજાબનાં લુધિયાણામાં જન્મ (1943)
*
* જર્મનીના ચાન્સેલર તરીકે (2005-21) સેવા આપનાર જર્મન રાજકારણી અને વૈજ્ઞાનિક એન્જેલા મર્કેલનો જન્મ (1954)
*
* ભારતીય ફિલ્મ અભિનેતા, ટેલિવિઝન વ્યક્તિત્વ અને લોકસભામાં વર્તમાન સાંસદ રવિ કિશનનો મુંબઈમાં જન્મ (1969)
*
* ભારતીય ગાયિકા, ગીતકાર, ઉદ્યોગસાહસિક અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી અનન્યા બિરલાનો મુંબઈમાં જન્મ (1994)
*
* ભારતીય શાસ્ત્રીય સંગીતકાર લાલમણિ મિશ્રાનું અવસાન (1979)
*
* કેનેડામાં સ્થાઈ ઈન્ડો-કેનેડિયન આર્કિટેક્ટ, સંગીતકાર, ગાયક અને સંગીતકાર વંદના વિશ્વાસનો લખનૌ ખાતે જન્મ (1970)
*
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ગાયિકા કાનન દેવીનું અવસાન (1992)
*
* ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કે જેમણે ભારતીય નૌકાદળના 23મા ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે સેવા આપનાર સુનીલ લાંબાનો જન્મ (1957)
*
* હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં કામ કરનાર ભારતીય અભિનેત્રી ઝરીના વહાબનો વિશાખાપટ્ટનમ ખાતે જન્મ (1959)
*
* હિન્દી ફિલ્મ લેખક અને દિગ્દર્શક સચિન ભૌમિકનો કોલકાતા ખાતે જન્મ (1930)
*
* ગુજરાતી ફિલ્મો અને હિન્દી ટીવીના અભિનેત્રી રીટા ભાદુરીનું મુંબઈમાં અવસાન (2018)
*
* ઓમાન દેશના ક્રિકેટ ખેલાડી રહેલ રાજેશ રાણપુરાનો ભારતમાં ગુજરાતના પાલનપુર ખાતે જન્મ (1983)
*
* હિન્દી સિનેમામાં કામ કરતી ભારતીય અભિનેત્રી કિરણ જુનેજાનો દિલ્હી ખાતે જન્મ (1964)
*
* પશ્ચિમ બંગાળની ફિલ્મના નિર્દેશક, લેખક અને અભિનેતા પ્રેમ પ્રકાશ મોદીનો ઝારખંડ રાજ્યમાં જન્મ (1968)
*
* આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ અને પ્રસિધ્ધ સ્કોટિશ ફિલસૂફ અને રાજકીય અર્થશાસ્ત્રી એડમ સ્મિથનું ઇંગ્લેન્ડ ખાતે અવસાન (1790)
*
* ભારતીય અભિનેત્રી, હાસ્ય કલાકાર અને લેખિકા મલ્લિકા દુઆનો દિલ્હી ખાતે જન્મ (1989)
*
* ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રણોય કુમારનો દિલ્હી ખાતે જન્મ (1992)
*
* દક્ષિણ ભારતની ફિલ્મોમાં અભિનેત્રી સંયુક્તા હેગડેનો બેંગલુરું ખાતે જન્મ (1998)
*
* પશ્ચિમ બંગાળના થિયેટર અને ફિલ્મ અભિનેતા બિજોન ભટ્ટાચાર્યનો બાંગ્લાદેશમાં જન્મ (1917)
*
>>>> આપણે ઘણી વખત સૂકાં પાદડાં જેવા ખખડયા કરીએ છીએ. વેળાકવેળાએ કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે. આપણી ચેતનાનો ફુવારો ઊંચે ઊડી શકતો નથી. પણ વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ૠતુએ ૠતુએ બહાર ઊભરાઈ આવે છે. એમ આપણે સંસ્કૃતિની વાતો અને પ્રકૃતિ સાથે પણ રહેતાં સતત શીખતાં રહેવાનું છે. કેસૂડો આપણને બહેકાવી મૂકે છે, જ્યારે શીમળો છલકાવીને ય શાંત કરી દે છે ! રંગોની કેવી અસર હોય છે ! ફૂલોની શીતળતા આંખોને જળછાલક શી સ્પર્શે છે. દરેક વૃક્ષ પોતાની ઓળખ અને ગંધ સાચવી રાખે છે. અણુઅણુથી છલકાઈ જતા વૃક્ષ, નીરવ રાગને ઘૂંટયા કરે છે. એટલે કદાચ જોનારને પણ કેફનો પ્યાલો પાયા કરે છે. પૈસાનાં ઝાડ ભલે જોવા ના મળ્યાં પણ આજે દરેક ઝાડ આપણને પૈસા કમાવાની પ્રેરણા આપતાં રહે છે એ નક્કી છે !
સંકલન : વિજય એમ. ઠક્કર