NPIC-2020321101033

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ. જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી...

આજના દિવસની વિશેષતા

તા. 21 માર્ચ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)


આજે વિશ્ચ વન દિવસ 

દર વર્ષે મ ૨૧ માર્ચનાં રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય  વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે.

* "ભારતરત્ન"થી સન્માનિત શહેનાઈના બાદશાહ ઉસ્તાદ બિસમિલ્લા ખાન (કમરુદીન)નો બિહાર રાજ્યમાં જન્મ (1916)
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી ફેલોશિપથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું 

* પાકિસ્તાનમાં જન્મ અને બોલિવૂડ ફિલ્મોના ગીતકાર તથા સંવાદ લેખક સાગર સરહદી (ગંગાસાગર તલવાર)નું મુંબઈ ખાતે અવસાન (2021)
તેમની સાથે યશ ચોપરા, રાકેશ રોશન જેવા અનેક દિગ્ગજ ફિલ્મકાર ગૌરવથી કામ કરતા હતા 
તેમની યાદગાર ફિલ્મોમાં બાઝાર, કભીકભી, સિલસિલા, ફાસલે, દિવાના, કહો ના પ્યાર હે વગેરે છે 

* સહજ યોગા માટે ગુરુ શ્રી માતાજી નિર્મલા દેવી (નિર્મલા શ્રીવાસ્તવ)નો મધ્ય પ્રદેશમાં જન્મ (1923)
* 18 વખત નોમિનેશન અને સાત ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત અને બોલિવૂડ ફિલ્મોના એક સમયે સૌથી વધુ રકમ લેતા અભિનેત્રી રાની મુખર્જી નો મુંબઈ ખાતે જન્મ (1978)
તેમની યાદગાર ફિલ્મોમાં કુછ કુછ હોતા હે, રાજા કી આયેગી બારાત, ચલતે ચલતે, વીર ઝારા, તલાશ, મર્દાની, હિચકી વગેરે છે 
તેમણે 2014માં નિર્માતા દિગ્દર્શક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે 

* પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ એવોર્ડ દ્વારા સન્માનિત ભરતનાટ્યમના માસ્ટર, હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી શોભના (શોભના ચંદ્રકુમાર પિલ્લઈ)નો જન્મ (1970)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટ્ટા સિંહનો પંજાબના જલંધર ખાતે જન્મ (1934)
 
* હિન્દી, મરાઠી અને 16 ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી કાનન કૌશલ (ઈંન્દુમતિ શેઠ)નો વડોદરા ખાતે જન્મ (1939)
તેમની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ 'જય સંતોષી મા' છે 

* લોકસભાના સાંસદ (મહેસાણા) શારદાબેન અનિલભાઈ પટેલનો વિસનગર ખાતે જન્મ (1948)

* હિન્દી ફિલ્મોના સંગીતકાર ઈકબાલ કુરેશીનું મુંબઈ ખાતે અવસાન (1998)
હિન્દી ફિલ્મોમાં વેસ્ટર્ન મ્યુઝિક સાથે તેમણે આપેલ આપેલ ચા ચા ચા... 

*લોકપ્રિય છે 300 જેટલી હિન્દી ફિલ્મોના અભિનેતા આગાનો પૂના ખાતે જન્મ (1914)
તેમના પુત્ર જલાલ આગા પણ અભિનેતા હતા

* ભારતીય હિન્દી અને પાકિસ્તાની ફિલ્મોના સંગીતકાર, અભિનેતા, લેખક અને દિગ્દર્શક ખુરશીદ અનવરનો પાકિસ્તાનમાં જન્મ (1912)

* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો બેંગલોર ખાતે જન્મ (1978)
* ભારતીય ફેશન મોડલ અને હિન્દી ફિલ્મોના અભિનેતા ઝુબેર કે. ખાનનો ભોપાલ ખાતે જન્મ (1989)
* જીતેન્દ્ર, રીના રોય, રામેશ્વરી અને ગિરીશ કર્ણાડ અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'આશા' રિલીઝ થઈ (1980)
ડિરેક્શન : જે.ઓમપ્રકાશ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
સફળ ફિલ્મ 'દુલ્હન વહી જો પિયા મન ભાયે' (1977) ની અભિનેત્રી રામેશ્વરીને 'આશા' (1980) માટે સાઈન કરવામાં આવી હતી. જો કે ફિલ્મના નિર્માણ દરમિયાન, રામેશ્વરી તે સમયે ફિલ્મ 'સુનયના' (1979) નું પણ શૂટિંગ કરી રહી હતી, તેને એક અકસ્માત થતાં તેના દેખાવને નુકસાન પહોંચ્યું હતું. જેથી તેની 'આશા' માટેની ભૂમિકાને થોડી અલગ રીતે સુધારવામાં આવી હતી.
'આશા'માં 'જાને હમ સડક કે લોગો સે...' ગીતમાં બાળ કલાકાર તરીકે રિતિક રોશન જોવા મળ્યો હતો. 
બિનાકા ગીતમાલાની વર્ષના સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1980માં 'શીશા હો યા દિલ હો...' ગીત ત્રીજા નંબર ઉપર રહ્યું હતું.
બોક્સઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 1980ના વર્ષની 'કુરબાની' પછી બીજા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ 'આશા' હતી અને 1980ના દાયકાની 17માં નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી.
'આશા' ઉપરથી એન.ટી. રામારાવ અને શ્રીદેવીની જોડી સાથે તેલુગુમાં 'અનુરાગા દેવથા' (1982), તમિલમાં 'સુમંગલી' (1983) અને બંગાળીમાં 'મંદિરા' (1990) નામની રિમેક્ બની હતી.
'આશા'ની સફળતાએ જીતેન્દ્રની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી. રીના રોયની કારકિર્દીમાં આ ફિલ્મ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી

* ફારસી ભાષા સાથે પડેલ મૂળ નામ 'પર્સીયા' બદલીને, દેશનું નામ ઈરાન કરવામાં આવ્યું (1935)l