20220904_081612

આજે ગૂગલનો સ્થાપના દિવસ

આજે તા. 4 સપ્ટેમ્બર

Today : 4 SEPTEMBER 

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

 સંકલન : વિજય એમ. ઠક્કર

* આજે ગૂગલનો સ્થાપના દિવસ

- નાનકડા ગેરેજમાં શરૂ કરાયેલી IT કંપની  દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન બની

- 1 મિલિયનથી વધારે સર્વર ધરાવતી કંપની પાસે દરરોજ 1 બિલિયનથી વધારે સર્ચ ક્વેરીઝ આવે છે

કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી અને તા. 4 સપ્ટેમ્બર, 1998નાં રોજ અમેરિકાનાં કેલિફોર્નિયાનાં મેન્લો પાર્કમાં કંપનીનું રૂપ આપવામાં આવ્યું અને
કંપનીનું વડું મથક અમેરિકાનાં કેલિફોર્નિયામાં માઉન્ટેનવ્યુ ખાતે બનાવાયું
શરૂઆતમાં સર્ચ એન્જિનનું નામ બેક્રબ રાખ્યું હતું
હાલ ગૂગલ એલએલસીનાં મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સુંદર પિચાઈ ભારતીય મૂળના છે

* ભક્તિ પરત્વેના અને આધ્યાત્મિક સાહિત્યના મૌલિક સર્જનો કરનાર ગુજરાતના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રીમોટા (ચુનીલાલ આશારામ ભગત)નો વડોદરા તાલુકાનાં સાવલી ગામે જન્મ (1898)
મૌન મંદિર એ આધ્યાત્મિક ક્ષેત્રે એમનું અનોખુ પ્રદાન છે. આ મૌન મંદિર નડિયાદ અને સુરતમાં તેમણે સ્થાપેલા હરિ:ૐ આશ્રમ ખાતે આવેલા છે. તેમાં સાધક પ્રવેશે ત્યાર બાદ બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવે છે. અંદર વીજળી, શૌચાલય, સ્નાન માટે બાથરૂમ, પૂજા માટેની જગ્યા વગેરે સુવિધા હોય છે. ભોજન વગેરે બારીમાંથી આપવામાં આવે છે 

* ભારતીય વિકેટ-કીપર - ક્રિકેટર (49 ટેસ્ટ અને 94 વનડે રમનાર) કિરણ મોરેનો વડોદરા ખાતે જન્મ (1962)
તેઓ ટીમ સિલેક્શન કમિટીના ચેરમેન પણ હતા 

* ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુભાઈ ગઢવી (હિંમતદાન નાનભા ગઢવી)નો સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકામાં જન્મ (1929)
એચએમવીએ ‘શિવાજીનું હાલરડું’, ‘અમે મહિયારા રે’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી તેમની રેકર્ડો બહાર પાડેલી છે 
ગુજરાતી લોકસાહિત્ય, લોકગીત, લોક સંગીતને નવી ઓળખ આપવાનો જો કોઈને શ્રેય જતો હોય તો એ હેમુભાઇ ગઢવીને જાય છે, માત્ર એક જ દાયકામાં તેમણે રેડીયો કાર્યક્રમો માટે જે કર્યું છે તે ભાગ્યે જ કોઈ કરી શકશે 

* ભારતના રાષ્ટ્રવાદી નેતા અને સમાજસુધારક દાદાભાઈ નવરોજીનો મુંબઈમાં જન્મ (1825)
તેમણે વડોદરા રાજ્યનું દીવાનપદ 1874માં સ્વીકારી રાજ્યનો વહીવટ સુધાર્યો
ઇંગ્લેન્ડના ઉદારમતવાદીઓનાં ટેકાથી બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિંદી સભ્ય તરીકે ચૂંટાયાં હતાં
ગાંધીજીએ દાદાભાઈને વાસ્તવિક અર્થમાં ‘હિંદનાં દાદા’ તરીકે વર્ણવ્યા હતાં

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી કવિ, નાટ્યકાર અને ભારતના સામાજિક ચિંતક ધરમવીર ભારતીનું મુંબઈ ખાતે અવસાન (1997)

* 16મી લોકસભા માટે ગુજરાતના બનાસકાંઠા લોકસભા બેઠકના સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરબતભાઈ પટેલનો ખાતે જન્મ (1948)

* ભારત સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રહેલ કૃષ્ણ પાલ ગુર્જરનો ફરિદાબાદ ખાતે જન્મ (1957)

* ફિલ્મફેર અને નેશનલ એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મ અભિનેતા ઋષિ (રાજ) કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1952)

* કન્નડ તેમજ હિન્દી, તેલુગુ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી સિનેમામાં (300 થી વધુ ફિલ્મોમાં) અભિનેતા અનંત નાગ (ડૉ. અનંત નાગરકટ્ટે)નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1948)
તેમણે થિયેટર નાટકો, સમાંતર સિનેમા અને ટેલિવિઝન શોમાં જોવા મળે છે

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા - હાસ્ય કલાકાર મુકરીનું અવસાન (2000)

* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા મોહન જોશીનો બેંગલુરું ખાતે જન્મ (1945)

*:બોલિવૂડ ફિલ્મ સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવનો જબલપુર ખાતે જન્મ (1964)

* ટેલિવિઝનની શ્રેણી માટે ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે શૂટિંગ દરમિયાન દરિયામાં સ્ટિંગરે માછલીની ભાલા જેવી પૂંછડીનાં ઘાથી ‘ક્રોકોડેલ હન્ટર’ તરીકે ઓળખાતા સ્ટિવ ઈરવીનનું  ઘટનાસ્થળે અવસાન (2006)

*  હિન્દી ટેલિવિઝન અભિનેત્રી ડેલનાઝ ઈરાનીનો મુંબઈ ખાતે જન્મ (1972)

* તમિલ ફિલ્મ ઉદ્યોગમાં નિર્દેશક, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા વેત્રી મારનનો જન્મ (1975)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી રાગિની નંદવાણીનો દેહરાદૂન ખાતે જન્મ (1989)

* તમિલ, હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી અપર્ણા બાજપાઈનો કાનપુર ખાતે જન્મ (1990)