500 વર્ષો બાદ આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, દેશભરમાં અદમ્ય ઉત્સાહ
આજ કલ ઓર આજ
તા. 22 જાન્યુઆરી : 22 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
500 વર્ષો બાદ આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, દેશભરમાં અદમ્ય ઉત્સાહ
અયોધ્યામાં આજે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં અને વિદેશમાં પણ ઉજવણીનો માહોલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
PM મોદી સોમવારે સવારે 10-25 વાગ્યાથી અયોધ્યા એરપોર્ટ અને 10-55 વાગ્યે રામ જન્મભૂમિ પહોંચશે.રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ 12-20 વાગ્યાથી શરુ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં કરાશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થયા બાદ 1 વાગ્યે પ્રસ્થાન કરીને સભા સંબોધશે. 2-10 વાગ્યે કુબેર ટિલાના દર્શન કરીને દિલ્હી પરત ફરશે.પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પૂર્ણ થયા બાદ રામ જ્યોતિ પ્રજ્જવલિત કરીને દિવાળી મનાવવામાં આવશે. સાંજે અયોધ્યા 10 લાખ દીવાથી જગમગશે. આ સાથે જ મકાનો, દુકાનો, પ્રતિષ્ઠાનો અને પૌરાણિક સ્થળો પર રામ જ્યોતિ પ્રજ્જવલિત કરવામા આવશે. અયોધ્યા સરયૂ નદીના કિનારાની માટીથી બનેલા દીવાથી રોશન થશે. રામલલા, કનક ભવન, હનુમાન ગઢી, ગુપ્તારઘાટ, સરયૂ તટ, લતા મંગેશનકર ચોક, મણિરામ દાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય ચોક અને સાર્વજનિક સ્થળો પર દીવા પ્રગાટવવામાં આવશે.
*ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ ગણાતા જયશંકર ‘સુંદરી’ ની આજે પુણ્યતિથિ. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક’ અને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત ગુજરાતી રંગભૂમિનાં ભીષ્મ પિતામહ ગણાતા અને આત્મકથાકાર જયશંકર ‘સુંદરી’ (જયશંકર ભૂદરદાસ ભોજક)નું વિસનગર ખાતે અવસાન (1975)
મુંબઈનાં થિયેટરમાં લગભગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીનાં વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી
* ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી પદે 20 વર્ષ સેવા આપનાર અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા માણીક સરકારનો ત્રિપુરાના ઉદયપુર (રંગમતી) ખાતે જન્મ (1949)
* બોલિવૂડ ફિલ્મોના લેખક, અભિનેતા અને દિગ્દર્શક નિરજ વોરાનો ભુજ ખાતે જન્મ (1963)
* ભારતના વિખ્યાત યુ-ટ્યુબર (10 મિલિયન સબ્સક્રાઈબર મેળવનાર પ્રથમ ભારતીય) ભૂવન બામનો વડોદરા ખાતે જન્મ (1994)
* બોલિવૂડ ફિલ્મોના લોકપ્રિય અને સફળ નિર્માતા, અભિનેતા વિજય આનંદ (ગોલ્ડી)નો પંજાબના ગુરદાસપુર ખાતે જન્મ (1934)
* પનામા દેશ માટે (5 ટી-20 મેચ) રમનાર દિનેશભાઈ આહીરનો નવસારી ખાતે જન્મ (1981)
* ભારતના ક્રિકેટ ખેલાડી જયંત યાદવનો દિલ્હી ખાતે જન્મ (1990)
* ગુજરાતી લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક વિદ્યાપુરુષ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો અમદાવાદમાં જન્મ (1869)
* અમેરિકન ફિલ્મ ડિરેક્ટર અને ‘ફિલ્મ ટેકનિકનાં પિતા’નું બિરુદ પ્રાપ્ત કરનાર ડેવિડ વોર્ક ગ્રિફિથનો અમેરિકાનાં ઓલ્ડહામ કાઉન્ટીમાં જન્મ (1875)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી (અને લોકપ્રિય તેલુગુ અભિનેતા મહેશ બાબુના પત્ની) નમ્રતા શિરોડકરનો મુંબઈ ખાતે જન્મ (1972)
* એંગેજ્ડ બુદ્ધિઝમના અભ્યાસુ, બૌદ્ધ સાધુ તિક ન્યાટ હન્હનું અવસાન
* પત્ની મુમતાઝમહલનાં અવસાન પછી તેની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવનાર મુઘલ બાદશાહ શહાબુદ્દીન મહંમદ ખુર્રમ શાહજહાંનું અવસાન (1666)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત સંગીતકાર શાંતનુ મોઈત્રાનો લખનઉ ખાતે જન્મ (1968)
* સંગીત નાટક અકાદમી ફેલોશિપથી સન્માનિત સંગીતકાર, કવિ અને યોગી દિલીપ કુમાર રોય નો પશ્ચિમ બંગાળમાં જન્મ (1897)
* ગુજરાતી સાહિત્યકાર હરીલાલ ઉપાધ્યાયનો મુંબઈ ખાતે જન્મ (1916)
* ભારતના ડોમેસ્ટીક ક્રિકેટ ખેલાડી (મુંબઈ, ઝારખંડ, હિમાચલ પ્રદેશની ટીમ માટે રમનાર) ભાવિન ઠકકરનો મુંબઈ ખાતે જન્મ (1982)