આજે 30 ડિસેમ્બર એટલે ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે તા. 30 ડિસેમ્બર
Today- 30 DECEMBER
અવકાશ-વિજ્ઞાનનાં પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈની આજે પુણ્યતિથિ
પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ(મરણોતર)થી સન્માનિત અને ‘અવકાશ-વિજ્ઞાનનાં પિતા’ ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનું કેરળનાં કદવાલમ ખાતે નિધન થયું (1971)
અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ ગયા અને આંતરરાષ્ટ્રીય નકશા પર દેશની હાજરી નોંધી
એક સર્જનાત્મક વૈજ્ઞાનિક, સફળ અને ભવિષ્યવાદી ઉદ્યોગપતિ, સર્વોચ્ચ ક્રમના સંશોધક, એક મહાન સંસ્થાના નિર્માતા, એક અલગ પ્રકારના શિક્ષણશાસ્ત્રી, કળાના જાણકાર, સામાજિક પરિવર્તનના ઉદ્યોગસાહસિક, અગ્રણી મેનેજમેન્ટ શિક્ષક ડૉ. વિક્રમ સારાભાઈ એ ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ન્યુક્લિયર એનર્જી, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં અંત સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું
* ભારતનાં ઉત્તમ કોટિનાં સંત રમણ મહર્ષિનો મદુરાથી પાસેના તિરુચ્ચુલી ગામમાં જન્મ (1876)
તમિલનાડુમાં પવિત્ર અરુણાચલ પર્વત પર ઊંડું ધ્યાન કરનાર રમણ મહર્ષિ વીસમી સદીના મહાન ઋષિએ આત્મ-ચિંતન પર ખૂબ ભાર મૂક્યો
રમણ મહર્ષિના સંપર્કમાં આવતાં જ અપાર શાંતિનો અનુભવ થતો હોઈ આજે પણ લોકો શાંતિની શોધમાં તિરુવન્નામલાઈ, અરુણાચલ ટેકરી અને અરુણાચલેશ્વર મંદિરમાં રમણ મહર્ષિના આશ્રમની મુલાકાત લે છે
* પ્રખર ધારાશાસ્ત્રી, રાજપુરુષ, કેળવણીકાર, ગુજરાતી ભાષાનાં સૌથી વધુ વંચાતા લેખકો પૈકી એક નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર અને સ્વતંત્રતા સૈનિક કનૈયાલાલ માણેકલાલ મુનશીનો ભરૂચમાં જન્મ (1887)
કુલ ૫૮ વર્ષોનું લેખનકાર્ય, કુલ ૧૨૭ પુસ્તકોના સર્જનમાં ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’, ‘રાજાધિરાજ’, ‘કૃષ્ણાવતાર’, ‘લોપામુદ્રા’, ‘તપસ્વિની’, ‘પૃથ્વીવલ્લભ’, ‘કાકાની શશી’, ‘પૌરાણિક નાટકો’, ‘ગુજરાતની અસ્મિતા’ વગેરે તેમનાં જાણીતા પુસ્તકો છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (3 વનડે રમનાર) સૌરભ તિવારીનો જમશેદપુર ખાતે જન્મ (1989)
* ભારતીય સંસદની લોકસભાના સભ્ય, સંસ્કૃતના વિદ્વાન અને આર્ય સમાજના નેતા તરીકે પ્રખ્યાત પ્રકાશ વીર શાસ્ત્રી (વિદ્યા શંકર શાસ્ત્રી)નો જન્મ (1923)
પ્રકાશ વીર શાસ્ત્રીનું નામ ભારતીય રાજકારણમાં ઉચ્ચ સ્તરના ભાષણ આપનારાઓમાં લેવામાં આવે છે, પ્રકાશ વીરના ભાષણોમાં દલીલો ખૂબ જ જોરદાર રહેતી હતી
* હિન્દીને ભારત અને વિશ્વ મંચ પર સ્થાપિત કરવા અર્થપૂર્ણ પ્રયાસો કરનાર હિન્દી પ્રેમી રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનો મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મ (1944)
* રાઈટ લાઈવલીહુડ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત સામાજિક કાર્યકર અને આદિવાસી અધિકાર કાર્યકર્તા ડૉ. હનુમપ્પા સુદર્શનનો જન્મ (1950)
તેઓ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં જંગલમાં રહેતી આદિવાસીઓ (મુખ્યત્વે સોલિગાસ)ના ઉત્થાન માટે તેમના યોગદાન માટે જાણીતા છે
* ઇન્ડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં ત્રણ વખત મેન્સ સિંગલ ટાઇટલ ચેમ્પિયન ભારતના બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માનો મધ્ય પ્રદેશમાં ધાર ખાતે જન્મ (1992)
* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી જો રુટનો જન્મ (1990)
23 વર્લ્ડ કપ મેચ સાથે 152 વન ડે (16 સદી) અને 112 ટેસ્ટ મેચ (23 સદી) રમવાનો અનુભવ છે
* ક્રિકેટર પિતા લાલા અમરનાથના ક્રિકેટર પુત્ર સુરીન્દર અમરનાથનો કાનપુર ખાતે જન્મ (1948)
10 ટેસ્ટ અને 3 વન-ડે રમનાર સુરીન્દરના ભારતીય ટીમમાં પ્રવેશના 7 વર્ષ અગાઉ નાના ભાઈ મોહિન્દર અમરનાથ નો ભારતની ટીમમાં પ્રવેશ થયો હતો
* ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યિક ઇતિહાસકાર, સંશોધક, અનુવાદક દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ભરૂચમાં જન્મ (1868)
* સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કારથી સન્માનિત ફ્રેન્ચ નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર, કલા ઇતિહાસકાર રોમેન રોલેન્ડનો જન્મનું અવસાન (1944)
* ભારતના પ્રથમ મિસ ઈન્ડિયા અને હિન્દી ફિલ્મની પ્રથમ મહિલા ફિલ્મ નિર્માતા, યહૂદી પરિવારના ભારતીય મોડલ - અભિનેત્રી પ્રેમિલા (એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ)નો કોલકાતા ખાતે જન્મ (1916)
* તમિલ ફિલ્મોમાં નિર્દેશક અને પટકથા લેખક સેમ એન્ટોનનો જન્મ (1985)
* અભિનેત્રી અને મોડલ ગુરલીન ચોપરાનો જન્મ (1990)