વિશ્વના સૌથી પ્રખ્યાત જહાજ 'ટાઇટેનિક' એ તેની પ્રથમ અને છેલ્લી સફર 10 એપ્રિલ, 1912ના રોજ બ્રિટનના સાઉથેમ્પટન બંદરેથી શરૂ કરી હતી. અને 14 એપ્રિલે તે ઐતિહાસિક અકસ્માતનો શિકાર બન્યું
આજના દિવસની વિશેષતા
તા. 10 એપ્રિલ : 10 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
વિશ્વના સૌથી પ્રખ્યાત જહાજ 'ટાઇટેનિક' એ તેની પ્રથમ અને છેલ્લી સફર 10 એપ્રિલ, 1912ના રોજ બ્રિટનના સાઉથેમ્પટન બંદરેથી શરૂ કરી હતી. અને 14 એપ્રિલે તે ઐતિહાસિક અકસ્માતનો શિકાર બન્યું.
કેવું હતું ટાઇટેનિક ?
882 ફૂટ 9 ઇંચ લંબાઈ 104 ફૂટ ઊંચાઈ
ખાલી જહાજનું વજન 46 330 ટન વજન
મુસાફરો પુરવઠા સહિતનું વજન 66 000 ટન
ટાઇટેનિકના એન્જિન 55 000 હોર્સ- પાવરનાં
ક્ષમતા કલાકના 23 નોટસ (42 કિલોમીટર) હતી.
ટાઇટેનિક 10 એપ્રિલે 2 223 મુસાફરો સાથે ન્યુયોર્ક માટે રવાના થયું હતું. અને 14મી એપ્રિલે રાત્રે તે એક હિમશિલા સાથે ટકરાયું હતું.
ટાઇટેનિકના ડુબવા પાછળ તેની વધુ પડતી ગતિ પણ મહત્વનું એક કારણ માનવામાં આવે છે. અને તેની સ્પીડ વધારવાની સુચના ટાઇટેનિકના માલિક જે બ્રુસ ઇસ્મે એ આપી હતી
ટાઇટેનિકની અંતિમયાત્રા
શું થયું હતું 14 એપ્રિલે ?
2 223 મુસાફરો હતા સવાર
1503 લોકોના થયા મોત
705 લોકો બચી શકયા
2 કલાકમાં સમુદ્રમાં સમાયું ટાઇટેનિક
હિમશિલા સાથે ટકરાયું
* રણજીતરામ સુવર્ણ ચંદ્રક દ્વારા સન્માનિત ગુજરાતી સાહિત્યકાર વર્ષા અડાલજાનો મુંબઈ ખાતે જન્મ (1940)
એમણે વાર્તાલેખન, નાટ્યકાર, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કર્યું છે
નવલકથા લેખનમાં તેમનું ઉચ્ચ કક્ષાનું યોગદાન રહ્યુ છે, જે અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે
તેમણે ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે અને તેમની નવલકથા 'અણસાર' માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
તેમના પિતા ગુણવંતરાય આચાર્ય અને બહેન ઇલા આરબ મહેતા ગુજરાતી સહિત્યકાર છે
* ભારત રત્નથી સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના ચોથા વડાપ્રધાન (૧૯૭૭થી ૭૯) મોરારજી રણછોડજી દેસાઈનું મુંબઈ ખાતે અવસાન (1995)
સ્વતંત્રતા બાદ તેઓ ભારતના એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા
તેમણે સરકારમાં મહત્વના હોદ્દાઓ મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન પદ સંભાળ્યુંહતું
તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય
* પદ્મ વિભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકરનો મુંબઈ ખાતે જન્મ (1938)
જયપુર ઘરાના સાથે સંકળાયેલા હતા અને તેઓ એક વિશિષ્ટ સંગીત શૈલી શેર કરતા હતા.
તેઓ શાસ્ત્રીય શૈલી ખ્યાલ અને હળવા શાસ્ત્રીય શૈલીની ઠુમરી અને ભજનની કલાકાર હતા
* બે વખત લોકસભાના સભ્ય અને બે વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહેલ પ્રેમકુમાર ધુમલનો જન્મ (1944)
* 'પદ્મશ્રી'થી સન્માનિત ભારતીય સેલિબ્રિટી શેફ, ઉદ્યોગસાહસિક અને ટેલિવિઝન વ્યક્તિત્વ સંજીવ કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1964)
તેમણે લોકપ્રિય ટીવી શો ખાના ખઝાના હોસ્ટ કર્યો હતો, જે એશિયામાં તેના પ્રકારનો સૌથી લાંબો સમય ચાલનાર શો હતો અને જેનું 120 દેશોમાં પ્રસારણ થયું હતું ને 2010માં 500 મિલિયનથી વધુ દર્શકો હતા
* હિન્દી અને ઉર્દૂ ફિલ્મોના અભિનેત્રી મહેતાબ (નજમા)નું મુંબઈ ખાતે અવસાન (1997)
સુરતમાં જન્મેલા મહેતાબના લગ્ન ફિલ્મ નિર્માતા સોહરાબ મોદી સાથે 1948માં થયા હતા
* ભારતીય પેલિયોબોટનિસ્ટ બીરબલ સાહનીનું લખનઉં ખાતે અવસાન (1949)
જેમણે ભારતીય ઉપખંડના અવશેષોનો અભ્યાસ કર્યો અને ભૂસ્તરશાસ્ત્ર તથા પુરાતત્વમાં પણ રસ લીધો હતો
તેમણે 1946માં લખનૌ ખાતે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલેઓબોટનીની સ્થાપના કરી હતી
* ગુજરાતના જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય રહેલ રાજેશ ચુડાસમાનો
ચોરવાડ ખાતે જન્મ (1982)
તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા, 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા
* કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલ નારાયણ રાણેનો મુંબઈ ખાતે જન્મ (1969)
* ત્રણ વખત ભારતની લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સભ્ય રહેલ અને કોંગ્રેસના આગેવાન મણિશંકર ઐયરનો પાકિસ્તાનના લાહોર ખાતે જન્મ (1941)
* હિન્દી ફિલ્મોના નિર્માતા નિર્દેશક સોમુ મુખર્જીનું મુંબઈ ખાતે અવસાન (2008)
તેમના પિતા શશધર મુખર્જી પણ ફિલ્મ નિર્માતા હતા અને ફીલ્માલય સ્ટુડિયોના સંચાલક હતા
તેમના લગ્ન અભિનેત્રી તનુજા સાથે થયા હતા
તેમની દીકરી કાજોલ ખુબ સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે
* ભારતીય અર્થશાસ્ત્રી અને ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ રહેલ ડી. આર. ગાડગીલનો જન્મ (1901)
* કન્ટેમપરી ડાન્સના માસ્ટર, રિયાલિટી ડાન્સ સિરીઝમાં જજ તરીકે લોકપ્રિય કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસનો મુંબઈ ખાતે જન્મ (1975)
* શ્રેષ્ઠ નવોદિત તરીકે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બૉલીવુડ અભિનેત્રી આયેશા ટકીયાનો મુંબઈ ખાતે જન્મ (1986)
* હોમિયોપેથી નામની વૈકલ્પિક દવાઓની સ્યુડોસાયન્ટિફિક સિસ્ટમ બનાવનાર જર્મન ચિકિત્સક ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનનો જન્મ (1755)
* વર્લ્ડ હોમિયોપેથી ડે *
* મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી ભારત પ્રથમ એશિયન ટીમ બની (2005)
સેન્ચુરિયનમાં યોજાયેલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કેરેન રોલ્ટનના અણનમ 107 રનના કારણે ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત ટૂર્નામેન્ટ 98 રનથી જીતી
* સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી (1875)
* રાજેશ ખન્ના, નંદા, હેલન, રાજેન્દ્ર નાથ, ઈફતેખાર અને મદન પુરી અભિનિત ફિલ્મ 'ધ ટ્રેન' રિલીઝ થઈ (1970)
ડિરેક્શન : રવિકાન્ત નગાઈચ
સંગીત : આર.ડી. બર્મન
'ધ ટ્રેન' નિર્માતા તરીકે રમેશ બહેલની પ્રથમ ફિલ્મ તેમજ રોઝ મૂવીઝ બેનરનું પ્રથમ નિર્માણ હતું.
'ધ ટ્રેન' રાજેશ ખન્નાની 1969 થી 1971 વચ્ચે રજૂ થયેલી લગાતાર 17 બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી.