IMG-20230411-WA0023

ભરૂચના દહેજ ખાતે સફાઈ કર્મીઓના મોતનો મામલો,રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ ઘટના સ્થળે દોડી આવ્યા

ભરૂચના દહેજ ખાતે સફાઈ કર્મીઓના મોતનો મામલો

રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ  ઘટના સ્થળે દોડી આવ્યા 

ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો.

તસવીર,અહેવાલ -અમજદ સૈયદ,વાગરા

વાગરા,
વાગરા તાલુકા ના દહેજ ગ્રામ પંચાયત ની ગટર ની સફાઈ કરવા ગટરમાં ઉતરેલા ત્રણ સફાઈ કર્મીઓના ગેસ લાગવાને કારણે ગૂંગણામણ થી મોત નિપજતા પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી હતી.જે મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચા નો મુદ્દો બનતા તેને ગંભીરતા થી લઇ ને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર દહેજ ખાતે દોડી આવ્યા હતા.જ્યા તેઓ એ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવવા નો પ્રયાસ કર્યો હતો.ઘટના સંદર્ભે મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સફાઈ કામદાર આયોગ સમગ્ર દેશમાં સફાઈ કર્મચારીઓ ના સ્કેવેંજર્સ અને તેમના આશ્રિતો ના સામાજિક,આર્થિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે ધ્યાન રાખે છે.કામદારો નું પુનર્વસન કઈ રીતે કરી શકાય,તેમને કનડતી સમસ્યાઓ નું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે આયોગ દેશભરમાં જાય છે.આજે પણ આપણા દેશમાં  જે એમ.એસ.એક્ટ-૨૦૧૩ માં લાગુ થયો હતો જે અનુસાર ગટર માં કોઈપણ માનવી ને ઉતારવું દંડનીય અપરાધ જાહેર કરાયો હતો.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જેમાં દોષીતો ને સજા અને પીડિતો ને આંશિક ૧૦-૧૦ લાખનું વળતર આપવામાં આવે.ગટર માં મૃત્યુ થવાની ઘટનાઓ દેશ  માટે ખૂબ મોટી સમસ્યા બનતી જાય છે. જ્યારે દેશના પ્રધાન મંત્રી સફાઈ કામદારો પ્રત્યે સંવેદનશીલ છે ત્યારે આ રીતે ગટર માં ઉતરવા થી સફાઈ કર્મી નું મૃત્યુ થાય તો આપણે આપણી જવાબદારી સારી રીતે નિભાવી નથી તેવું સાબિત થાય છે.દેશના પ્રત્યેક નાગરિક નું કર્તવ્ય બને છે કે જયાં પણ આવી ઘટના બનવા જઈ રહી હોય અને તેના ધ્યાને આવે તો તેને રોકવાનો પ્રયત્ન કરે.અને તેઓ ને સમજાવવા માં આવે કે સેફટી ના સાધનો વિના ગટરમાં ન ઉતરાવવા માં આવે.આ તબક્કે અંજના પંવારે પીડિતો ને ૧૦-૧૦ લાખની સહાય અને તે ઉપરાંત એટ્રોસીટી એક્ટ અનુસાર  ૮ લાખ પચીસ હજાર આપવામાં આવશે ની જાહેરાત કરી હતી.પીડિત પરિવારો ને સ્થાયી રોજગાર તેમજ રહેવા માટે ઘર આપવામાં આવે તેવી ભલામણ પણ કરી હતી.તેઓએ શક્ય તેટલી વધુમાં વધુ સહાય થાય તે માટે મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષે વહીવટી તંત્ર ને તાકીદ કરી હતી કે પીડિતો નું પેંશન ચાલુ કરવામાં આવે,તેમજ તેઓના બાળકો માટે મફત શિક્ષણ ની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડવામાં આવે.હવે પછી આવી દુર્ઘટના ન સર્જાય તે માટે પંચાયત સ્તરે જાગૃતિ શિબિર યોજવામાં આવે.તેમણે કહ્યું હતું કે સદર ઘટનામાં સખત માં સખત કાર્યવાહી થવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ ગ્રામ પંચાયત ના સાફ-સફાઈ કરતા કામદારો નવીનગરી પાસે બી.એસ.એન.એલ ટાવર ની સામે આવેલ ખરીમાં થી પસાર થતી ગટર લાઈન માં સાફ સફાઈનું કામ કરવા ગટર ની અંદર ઉતર્યા હતા.જેમાં ત્રણ સફાઈ કામદારો મોત ને ભેટયા હતા.