આવતીકાલથી આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા શરૂ થશે
આવતીકાલથી આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા શરૂ થશે
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦- ૨૩૩-૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે
માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર ૧૮૦૦- ૨૩૩- ૩૩૩૦, ૨૪×૭ કાર્યરત રહેશે
બોર્ડનો હેલ્પલાઇન તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૧૭ - માર્ચ સુધી કાર્યરત રહેશે
વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વારે નજીકમાં જ ભોંય તળિયે ના વર્ગખંડમાં બેસવાની સુવિધા રહેશે
આણંદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૨૭ મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે કે આ જાહેર પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે એસએસસી પરીક્ષા માટે ૦૩ ઝોન તથા એચએસસી પરીક્ષા માટે ૦૧ ઝોન ની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત એસએસસી પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો, ૧૦૬ બિલ્ડિંગો અને ૧૧૨૦ બ્લોક તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તથા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો,૨૦ બિલ્ડીંગ અને ૨૧૩ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.જે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે તેવી બિલ્ડીંગો અને બ્લોકની ચકાસણી કરવામાં આવી છે,
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક પરીક્ષા કેન્દ્રોના પર પ્રવેશ દ્વારે અને વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની સુવિધા રહેશે. વિદ્યાર્થીઓએ બિનજરુરી સાહિત્યને પરીક્ષા કેન્દ્રો ખાતે ન લાવવું જોઈએ. પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, જરુરી દવા, ઓ.આર.એસ. સહિતની જરુરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરુરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પરીક્ષા ખંડ હવા ઉજાસ વાળો સ્વચ્છ રહેશે.
વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વારે નજીકમાં જ ભોંય તળિયે ના વર્ગખંડમાં બેસવાની સુવિધા રહેશે દરેક બ્લોક ખાતે વિકલાંગો માટે રેમ્પની સુવિધા રહેશે અને જે વિદ્યાર્થીઓને પરીક્ષા ના દિવસ પહેલા આકસ્મિક કોઈ અકસ્માત થવાથી હાથમાં તકલીફ થાય પાટો બંધાવું પડે તેવા કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા લહીયાની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધીમાં અંધ અપંગ વિકલાંગ હોય તેવા ૩૭ જેટલા વિદ્યાર્થીઓને લઈાની મંજૂરી આપવામાં આવી છે.
બોર્ડનો અને જીવન આસ્થા હેલ્પલાઇન નંબર
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦- ૨૩૩-૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર ૧૮૦૦- ૨૩૩- ૩૩૩૦, ૨૪×૭ કાર્યરત રહેશે બોર્ડનો હેલ્પલાઇન તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૧૭ - માર્ચ સુધી કાર્યરત રહેશે, જરૂર જણાયે આ હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને અને વાલીઓને અપીલ કરી છે.
વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રની વિગત
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. એસએસસી પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો, ૧૦૬ બિલ્ડિંગો અને ૧૧૨૦ બ્લોક તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તથા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો,૨૦ બિલ્ડીંગ અને ૨૧૩ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અને વાલીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે કંઈ પણ તકલીફ હોય તે અંગેની જાણકારી આપવાના હેતુસર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનું જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નંબર- ૨૨૦, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જે તારીખ ૧૭ મી માર્ચ સુધી સવારે ૭- ૦૦ કલાકથી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.
જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષાલક્ષી તકલીફ હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના હેલ્પલાઇન નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
ટેલીફોનિક હેલ્પલાઇન બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે, જે તા. ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી સવારે ૯-૦૦ કલાક થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મનમાં ઉપસ્થિત પ્રશ્નોના માર્ગદર્શન માટે સંર્પક
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ટેલીફોનિક માર્ગદર્શન આપનાર તેમના મનોશારીરીક પ્રશ્નોના સમાધાન માટે પ્રોફેસર શ્રી સમીર પટેલ ૯૮૨૫૦ ૨૫૯૯૪, પ્રોફેસર શ્રી પંકજ સુવેરા ૯૪૨૭૩ ૮૧૯૫૨, પ્રોફેસર ડોક્ટર પલ્લવી ત્રિવેદી ૯૪૨૮૪ ૯૧૨૮૮, પ્રોફેસર ડોક્ટર જીગર જાની ૯૪૨૬૦ ૦૯૪૯૮, પ્રોફેસર ડોક્ટર હસમુખ ચાવડા ૯૫૩૭૦ ૬૩૩૨૫, પ્રોફેસર ડોક્ટર મોહસીન ૯૭૩૭૧ ૬૩૦૬૮, પ્રોફેસર ડોક્ટર સતીશ હંસપરા ૯૯૦૪૬ ૫૦૧૨૮ અને આચાર્ય શ્રી અલ્પેશ ભટ્ટ ૯૪૨૭૫ ૭૬૫૧૫ નંબર ઉપર તારીખ ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી સવારે ૯-૦૦ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન તેમના મનમાં ઉપસ્થિત તથા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
*****