lal-bhadur-shastri

ભારતના એ વડાપ્રધાન જેમણે પુત્રે ચલાવેલી સરકારી ગાડીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી આપ્યો હતો. આજે છે તેમની પુણ્યતિથિ.

આજના દિવસની વિશેષતા

આજે તા. ૧૧ જાન્યુઆરી ૨૩
 
Today : 11 January 23

તારીખ તવારીખ

સંકલન : વિજય ઠક્કર (આણંદ)


ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ

 ઉત્તરપ્રદેશનાં વારાણસી પાસેના મુગલસરાયમાં જન્મેલ ભારતનાં બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનુંં પાકિસ્તાન સાથે શાંતિ અંગેનાં કરારનાં કર્યાનાં માત્ર 12 કલાક પછી તાશ્કંદ (આજે ઉઝબેકિસ્તતાનની રાજધાની)માં અચાનક અવસાન (1966)
તેઓ તા. 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન વડાપ્રધાન પદ પર રહ્યાં હતાં
તેમનું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ, પરંતુ તેમને અભ્યાસમાં શાસ્ત્રીની ઉપાધિ મળી હતી જે તેમના નામ સાથે કાયમ જોડાયેલી રહી
તેમનો નારો "જય જવાન, જય કિસાન" આજે પણ પ્રખ્યાત છે
એક રેલવે દુર્ઘટના જેમાં ઘણા લોકો માર્યા ગયા હતાં, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીનાં પદેથી રાજીનામું આપી દેતા દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી

* અર્જુન એવૉર્ડ, ‘પદ્મ શ્રી’ અને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત 'ધ વોલ’ અને ‘મિ.ડિપેન્ડેબલ’નાં નામથી ઓળખાતા ભારતની ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન (બેટ્સમેન) રાહુલ દ્રવિડનો મરાઠી પરિવારમાં ઇન્દોરમાં જન્મ (1973)
દ્રવિડે પોતાનાં કરિયરમાં 164 ટેસ્ટ મેચ રમી 13288 રન અને વનડેમાં 344 મેચ રમી, 10889 રન બનાવ્યાં છે
ટેસ્ટ ક્રિકેટનાં ઈતિહાસમાં દ્રવિડ એકમાત્ર એવો બેટ્સમેન છે, જેણે 30 હજારથી વધુ બોલ રમ્યા છે

* ન્યુઝિલેન્ડનાં પર્વતારોહક સર એડમંડ પર્સિવલ હિલેરીનું ઓકલૅન્ડમાં અવસાન (2008)
એડમંડ હિલેરી અને નેપાલી પર્વતારોહક તેનઝિંગ નોર્ગેએ (તા. 29 મે, 1953) માઉન્ટ એવરેસ્ટ પર પહોચવાવાળાં સૌ પ્રથમ પર્વતારોહી બન્યાં હતાં
વર્ષ 1985 થી 1988 દરમિયાન તેમણે ભારત અને બાંગ્લાદેશમાં ન્યુઝીલેન્ડનાં હાઇ કમિશનર તરીકે અને એક સાથે નેપાળના રાજદૂત તરીકે સેવા આપી હતી

* ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર કુંદનીકા કાપડિયાનો સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડીમાં જન્મ (1927)
તેમની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે ઈ.સ.1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો
ઈ.સ.1955 થી 1957 સુધી ‘યાત્રિક’ અને ઈ.સ.1962 થી 1980 સુધી ‘નવનીત’ મેગેઝીનનાં સંપાદક રહ્યાં
તેમણે પતિ મકરંદ દવે (કવિ અને ફિલસૂફ) સાથે વલસાડ પાસે ‘નંદીગ્રામ’ આશ્રમમાં જીવન ગાળ્યું જે આશ્રમનાં તેઓ સહસંસ્થાપક હતાં

* ભારતીય સમાજ સુધારક કૈલાશ સત્યાર્થીનો મધ્યપ્રદેશનાં વિદિશા ખાતે જન્મ (1954)
ઈ.સ.2014માં તેઓ બાળકો અને યુવાન લોકોનાં દમન સામે અને તેમનાં બાળકોનાં શિક્ષણનાં અધિકાર માટેનાં સંઘર્ષ બદલ મલાલા યુસુફઝાઇની સાથે નોબલ શાંતિ પુરસ્કારનાં સહ પ્રાપ્તકર્તા હતાં

* ભારતના ટેનિસ ખેલાડી અંકિતા રવિન્દ્રકિશન રૈનાનો અમદાવાદમાં જન્મ (1999)
રૈનાએ 2016ની સાઉથ એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ અને 2018માં એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ રમનાર) ચંદ્રશેખર ગડકરીનું અવસાન (1998) 

* હનિફ મોહંમદ એ સર ડૉન બ્રેડમેનના 452 રનના રેકોર્ડ ને પાર કરી 499 નો પર્સનલ રેકોર્ડ સ્કોર (ફર્સ્ટ ક્લાસ મેચમાં) નોંધાવ્યો (1959)

* ગુજરાતી ફિલ્મોના સફળ નિર્માતા - દિગ્દર્શક ગોવિંદભાઇ પટેલનો જન્મ (1943)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પત્રકાર એમ જે અકબરનો જન્મ (1951)

* ઝારખંડ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીનો જન્મ (1958)

* ઝારખંડ રાજ્યના ત્રણ વખત મુખ્યમંત્રી બનેલ શિબુ શોરેનનો જન્મ (1944)
* બોલિવૂડ સંગીતકાર અને ગાયક મિથુનનો જન્મ (1985)

* ક્લાસિકલ ગાયિકા આશા ખાંડીલકરનો સાંગલી ખાતે જન્મ (1955)

* તેલુગુ પરિવારની દિકરી અને અમેરિકાની ગાયિકા રાજા કુમારી (મૂળનામ સ્વેતા રાવ)નો અમેરિકામાં જન્મ (1986)

* બોલિવૂડ અભિનેત્રી અનુ અગ્રવાલ (1969), અંજુ મહેન્દ્ર (1946), ફાતિમા સના શેખ (1992) ટીવી અભિનેત્રી આમ્રપાલી દૂબે (1987), અભિનેતા વિવાન શાહ (1990)નો જન્મ

* ​ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડૉન બ્રેડમેન એ પ્રથમ વખત ટેસ્ટ મેચમાં ઓપનિંગ કર્યું અને તે અંતિમ વખત પણ રહ્યું (1929)
તે પછી મોટાભાગે ત્રીજા નંબરે જ રમવા આવતા હતા 

* મિથુન ચક્રવર્તી, પદમિની કોલ્હાપુરે, ડેની, બિંદુ અને અસરાની અભિનિત રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ 'પ્યાર ઝુકતા નહીં' રિલીઝ થઈ (1985)
દિગ્દર્શક : વિજય સદાનાહ 
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

* ગ્રાન્ડ કેન્યનને અમેરિકન પ્રમુખ થિયોડર રુઝવેલ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું (1908)
નૈસર્ગિક સુંદરતા અને જૈવ સંપદાથી ભરપૂર આ પ્રદેશ વિશ્વનાં સૌથી શ્રેષ્ઠ અને જોવાલાયક સ્થળોમાં સમાવેશ પામે છે અને ગ્રાન્ડ કેન્યન આશરે 446 કિમીની લંબાઈ ધરાવે છે