ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે 'ઑપરેશન વિજય' ચલાવ્યું હતું. આજે છે ગોવા મુક્તિ દિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા.૧૯ ડિસેમ્બર
Today-19 December
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આજે ‘ગોવા મુક્તિ દિવસ’
ગોવા સમગ્ર ભારતના સ્વતંત્રા દિવસ ઉપરાંત પોતાની આઝાદીનો દિવસ અલગથી ઉજવે છે. ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયું હતું પરંતુ ગોવા 1947માં આઝાદ થયું નહોતું. ભારતને આઝાદી મળ્યાના 14 વર્ષ બાદ ગોવાને પોર્ટુગીઝ શાસનથી આઝાદી મળી હતી. ગોવાને ભારતીય સશસ્ત્ર દળોએ સંયુક્ત કાર્યવાહી કરીને આઝાદ કરાવ્યું હતું. તેનું કારણ એ હતું કે વારંવાર ચેતાવણી આપવા છતાં પોર્ટુગીઝ ગોવા છોડવા માટે તૈયાર ન હતા. એવામાં સૈન્ય કાર્યવાહી કરવી પડી. ત્યારબાદ ભારતીય સેનાએ 19 ડિસેમ્બર, 1961 ના રોજ 'ઑપરેશન વિજય' હેઠળ પોર્ટુગીઝોને ગોવા છોડીને ચાલ્યા જવા માટે મજબૂર કરી દીધા હતા. એવી ઐતિહાસિક ઘટનાના સન્માનમાં દર વર્ષે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે.
ગોવા 30 મે, 1987નાં રોજ ભારતનાં સંઘ રાજ્યોનું 25મું રાજ્ય બન્યું હતું
* ગુજરાતમાં એકસાથે 8684 ગ્રામપંચાયત માટે મતદાન (2021)
કુલ 10,879 ગ્રામ પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજવા 29મી નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યમાં કેટલીક ગ્રામપંચાયતો સમરસ થતા મતદાન યોજવાની જરૂર રહી ન હતી
મતદાન મતપત્રકો દ્વારા કરવામાં આવેલ, જેમાં સરપંચ પદ માટે ગુલાબી અને સભ્ય પદ માટે સફેદ મતપત્ર રાખવામાં આવ્યા
* એડવોકેટ, ભારતનાં 12માં અને દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલનો મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાનાં નાડગાંવ ગામમાં જન્મ (1934)
તા. 25 જુલાઈ, 2007 થી 25 જુલાઈ, 2012 સુધી તેઓએ રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું
તા. 8 નવેમ્બર, 2004 થી 21 જૂન, 2007 સુધી રાજસ્થાનનાં રાજ્યપાલ હતાં
*ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલનું ગાંધીનગર ખાતે અવસાન (2002)
નડીયાદમાં જન્મેલ બાબુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રીનાં હોદ્દે 18 જૂન, 1975 થી 12 માર્ચ, 1976 સુધી અને 11 એપ્રિલ, 1977 થી 17 ફેબ્રુઆરી, 1980 સુધી રહ્યાં
11 ઑગસ્ટ, 1979ની મચ્છુ બંધ હોનારત સમયે તેઓએ છ માસ સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ફેરવ્યું હતું
* ખ્યાતનામ ગુજરાતી લોકગાયક- ભજનિક- પાર્શ્વગાયક વેલજીભાઈ ગજ્જરનો સિકંદરાબાદ ખાતે જન્મ (1934)
આકાશવાણીના બી-હાઈ કલાકાર રહી ચૂકેલા વેલજીભાઈએ 40 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન તથા 5 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે 1973-74માં ફિલ્મ `કાદુ મકરાણી’ તથા 1974-75માં ફિલ્મ `હોથલ પદમણી’ માટે પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા
ફિલ્મ `સોન કંસારી’ના ખૂબ લોકપ્રિય થયેલા ગીત `અચકો મચકો કારેલી’ના પાર્શ્વગાયન માટે ખ્યાતનામ અભિનેતા દિલીપકુમારના હસ્તે મુંબઈ ખાતે સન્માનિત કરાયા હતા
* અમદાવાદ નગરશેઠ કુટુંબનાં વંશજ, રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનો અમદાવાદમાં જન્મ (1894)
* વિશ્ચના મહાન ક્રિકેટ ખેલાડી પૈકીના ટોચના બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયાની ટીમના સફળ કપ્તાન રિકી પોન્ટિંગનો જન્મ (1974)
168 ટેસ્ટ, 375 વન ડે અને 289 ફસ્ટ કલાસ મેચ રમનાર ખેલાડી એ ટેસ્ટમાં 41 અને વન ડે માં 30 સદી ફટકારી છે
તે સમયે વન ડે રમવા માન્ય તમામ દેશની ટીમ સામે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે
* સૌથી વધુ હ્યુમન ક્રિસમસ ટ્રી બનીને ભેગા થવાનો વિશ્ચ કિર્તિમાન ગિનેસ વર્લ્ડ રેકોર્ડ 4030 લોકો સાથે કેરાલાના ચેંગન્નુર ખાતે રચાયો (2015)
* વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર કિદામ્બી શ્રીકાંત પહેલો ભારતીય બન્યો (2021)
સ્પેનના હુએલવામાં રમાયેલી ફાઈનલ સ્પર્ધામાં ભારતના કિદામ્બી શ્રીકાંત અને સીંગાપુરના લોહકીન યુ એ વચ્ચે મુકાબલો હતો
* અશફાક ઉલ્લાખાં, પંડિત રામપ્રસાદ બિસ્મિલ અને ઠાકુર રોશનસિંહને ફાંસી આપવામાં આવી (1927)
ત્રણેય ક્રાંતિકારીઓને કાકોરી ઘટના માટે સજા કરવામાં આવી હતી
* ભારતના ક્રિકેટ ખેલાડી (બેટ્સમેન અને વિકેટ કીપર) નયન મોગીયનો વડોદરામાં જન્મ (1969)
તેઓ 44 ટેસ્ટ અને 140 વન ડે મેચ ઉપરાંત 183 ફસ્ટ કલાસ મેચ રમવાનો અનુભવ ધરાવે છે
બે વિશ્ચ કપ 1996 અને 1999 માટેની ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય હતા
તેમણે થાઈલેન્ડની ટીમ માટે કોચની સેવા આપી છે
* બોલીવુડ અભિનેતા ઓમ પ્રકાશનો જમ્મુ ખાતે જન્મ (1919)
* ગુજરાતી સાહિત્યનાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક તથા ‘વાસુકી’, ‘શ્રવણ’ ઉપનામ ધરાવનાર ઉમાશંકર જોશીનુ અવસાન (1988)
તેમણે 37 વર્ષ સુધી સંસ્કૃતિ માસિક ચલાવ્યું હતું ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર ગુજરાતી ,
તેઓને રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો
* ઉપનામ ‘શૂન્ય પાલનપુરી’થી વધુ જાણીતા ગુજરાતી ગઝલનાં મોભાદાર શાયર અલીખાન ઉસ્માનખાન બલોચનો અમદાવાદ જિલ્લાનાં લીલાપુર ગામે જન્મ (1922)
* ‘પદ્મભૂષણ’થી સન્માનિત અમદાવાદના નગરશેઠ કુટુંબનાં વંશજ, રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનો અમદાવાદમાં જન્મ (1894)
તેમણે અરવિંદ, અરૂણ, નૂતન, સરસપુર, ન્યૂ કોટન વગેરે મિલોને ખરીદી તેનું સંકુલ ‘કસ્તુરભાઈ ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ’ નામે ઊભું કર્યું હતું
* ગુજરાતનાં પીઢ સ્વતંત્રતા સૈનિક અને રચનાત્મક કાર્યકર અને પ્રજાનાં રાજવી તરીકે પંકાયેલા દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈનો ખેડા જિલ્લાનાં વસોમાં જન્મ (1887)
વસોનાં દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે તેમની બહેન સમજુબાનાં દીકરા એટલે કે ભાણેજ ગોરધનને દત્તક લીધા હતાં. દત્તક પુત્રને પોતાનો વારસ જાહેર કરી એને નવું નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસનાં અવસાન પછી ઈ.સ.1911માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ-કારભાર સંભાળ્યો હતો
ગોપાળદાસ સૌરાષ્ટ્રનાં ઢસા અને રાય-સાંકળીનાં જાગીરદાર હતાં
* કલા પ્રતિષ્ઠાનના આદ્યસ્થાપક અને પ્રેરણામૂર્તિ કલાગુરુ જશુભાઈ નાયકનો અમલસાડના મોહનપુર ખાતે જન્મ (1925
* બોલીવુડ ફિલ્મોના દિગ્દર્શક ગોવિંદ નિહલાનીનો જન્મ (1940)
* બોલીવુડ અભિનેત્રી માહી ગિલ (1975), ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે (1984) નો જન્મ
* અલ્ઝાઇમરનાં રોગનું નામ જેમનાં નામ પરથી આપવામાં આવ્યું છે, તે જર્મન મનોવિજ્ઞાની અને ન્યુરોપેથોલોજિસ્ટ એલોઇસ અલ્ઝાઇમરનું પોલેન્ડમાં અવસાન (1915)
* સ્ટેજ, નાનો પડદો અને મોટો પડદો સતત ગજાવતા ગુુુજરાતી અભિનેતા દિપક ઘીવાલાનો જન્મ
* સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરનો સેલવાસમાં જન્મ (1962)
* સંજય દત્ત, ગ્રેસીસિંઘ, અરશદ વારસી, સુનિલ દત્ત (કારકિર્દીની અંતિમ ફિલ્મ), રોહિણી હટંગડી, બોમન ઈરાની અને જિમી શેરગિલ અભિનિત જાદુ કી ઝપ્પીવાળી ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' રિલીઝ થઈ (2003)
ડિરેક્શન : રાજકુમાર હિરાની (પહેલી ફિલ્મ)
સંગીત : અનુ મલિક
2004માં તમિલમાં કમલ હસન અભિનિત 'વસુલરાજા એમબીબીએસ' અને તેલુગુમાં ચિરંજીવી અભિનિત 'શંકરદાદા એમબીબીએસ', 2006માં કન્નડમાં 'ઉપ્પીદાદા એમબીબીએસ' અને 2017માં સિંહાલીમાં 'ડો. નવારીયાન' નામની રિમેક બની
51માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભમાં 'બેસ્ટ પોપ્યુલર ફિલ્મ' નો નેશનલ એવોર્ડ મળ્યો
* કમલ હસન, તબુ, આયેશા ઝૂલકા, અમરીશ પુરી, બેબી ફાતિમા ('દંગલ'માં લીડ રોલ), ઓમ પુરી, પરેશ રાવલ અને જ્હોની વોકર (અંતિમ ફિલ્મ) અભિનિત 'ચાચી 420' રિલીઝ થઈ (1997)
ડિરેક્શન : કમલ હસન
સંગીત : વિશાલ ભારદ્વાજ
'ચાચી 420' 1996ની તમિલ ફિલ્મ 'અવવાઈ શણમુઘી' ની રિમેક હતી, જે 1993ની હોલીવુડની ફિલ્મ 'Mrs. Doubtfire' થી પ્રભાવિત હતી