20220813_073557

* પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ જગત બૉલીવુડના સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી (શ્રી અમ્મા યાંગર આય્યાપન )નો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1963)

આજે તા. 13 ઓગસ્ટ

વિશ્વ ડાબોડી દિવસ 

Today : 13 AUGUST  

તારીખ તવારીખ

 સંકલન : વિજય એમ. ઠક્કર

* પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ જગત બૉલીવુડના સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી (શ્રી અમ્મા યાંગર આય્યાપન )નો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1963)
માત્ર 4 વર્ષની વયે બાળ કલાકારનાં રૂપમાં ફિલ્મી કેરિયરની શરૂઆત કરી શ્રીદેવીએ હિન્દી સિવાય તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલી ફિલ્મમાં કામ કર્યું
શ્રીદેવીએ 1979માં તેણે મુખ્ય કલાકારના રૂપમાં ફિલ્મ સોલહવાં સાવનથી પોતાના હિન્દી ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી

શ્રીદેવીએ 5 વાર બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યો હતો


2017માં આવેલી ફિલ્મ ‘મોમ’ શ્રીદેવીની 300મી ફિલ્મ હતી. ‘મોમ’ શ્રીદેવીના ફિલ્મી કેરિયરનાં 50માં વર્ષમાં રિલીઝ થઈ હતી

* પોતાનું જીવન રાષ્ટ્રના કાજે સમર્પિત કરનાર મેડમ ભીખાઈજી રૂસ્તમજી કામાનું અવસાન (1936)
શ્યામજી વર્માની ‘ઈન્ડિયન હોમરુલ સોસાયટી’ બનાવવામાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો
અને તેમણે ‘પેરિસ ઇન્ડિયન સોસાયટી’ની સ્થાપના કરી અને જિંદગીનાં 33 વર્ષ વિદેશમાં વિતાવ્યાં હતાં

* બે વખત નોબેલ ઈનામથી સન્માનિત અને લીવરમાં ઇન્સ્યુલિન નામનું દ્રવ્ય ન બની શકે તો ડાયાબિટીસનો રોગ થાય છે તેવી શોધ કરનાર વિજ્ઞાની ફ્રેડરિક સેંગરનો ઇંગ્લેન્ડમાં જન્મ (1918)
તેમણે શરીરમાં ઉત્પન્ન થતાં ઇન્સ્યુલિનની ઓળખ મેળવી અને રસાયણશાસ્ત્ર નોબેલ ઈનામ 1958માં મેળવ્યું અને ફરીથી તેમણે ન્યુક્લીક એસિડ અંગેની શોધ બદલ 1980માં નોબેલ ઈનામ મળ્યું હતું

* હિન્દી સિનેમા બોલિવૂડમાં સફળ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રી વૈજયંતિમાલાનો ચેન્નાઇમાં જન્મ (1936)
 
* વીસમી સદીનાં મહાન દિગ્દર્શકોમાના એક હોલીવૂડનાં બેતાજ બાદશાહ ગણાતા પ્રભાવશાળી ફિલ્મ નિર્દેશક આલ્ફ્રેડ હિચકોકનો લંડન ખાતે જન્મ (1899)
રહસ્યમય ફિલ્મ નિર્માણનો પર્યાય એટલે હિચકોક એવું પ્રસ્થાપિત થઈ ગયું હતું અને સસ્પેન્સ થ્રીલર ફિલ્મોએ આલ્ફ્રેડ હિચકોકને ઓળખ અપાવી હતી, તેઓ જે સાઉન્ડ ઈફેક્ટનો ઉપયોગ કરતા હતાં એ અદભુત હતી
તેમની ફિલ્મ ‘બ્લેકમેઇલ’ (1929) બ્રિટનની સૌથી પહેલી સંવાદ સાથેની સૌથી સફળ રહેલ ફિલ્મ હતી, ‘ધ મેન હુ ન્યુ ટુ મચ’નાં નિર્માણે તેમને સફળ દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત કર્યા અને 60 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું 

* ઉત્કૃષ્ટ વિચારો અને નૈતિક મૂલ્યોનાં આચરણને કારણે તેમને દેવીનો દરજ્જો મળવનાર માળવા પ્રાંતનાં ઇન્દોર રાજ્યનાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરનું અવસાન (1795)
ભારતભરમાં સેંકડો મંદિરો અને ધર્મશાળાઓ બનાવનાર રાની અહિલ્યાબાઈ હિન્દુ મંદિરોના  એક મહાન અગ્રેસર અને નિર્માતા હતા

* હિન્દી સિનેમા બોલિવૂડમાં અભિનેત્રી અનીતા રાજ (ખુરાના)નો મુંબઈમાં જન્મ (1962)
તેમના પિતા જગદીશ રાજ ફિલ્મ અભિનેતા છે અને અનિતાના લગ્ન નિર્માતા સુનિલ હિંગુરાની 1986માં સાથે થયા છે

* ગુજરાતી નાટકો અને હિન્દી ટેલિવિઝન સાથે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી અપરા મહેતાનો ભાવનગર ખાતે જન્મ (1960)

* હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં વેમ્પ અથવા નકારાત્મક પાત્રો ભજવનાર અભિનેત્રી કામ્યા પંજાબીનો મુંબઈમાં જન્મ (1979)

* મોડલ, ફેશન ડિઝાઇનર અને ટેલિવિઝન હોસ્ટ ડિઆન્ડ્રા સોરેસનો મુંબઈમાં જન્મ (1979)

* ચેસ ગ્રાન્ડમાસ્ટર સંદીપન ચંદાનો કોલકાતા ખાતે જન્મ (1983)

* ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને ત્રાવણકોરના અગાઉના શાહી પરિવારના સભ્ય અસ્વાથી થિરુનલ રામા વર્માનો જન્મ (1968)

* અંગ્રેજી અને બંગાળી ભાષાઓમાં પ્રખ્યાત લેખક. તેઓ સંપત્તિના પ્રવાહની વિચારધારાના પ્રવર્તક અને મહાન શિક્ષણવિદ રમેશચંદ્ર દત્તનો કોલકાતા ખાતે જન્મ (1848) 

* આધુનિક લખનૌના નિર્માતા ઉત્તર પ્રદેશના કોંગ્રેસના મુખ્ય પ્રતિનિધિ ગંગાપ્રસાદ વર્માનો જન્મ (1863)

* વિશ્વ ડાબોડી દિવસ * 
વિજ્ઞાન માને છે કે જો માતા પિતામાંથી કોઈ એક ડાબોડી હોય તો બાળક ડાબોડી હોવાની શક્યતા વધી જાય છે. બિલ ગેટ્સ, રતન ટાટા, માર્ક ઝુકરબર્ગ, બરાક ઓબામા, નેપોલિયન બોર્નાપાર્ટ, ક્વીન વિક્ટોરિયા, અલબર્ટ આઇનસ્ટાઈન, જોર્જ બુશ, અમિતાભ બચ્ચન, ટોમ ક્રૂઝ, રજનીકાંત, સૌરવ ગાંગૂલી સહિત અનેક સેલિબ્રિટી છે જેઓ ડાબોડી હોવા છતાં પોતાની સફળ કરિયર બનાવી ચૂક્યા છે