IMG-20231219-WA0029

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સંઘના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરાયું

પત્રકાર સંઘના સભ્ય સૈયદ અમજદ ની સુપુત્રી સવદહ સૈયદ દ્વારા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ગાઝામાં પોતાના જીવ ને જોખમમાં મૂકી રિપોર્ટિંગ કરનાર તેમજ મોત ને ભેટનાર પત્રકારો પર પ્રકાશ ફેંકતું માહિતીસભર વક્તવ્ય આપ્યું.

આણંદ ટુડે I ભરૂચ  (રીપોર્ટર- સૈયદ અમજદ.)
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવા વર્ષ નિમિતે ભરૂચના સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે પત્રકાર સંગઠન ના સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થા 
ના સભ્યો તેમજ સમાજિક સેવા કાર્યો ની માહિતી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના આગામી ૨૦૨૪ ના વર્ષ ના કેલેન્ડર નું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.જે બાદ સંસ્થાને સહયોગ આપનાર 
સહયોગીઓનું શાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું.તેમજ વર્ષ દરમ્યાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો માં વિશેષ કામગીરી કરનાર  સભ્યોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા ના ફંડ રાઈઝિંગ પોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલય ના ડીરેકટર ડો.ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન પત્ર અને કૃતિ નો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સંઘના કારોબારી  અઘ્યક્ષ પ્રજ્ઞેશ પાટણ વાડિયાએ  ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ
રાષ્ટ્રગીત ગાન સાથે ડાયસ પોગ્રામ નું સમાપન કર્યું હતું.
 આ પ્રસંગે સંઘના સભ્યોને અનિલ અગ્નિહોત્રી,જગદીશ સેડાલા અને નીરૂબેન આહીર દ્વારા રમુજી સ્પર્ધા, ડાન્સ, ગીત, મિમિક્રી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતો નું મનોરંજન કર્યું હતું. આ તબક્કે પત્રકાર સંઘના સભ્ય સૈયદ અમજદ ની સુપુત્રી સવદહ સૈયદ દ્વારા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ગાઝામાં પોતાના જીવ ને જોખમમાં મૂકી રિપોર્ટિંગ કરનાર તેમજ મોત ને ભેટનાર પત્રકરો પર પ્રકાશ ફેંકતું માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું.

સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન દરેક સભ્યોને ગિફ્ટનું પણ વિતરણ કરાયું હતું.સમગ્ર કાર્યકમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.