IMG_20230310_202135

પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના DRM તરીકે શ્રી જીતેન્દ્ર સિંહે કાર્યભાર સંભાળ્યો

પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના DRM તરીકે શ્રી જીતેન્દ્ર સિંહે કાર્યભાર સંભાળ્યો

શ્રી સિંહે જાપાનમાં હાઇ સ્પીડ ટ્રેન ટ્રેનિંગ પ્રોગ્રામમાં  અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ, INSEAD સિંગાપોર તથા ICLIF લીડરશીપ અને ગવર્નર સેન્ટર મલેશિયા ખાતે  ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો. 

વડોદરા
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં શ્રી જીતેન્દ્ર સિંહે ડિવિઝનલ રેલવે મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ઇન્ડિયન રેલવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (IRSEE) સર્વિસ ની 1992 બેચના વરિષ્ઠ અધિકારી, શ્રી સિંહ  નાગપુરના વિદર્ભ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (VNIT) થી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્નાતક છે.
શ્રી  સિંહ પ્રયાગરાજ, દિલ્હી અને ફિરોઝપુર જેવા મહત્વપૂર્ણ  મંડળો તથા ઉત્તર રેલવે હેડક્વાર્ટર અને રેલવે બોર્ડમાં વિવિધ હોદ્દા પર કામ કરવાના બહોળા અનુભવ સાથે ઇલેક્ટ્રિક લોકમોટિવ ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન અને પાવર સપ્લાય પ્રોજેક્ટ પ્લાનિંગ, દ્વિપક્ષીય અને બહુપક્ષીય પ્રોજેક્ટ્સના ફાઇનાન્સિંગ અને પીપીપીમાં જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મેન્ટેનન્સ અને ઓપરેશનનો ઉંડો અનુભવ પ્રાપ્ત છે.તેઓ ભારે ઉદ્યોગ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી અને નીતિ આયોગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરમાં ડિરેક્ટર જેવા મહત્ત્વના હોદ્દા પર કામ કરવાનો અનુભવ પણ ધરાવે છે તથા  ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં પાર્ટ ટાઈમ ઑફિશિયલ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.તેમણે કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) થી એક્ઝિક્યુટિવ્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ પ્રોગ્રામ (PGDM) પૂર્ણ કર્યું છે. શ્રી સિંહે જાપાનમાં હાઇ સ્પીડ ટ્રેન ટ્રેનિંગ પ્રોગ્રામમાં  અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ, INSEAD સિંગાપોર તથા ICLIF લીડરશીપ અને ગવર્નર સેન્ટર મલેશિયા ખાતે  ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો. 
વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી સિંહ માનનીય રેલવે મંત્રીના કાર્યકારી નિદેશક (જાહેર ફરિયાદ) ના પદે કાર્યરત હતાં.