શીશા હો યા દિલ... આખિર ટૂટ જાતા હૈ ... જાણીતી ફિલ્મ અભિનેત્રી રીનારોય નો આજે જન્મદિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા. 7 જાન્યુઆરી 23
Today: 7 January 23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
બોલિવૂડના એક સમયના સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી રીના રોયનો મુંબઈમાં જન્મ (1957)
'અપનાપન' ફિલ્મ માટે સહાયક અભિનેત્રી કેટેગરીમાં મળેલ ફિલ્મફેર એવોર્ડ સ્વિકારવા ઈન્કાર કર્યો હતો
* પ્રવેશ મેચમાં 4 સ્ટમ્પીંગ કરવાનો વિશ્વ કિર્તિમાન બનાવનાર અને ભારતની ક્રિકેટ ટીમ તરફથી એક માત્ર ટેસ્ટ રમનાર વિજય રાજેન્દ્ર નાથનો અમૃતસરમાં જન્મ (1928)
* બોલિવૂડ અને અંગ્રેજી ફિલ્મોના અભિનેતા ઈરફાન ખાન (શહેજાદે ઈરફાન અલી ખાન) નો રાજસ્થાનમાં જન્મ (1967)
પદ્મશ્રીથી સન્માનિત ઈરફાનનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 6 વખત ફિલ્મફેર એવોર્ડ થી સન્માન કરાયું છે
* જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે વખત મુખ્યમંત્રી બનેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુફ્તિ મોહંમદ સઈદનું દિલ્હી ખાતે અવસાન (2016)
* અંગ્રેજી નવલકથાકાર અને કોલમિસ્ટ શોભા ડેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1948)
* ત્રણ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો સાથે ટીવીના અભિનેત્રી સુપ્રિયા પાઠકનો જન્મ (1961)
* દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મો સાથે હિન્દી ફિલ્મોના અભિનેત્રી બી. સરોજા દેવીનો બેંગલોર ખાતે જન્મ (1938)
પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત આ અભિનેત્રીનું રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે
* બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ (1979), કોઈના મિત્રા (1984), હેલી શાહ (1996), દિગ્દર્શક કે. ભાગ્યરાજ (1953), ટીવી અભિનેતા વરૂણ બદોલા (1974) નો જન્મ
* અમિતાભ બચ્ચન (ડબલ રોલ), વહીદા રહેમાન, નીતુ સિંઘ, કાદર ખાન અભિનિત ફિલ્મ 'અદાલત' રિલીઝ થઈ (1977)
દિગ્દર્શક : નરેન્દ્ર બેદી
સંગીત : કલ્યાણજી આણંદજી
'અદાલત' ના સંવાદોની એલપી રેકર્ડ બહાર પાડવામાં આવી હતી
'અદાલત' માં અમિતાભની પત્નીની ભૂમિકા કરનાર વહીદા રહેમાન આગલા વર્ષે 1978ની ફિલ્મ 'ત્રિશુલ' માં તેની માતા બન્યા હતાં.
'અદાલત' માં અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં પહેલીવાર પિતા-પુત્રનો ડબલ રોલ કર્યા બાદ અમિતાભે અન્ય 4 ફિલ્મો - 'દેશપ્રેમી', 'મહાન', 'આખરી રાસ્તા' અને 'સૂર્યવંશમ' માં પિતા-પુત્રની ભૂમિકા કરી છે
'અદાલત' અમિતાભ બચ્ચન અને કાદર ખાન તથા અમિતાભ બચ્ચન અને નીતુ સિંઘની જોડીની આ પહેલી ફિલ્મ બાદ અમિતાભ-નીતુએ કુલ 9 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું
'અદાલત' ઉપરથી તેલુગુમાં 1980માં 'શિવામેટ્ટીના સત્યમ' અને તમિલમાં 'વિશ્વરૂપમ' અને 1982માં મલયાયમમાં 'આયુધમ' નામની રિમેક બની છે
* રાજેશ ખન્ના, મીના કુમારી, મુમતાઝ, નાઝ, રહેમાન અને કે.એન. સિંઘ અભિનિત ફિલ્મ 'દુશ્મન' રિલીઝ થઈ (1972)
દિગ્દર્શક : દુલાલ ગુહા
સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ
'દુશ્મન' ઉપરથી 1972માં જ તમિલમાં 'નિધિ', 1974માં તેલુગુમાં 'ખૈદીબાબા', 1978માં મલયાયમમાં 'માતતોલી' અને 1983માં કન્નડમાં 'હોસા થિરપુ' નામની ફિલ્મો બની છે