ભાવનગરના વડીલો માટે સિનિયર સિટીઝન ટિફિન સેવા આશીર્વાદ સમાન
ભાવનગરના વડીલો માટે સિનિયર સિટીઝન ટિફિન સેવા આશીર્વાદ સમાન
આણંદ ટુડે I ભાવનગર
ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન ટિફિન સેવા ઘણા વર્ષોથી અવરિતપણે ભાવનગરના વડીલોને બે ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડે છે. આજે જ્યારે વિભક્ત કુટુંબો વધતા જાય છે અને ખાસ કરી ભાવનગરમાં રોજગારની સંભાવના ઓછી હોવાથી યુવાનો વતન છોડી રહ્યા છે ત્યારે આપણા વડીલોને આ સેવા દ્વારા બે ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે. હાલ આ સંસ્થા દ્વારા રોજના ૩00 થી પણ વધુ ટિફિન પહોંચાડવામાં આવે છે. આ કાર્યમાં ૧૪ જેટલી બહેનો રસોઈમાં તેમની સેવા આપે છે અને ૧૫ જેટલા ભાઈઓ ઘરે ઘરે ટિફિન પહોંચાડવાની સેવા કરે છે. આ કાર્યના વ્યવસ્થાપક તરીકે જયદીપભાઇ દવે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને તેમનો સાથ રશ્મિબેન જાની દ્વારા આપવામાં આવી રહ્યો છે.
આપણે એવું ઈચ્છીએ કે દરેક પરિવાર સંયુક્ત હોય અને વૃદ્ધાશ્રમની જરૂર ના પડે પણ છતાં બદલાતા સમયમાં વૃદ્ધાશ્રમ દ્વારા ચલાવવામાં આવતી આ સેવા ખૂબ જ સરાહનીય છે અને ધન્યવાદને પાત્ર છે.