સંસ્કાર નગરી વડોદરાનો અનોખો સૂર ભૂમિ ત્રિવેદી, આજે છે તેમનો જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 23 ઓગસ્ટ : 23 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
વડોદરામાં જન્મેલાં બૉલીવૂડ ફિલ્મોના લોકપ્રિય યુવા ગાયિકા ભુમિ ત્રિવેદીનો આજે જન્મદિવસ
બૉલીવૂડ ફિલ્મોના લોકપ્રિય યુવા ગાયિકા ભુમિ ત્રિવેદીનો ગુજરાતમાં વડોદરા ખાતે જન્મ (1988)
તેમના ગીતો રામ ચાહે લીલા ચાહે અને હુસ્ન પરચમ ખુબ લોકપ્રિય થયા છે
* કેકે તરીકે જાણીતા હિન્દી ફિલ્મ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનો જન્મ (1970)
તેમણે હિન્દી અને ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાની ફિલ્મોના ગીતો ગાયા છે
તેઓ ફિલ્મફેર એવોર્ડ માટે 6 વખત નામાંકિત થયા હતા અને ખ઼ુદા જાને... ગીત માટે સ્ક્રીન એવોર્ડથી સન્માનિત કરાયા હતા
* વીજભારના માપનો એકમ કુલમ્બ જેના નામ ઉપરથી જ કહેવાય છે તે ફ્રેન્ચ લશ્કરી ઇજનેર અને ભૌતિકશાસ્ત્રી ચાર્લ્સ ઑગસ્ટિન દ કlલોમ્બનું ફ્રાંસમાં અવસાન (1806)
ઈલેક્ટ્રિક અને મેગ્નેટિઝમ ક્ષેત્રે થયેલા મહત્વના સંશોધનોમાં કુલમ્બનો નિયમ અગ્રણી છે. ઇલેકટ્રિક ચાર્જના માપને કુલમ્બ કહે છે. એક એમ્પિયર પ્રવાહ એક સેકંડ વહે ત્યારે એક કુલમ્બ ચાર્જ કે વીજભાર ઉત્પન્ન થાય છે
* ભારતીય લેખક, કાર્યકર્તા અને પ્રેરક વક્તા શિવ ખેરાનો ઝારખંડ રાજ્યમાં જન્મ (1961)
* છત્તીસગઢના ત્રીજા મુખ્યમંત્રી તરીકે સેવા આપતા રાજકારણી ભુપેશ બઘેલનો જન્મ (1961)
* પ્રથમ ચોપડીઓ તૈયાર કરવામાં જેમણે શ્રમ લીધો છે અને આરંભકાળે ગુજરાતની પ્રસિધ્ધિનો પહેલો પુરુષ એવા ગુજરાતી ભાષાનાં નૂતન શિક્ષણનાં પ્રણેતા રણછોડદાસ ઝવેરીનું અવસાન (1873)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી સાયરા બાનુનો મસુરી ખાતે જન્મ (1944)
તેમની યાદગાર ફિલ્મોમાં જંગલી, બ્લફ માસ્ટર, શગીર્દ, પડોશન, ગોપી, દુનિયા વગેરે છે
તેમના માતા નસીમ બાનુ હિન્દી ફિલ્મોના બ્યુટી કવીન અને પ્રથમ મહિલા સુપરસ્ટાર અભિનેત્રી હતા
સાયરા બાનુના લગ્ન ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર સાથે 1966માં થયા હતા
* ગુજરાતી કવિ, વિવેચક અને પ્રોફેસર જયેન્દ્ર શેખાડીવાલા (જયેન્દ્ર મણીલાલ પટેલ)નો પેટલાદ તાલુકાના શેખડી ગામે જન્મ (1952)
તેમનું ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માન થયું છે
* ગુજરાતી કવિ, લેખક અને વિવેચક અશોક ચાવડાનો ભાવનગર ખાતે જન્મ (1978)
* તમિલ સિનેમામાં અભિનેતા મોહન રાવનો બેંગલુરું ખાતે જન્મ (1956)
* યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી અભિનેત્રી વાણી કપૂરનો નવી દિલ્હી ખાતે જન્મ (1988)
* મોડલ અને હિન્દી ફિલ્મ તથા ટેલિવિઝન અભિનેત્રી ગૌહર ખાનનો પુના ખાતે જન્મ (1983)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી આશા નેગીનો દેહરાદૂન ખાતે જન્મ (1989)