IMG_20230330_140043

આણંદ,વડોદરા, ભરૂચ અને એકતા નગર રેલ્વે સ્ટેશનો પર સેનેટરી પેઇડ વેન્ડીંગ મશીનો લગાવવામાં આવ્યા

આણંદ,વડોદરા, ભરૂચ અને એકતા નગર રેલ્વે સ્ટેશનો પર સેનેટરી પેઇડ વેન્ડીંગ મશીનો લગાવવામાં આવ્યા

આ મશીનો દ્વારા  સેનેટરી પેડ્સ, ફેસ માસ્ક, અને બેબી ડાયપર વગેરે મેળવી શકાશે.

આ મશીનો લગાવવા માટે સંસ્થા સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો

વડોદરા
ભારતીય રેલ્વે હંમેશા તેના મુસાફરોની મુસાફરીને સુખદ બનાવવાનો પ્રયત્ન કરે છે. આ શ્રેણીમાં વધુ એક પગલું ભરતાં, વડોદરા ડિવિઝન પર મહિલા મુસાફરોની જરૂરિયાતો અને તેમના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વડોદરા, આણંદ, ભરૂચ અને એકતાનગર સ્ટેશનો પર સેનેટરી પેઇડ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. 
આ મશીનો દ્વારા તેઓ સેનેટરી પેડ્સ તેમજ ફેસ માસ્ક, બેબી ડાયપર વગેરે મેળવી શકશે. આ મશીનો લગાવવા માટે સંસ્થા સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં રેલવે પ્રશાસનને વાર્ષિક રૂ. 1.60 લાખની આવક થશે. તેમ રેલ્વે સૂત્રો દ્વારા જણાવાયું છે