Ramoji-Rao-Focussed-on-Andh

વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા રામોજી ફિલ્મ સિટી, ઈનાડુ અખબાર, ટીવી ચેનલોનું ETV નેટવર્ક, ફિલ્મ નિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝની માલિકી ધરાવનાર રામોજી ગ્રુપના વડા રામોજી રાવ (ચેરુકુરી રામા રાવ) નો પેડાપરુપુડી ખાતે જન્મ (1936)

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે તા. 16 નવેમ્બર

Today : 16 NOVEMBER 

 પદ્મ વિભૂષણથી સન્માનિત ભારતીય ઉદ્યોગપતિ, મીડિયા ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા અને રામોજી ગ્રુપના વડા રામોજી રાવ (ચેરુકુરી રામા રાવ) નો પેડાપરુપુડી ખાતે જન્મ (1936)
જે વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા રામોજી ફિલ્મ સિટી, ઈનાડુ અખબાર, ટીવી ચેનલોનું ETV નેટવર્ક, ફિલ્મ નિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝની માલિકી ધરાવે છે 

* સાંસદ, RSS સ્વયંસેવક અને કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ તેજસ્વી સૂર્ય (લાક્ય સૂર્યનારાયણ તેજસ્વી સૂર્ય)નો બેંગલુરું ખાતે જન્મ (1990)
તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી 17મી લોકસભામાં બેંગ્લોર દક્ષિણ મતવિસ્તારના સંસદ સભ્ય તરીકે સેવા આપે છે
તેઓ 26 સપ્ટેમ્બર 2020 થી ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ છે

* ‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’ અને રાજીવ ગાંધી ખેલરત્ન’થી પુરસ્કારથી સન્માનિત ભારતનાં બેડમિન્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદનો આંધ્રપ્રદેશ રાજ્યમાં જન્મ (1973)
1980માં પ્રકાશ પદુકોણે બાદ 2001માં ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતનારા તેઓ બીજા ભારતીય ખેલાડી છે અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ચલાવે છે

* હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં  અભિનેત્રી, મૉડલ અને નૃત્યાંગના (શશીકલા) મીનાક્ષી શેષાદ્રીનો ઝારખંડ રાજ્યના ધનબાદ ખાતે જન્મ (1963)
તેણીએ 1981માં 17 વર્ષની ઉંમરે ઈવ્સ વીકલી મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતી હતી

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય, લોકસભામાં શિવગંગા માટે સંસદ સભ્ય કાર્તિ ચિદમ્બરમનો ચેન્નાઈ ખાતે જન્મ (1971)
તેમના પિતા પી. ચિદમ્બરમ દ્વારા બે વાર બેઠક જીતી હતી અને દેશના નાણાં પ્રધાન હતા 

* લોકપ્રિય નવલકથાકાર અને ફિલ્મ પટકથા લેખક ગુલશન નંદાનું મુંબઈમાં અવસાન (1985)

* સુ-કામ પાવર સિસ્ટમ્સ લિમિટેડના સ્થાપક - મેનેજિંગ ડિરેક્ટર અને ઉદ્યોગસાહસિક કુંવર સચદેવનો જન્મ (1962)

* હિન્દી અને મરાઠીમાં ભારતીય ફિલ્મ અને થિયેટર અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂનો જન્મ (1927)

* બોડો કવિ, નાટ્યકાર, સામાજિક કાર્યકર અને બોડો સાહિત્ય સભાના બીજા પ્રમુખ સતીશચંદ્ર બસુમતરીનો જન્મ (1901) 

* કમ્પ્યુટરની ‘રેમ’ સહિત અનેક શોધ માટે લોકપ્રિય જે રાઇટ ફોરેસ્ટરનું અવસાન (2016)
તે અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે જોડાયાં અને જીવનભર સેવાઓ આપી
રેમની શોધનાં મૂળમાં જે રાઇટ ફોરેસ્ટરે શોધેલી મલ્ટી કોઓર્ડીનેટ ડિજીટલી ઈન્ફર્મેશન સ્ટોરેજ ડિવાઈસ છે, ફોરેસ્ટરે પ્રથમ કોમ્પ્યુટર ગ્રાફિક, રેન્ડમ એક્સેસ મેગ્નેટિક કોર મેમરી અને સિસ્ટમ ડાયનેમિકલની શોધ પણ કરેલ છે

* ભારતીય નૌકાદળ અધિકારી, ફિલ્મ અભિનેતા, સ્ટંટ કલાકાર અને સાંસ્કૃતિક ચિહ્ન રહેલ જયન (ક્રિષ્નન નાયર)નું અવસાન (1980)
માચો ઈમેજ અને અનન્ય શૈલી માટે ખાસ કરીને પ્રખ્યાત જયન એ 150થી વધુ મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો અને તેઓ મુખ્યત્વે એક એક્શન સ્ટાર રહ્યા 

* ‘કુમારચંદ્રક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’ અને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર શિવકુમાર જોશીનો અમદાવાદમાં જન્મ (1916)

* મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ કપ -2010 વિજેતા પ્રિયાંશી સોમાણીનો સુરતમાં જન્મ (1998)

* પદ્મ ભૂષણથી સન્માનિત અને ડૉ. અગ્રવાલની આંખની હોસ્પિટલ (ચેન્નાઇ)ના સ્થાપક નેત્ર ચિકિત્સક જયવીર અગ્રવાલનું ચેન્નાઇ ખાતે અવસાન (2009) 

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા આદિત્ય રોય કપૂરનો મુંબઈમાં જન્મ (1985)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી મીરા દેવસ્થલે નો વડોદરા ખાતે જન્મ (1995)
તે ટેલિવિઝન શ્રેણી ઉડાનમાં ચકોર સિંહ રાજવંશીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે