આવકવેરા દિવસ
પદ્મભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત અને બિલિયર્ડ્સ રમતમાં ભારતને અનોખું ગૌરવ અપાવનાર પંકજ અડવાણીનો પુના ખાતે જન્મ
આજે તા. 24 જુલાઈ
આવકવેરા દિવસ
Today : 24 JULY
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
* બે વખત (1995 અને 1998) ગુજરાતના મુખ્યપ્રધાન રહેલ કેશુભાઈ પટેલનો જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં જન્મ (1928)
છ વખત ગુજરાત વિધાનસભાનાં સભ્ય રહી ચૂકેલ કેશુભાઈ પટેલ, જનતા મોરચાની બાબુભાઈ પટેલની સરકારમાં (1978-80) કૃષિમંત્રી અને ચીમનભાઈ પટેલની સરકારમાં (1990) ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન હતાં
કેશુબાપા તરીકેના હુલામણા નામથી જાણીતા કેશુભાઈ ગુજરાતમાં ભાજપને સત્તાના સિંહાસન સુધી દોરી જનારા કેશુબાપાના નામે એક ઈતિહાસ અંકિત છે
* દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મશ્રી અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમાર (હરિકિશન ગિરી ગોસ્વામી)નો પાકિસ્તાનમાં જન્મ (1937)
તેમણે બનાવેલ દેશભક્તિની ફિલ્મોના કારણે તેમને ભારતકુમાર તરીકે ઓળખવામાં આવે છે
તેમની યાદગાર ફિલ્મોમાં શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, હિમાલય કી ગોદ મે, વો કોન થી?, ગુમનામ, શોર, રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ વગેરે છે
* હિન્દુસ્તાની શાસ્ત્રીય વાંસળી સંગીતનાં મહાન ઉસ્તાદ અને પ્રણેતા પંડિત પન્નાલાલ ઘોષનો બાંગ્લાદેશમાં જન્મ (1911)
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સંગીતના સાધન તરીકે વાંસળીને લોકપ્રિય બનાવવાનો શ્રેય અને તેઓ “ભારતીય શાસ્ત્રીય વાંસળીના પાયોનિયર” પણ છે
પન્નાલાલ ઘોષ સંશોધનકાર હતા અને પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય એવાં વાંસની વાંસળી (32 ઇંચ લાંબી 7 છિદ્રો)માં એક નાના લોક સાધનનું પરિવર્તન કરનાર તે પ્રથમ વ્યક્તિ હતાં
* પદ્મભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત અને બિલિયર્ડ્સ રમતમાં ભારતને અનોખું ગૌરવ અપાવનાર પંકજ અડવાણીનો પુના ખાતે જન્મ (1985)
તે સાત વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન, બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ, એક વખત ઑસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયન, પાંચ વખત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયન અને 23 વખત નેશનલ ટાઈટલ્સ અલગ અલગ સ્તરે જીત્યાં છે
* ભારતનાં સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ, રોકાણકાર, ઈજનેર અને વિપ્રો ગ્રુપના ચેરમેન અઝીમ હાશિમ પ્રેમજીનો મુંબઇમાં જન્મ (1945)
* સન ગ્રુપના ચેરમેન અને સ્થાપક ભારતીય મીડિયા બેરોન કલાનિથિ મુરાસોલી મારનનો ચેન્નાઇ ખાતે જન્મ (1964)
તેઓ ટેલિવિઝન ચેનલો, અખબારો, સાપ્તાહિકો, એફએમ રેડિયો સ્ટેશન, ડીટીએચ સેવાઓ, ક્રિકેટ ટીમ અને મૂવી પ્રોડક્શન હાઉસ ધરાવે છે
તેમણે 2010 થી 2015 દરમિયાન ભારતીય એરલાઇન સ્પાઇસ જેટમાં પણ મોટો હિસ્સો રાખ્યો હતો
* મહારાષ્ટ્રની પ્રથમ ઓર્થોપેડિક સમર્પિત વિશેષતા હોસ્પિટલના સ્થાપક અને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણથી સન્માનિત ઓર્થોપેડિક ચિકિત્સક કાંતિલાલ એચ. સંચેતીનો જન્મ (1936)
જેમણે ભારતના પ્રથમ સ્વદેશી ઘૂંટણના પ્રત્યારોપણ, સિંધુ ઘૂંટણની શોધ કરી હતી
ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત થનાર સૌથી નાની વય (29 વર્ષની ઉંમર)ના સાંસદ અને મેઘાલયના તુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સાંસદ અગાથા કોંગકલ સંગમાનો દિલ્હી ખાતે જન્મ (1980)
* જોર્ડનના રાજવી, પાકિસ્તાનના નાગરિક, અને જોર્ડનના પ્રિન્સ હસન બિન તલાલની પત્ની પ્રિન્સેસ સર્વથ અલ-હસનનો ભારતમાં કોલકાતા ખાતે જન્મ (1947)
* એમટીવી એવોર્ડથી સન્માનિત અમેરિકન ગાયિકા, અભિનેત્રી અને નૃત્યાંગના જેનિફર (લિન એફ્લેક) લોપેઝનો જન્મ (1969)
* ભારતના પ્રથમ રાષ્ટ્રીય રેસિગ ચેમ્પિયન એલીશા અબ્દુલ્લાહનો ચેન્નાઇ ખાતે જન્મ (1989)
* ઇંગ્લેન્ડ જન્મેલ અને ફિઝિક્સના નોબેલ ઈનામથી સન્માનિત ન્યુટ્રોનના શોધક જેમ્સ ચેડવિકનું અવસાન (1974)
ચેડવિકે અણુનાં કેન્દ્રમાં રહેલા એક વધારાનાં કણને ન્યુટ્રોન નામ આપ્યું અને તેની આ શોધથી લેબોરેટરીમાં યુરેનિયમ કરતાં વધુ ભારે ધાતુઓ બનાવવી શક્ય બની
* બંગાળી સિનેમામાં લોકપ્રિય અભિનેતા ઉત્તમ કુમારનું કોલકાતા ખાતે અવસાન (1980)
40 વર્ષની કારકિર્દીમાં 800થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેત્રી શ્રીવિદ્યાનો ચેન્નાઇ ખાતે જન્મ (1953)
* 600 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર ભારતીય અભિનેત્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીની નિર્માતા ચિત્રા શેનોયનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1971)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા તથા મોટીવેશનલ સ્પીકર કર્મવીર ચૌધરીનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1963)
* બંગાળી સિનેમામાં ફિલ્મ નિર્દેશક, સંગીત નિર્દેશક અને સિનેમેટોગ્રાફર ગૌતમ ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1950)
* તામિલ સિનેમામાં સંગીતકાર, પાર્શ્વ ગાયક, અભિનેતા, ફિલ્મ સંપાદક, ગીતકાર, ઓડિયો એન્જિનિયર અને ફિલ્મ નિર્માતા વિજય એન્ટનીનો જન્મ (1975)
* ફિલ્મફેર મેગેઝિનના ભારતીય પત્રકાર સંપાદક અને એવોર્ડ શૉ આયોજક જિતેશ પિલ્લઈનો મુંબઈમાં જન્મ (1975)
* આવકવેરા દિવસ * (ભારતમાં)
બ્રિટિશ શાસન સામેની સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ દરમિયાન બ્રિટીશ શાસન દ્વારા થતાં નુકસાનની ભરપાઇ માટે સર ઇન જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં પહેલીવાર આવકવેરાની રજૂઆત 24 મી જુલાઈ, 1860 ના રોજ કરવામાં આવી હતી