images

પદ્મશ્રી, 4 વખત ફિલ્મફેર એવોર્ડ અને એક વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત બોલીવુડમાં પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલનો કર્ણાટકમાં જન્મ (1952)

તા. 27 ઓક્ટોબર

Today  : 27 OCTOBER  

તારીખ તવારીખ 

સંકલન : વિજય એમ. ઠક્કર


 પદ્મશ્રી, 4 વખત ફિલ્મફેર એવોર્ડ અને એક વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત બોલીવુડમાં પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલનો કર્ણાટકમાં જન્મ (1952)


અનુરાધાએ ક્યારેય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી ન હતી અને અનુરાધા પૌડવાલ માટે લતા મંગેશકર કોઈ ભગવાનથી ઓછા નથી, કારણ કે તેઓ તેમની તમામ સફળતાનો શ્રેય લતાજીને આપે છે
અનુરાધાએ પોતાની કારકિર્દીની શરૂઆત 1973માં અમિતાભ અને જયાની ફિલ્મ 'અભિમાન'થી કરી શ્લોકા ગીત ગાયું હતું
એક સમયે લગભગ દરેક ફિલ્મમાં અનુરાધાનું ગીત રહેતું પરંતુ તે લાંબા સમયથી સિંગિંગથી દૂર છે અને છેલ્લે તેણે 2006માં આવેલી ફિલ્મ 'જાને હોગા ક્યા'માં ગીતો ગાયા હતા
અનુરાધા પૌડવાલ નેવુંના દાયકામાં તેની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે તેના પતિ અરુણનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું
પૌડવાલે સંગીતકાર નદીમ-શ્રવણ સાથે જે મર્યાદિત ગીતો રેકોર્ડ કર્યા તે ગીતોનો ઉપયોગ 3 ફિલ્મો આશિકી, દિલ હૈ કે માનતા નહીં અને સડકમાં લેવાયા એ ત્રણેય ફિલ્મો બ્લોકબસ્ટર રહી
ટી-સિરીઝના લેબલ હેઠળ બહાર પાડવામાં આવેલ 'આશિકી' ભારતીય સંગીત ઉદ્યોગમાં ત્રીજું સૌથી વધુ વેચાતું આલ્બમ રહ્યું છે 
ભારત દેશના સૌથી લોકપ્રિય ભજન ગાયક અનુરાધા પૌડવાલના અત્યંત લોકપ્રિય છઠ ગીત યુટ્યુબ પર 47 મિલિયન વ્યુઝને વટાવી ગયા છે, ગાયત્રી ચાલીસા યુટ્યુબ પર 220 મિલિયન વ્યુઝને વટાવી ગઈ છે, શિવ અમૃતવાણી યુટ્યુબ પર સામૂહિક રીતે 250 મિલિયન વ્યુઝને વટાવી ગઈ છે અને હનુમાન અમૃતવાણીને યુટ્યુબ પર 450 મિલિયન વ્યુઝને વટાવી ગયા છે 

​* ભારતનાં 10માં (અને પ્રથમ દલિત) રાષ્ટ્રપતિ અને 9માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર કે.આર. નારાયણન (કોચરિલ રમણ નારાયણન)નો ત્રાવણકોરનાં પેરુમથાનમ ઉઝાવુરમાં જન્મ (1920)
દિલ્હીમાં પત્રકાર તરીકે થોડા સમય કામ કર્યું અને પછી ફેલોશિપની મદદથી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણવા ગયાં અને ત્યાં અર્થશાસ્ત્ર તથા પોલિટિકલ સાયન્સમાં ડિગ્રીઓ મેળવી
કેરળના ઓટ્ટાપલમથી તેઓ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં અને કેન્દ્રીય મંત્રી પદ પર પણ રહ્યા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી
તેઓ 25 જુલાઈ, 1997 થી 25 જુલાઈ, 2002 દરમ્યાન રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં અને 27 ઑક્ટોબર, 1992 થી 24 જુલાઈ, 1997 સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યાં
રાષ્ટ્રપતિ તરીકે નારાયણને સરકાર રચવા માટે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષને નહીં, પણ બહુમત હાંસલ કરી શકવા સક્ષમ પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવાની સ્વસ્થ પરંપરા ઊભી કરી હતી

* ગુરુદેવ શ્રી રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની સ્થાપનામાં મદદ કરનાર સ્વતંત્રતા સેનાની, પત્રકાર, ધર્મશાસ્ત્રી અને રહસ્યવાદી બ્રહ્મબાંધવ ઉપાધ્યાયનું અવસાન (1907) 
મહાન વિદ્વાન બ્રહ્મબાંધવ ઉપાધ્યાય હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી ભાષાઓ પર અસાધારણ નિપુણતા મેળવી હતી અને ઈંગ્લેન્ડમાં ભારતીય તત્વજ્ઞાન પર ઘણા ભાષણો આપ્યા પછીના દિવસોમાં ઘણા પત્રો સંપાદિત કર્યા અને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરણીજનક લેખો લખ્યા 

* ડોન બ્રેડમેનના યુગના મહાન ભારતીય ક્રિકેટર વિજય મર્ચન્ટ (વિજયસિંહ માધવજી ઠાકર્સી )નું અવસાન (1987)
જમણેરી બેટ્સમેન અને બોલર વિજય મર્ચન્ટે ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત 1933-34માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમવાનું શરુ કર્યું અને 1952 સુધીમાં 10 ટેસ્ટમાં 3 સદી, શ્રેષ્ઠ 154 અને 47ની સરેરાશ સાથે 859 રન કર્યા 
ક્રિકેટર ઉપરાંત મર્ચન્ટ કુશળ વહીવટકર્તા અને ક્રિકેટનાં વિવેચક અને કોમેન્ટેટર તરીકે તેમનો "ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટ" કાર્યક્રમ ઘણો લોકપ્રિય થયો હતો
તેમની સ્મૃતિમાં અન્ડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી રમાય છે

* યુનાઇટેડ સ્ટેટ્સના 26મા પ્રમુખ તરીકે (1901-09) સેવા આપનાર રાજકારણી, સૈનિક, સંરક્ષણવાદી, પ્રકૃતિવાદી, ઇતિહાસકાર અને લેખક થિયોડોર રૂઝવેલ્ટ જુનિયર (ટેડી)નો જન્મ (1858)

* ભારતીય ક્રિકેટર (29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી-20 રમનાર) ઈરફાન પઠાણનો વડોદરા ખાતે જન્મ (1984)

* ભારતીય-અમેરિકન ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી સુનિથા રાવનો અમેરિકામાં જન્મ (1985)
જેમણે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને કારકિર્દીમાં આઈટીએફ સર્કિટ પર આઠ ડબલ્સ ટાઇટલ જીત્યા

* ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર દિબયેન્દુ બરુઆનો કોલકાતામાં જન્મ (1966)
ત્રણ વખત ભારતીય ચેસ ચેમ્પિયન દિબયેન્દુ, વિશ્વનાથન આનંદ પછી બીજા ભારતીય, નિયાઝ મુર્શેદ પછી બીજા બંગાળી અને નિયાઝ અને આનંદ પછી ત્રીજો દક્ષિણ એશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર છે
માત્ર 12 વર્ષની ઉંમરે, ભારતીય ચેસ ચેમ્પિયનશિપમાં સૌથી નાની વયે ભાગ લેનાર ખેલાડી બન્યો અને 1982માં, બરુઆએ લંડનમાં તત્કાલીન વિશ્વના બીજા નંબરના વિક્ટર કોર્ચનોઈને હરાવ્યા હતા

* સંખ્યા સિદ્ધાંત અને બીજગણિત ભૂમિતિના ક્ષેત્રોમાં કામ કરનાર ભારતીય ગણિતશાસ્ત્રી ચક્રવર્તી પદ્મનાભન રામાનુજમનું અવસાન (1974) 

* બંગાળી લોકગીતના સંગીતકાર અને ગાયક અબ્બાસુદ્દીન અહેમદનો જન્મ (1901)

* અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થિયોડર રુઝવેલ્ટનો જન્મ (1858)
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ મેકિન્લી પર ઘાતક હુમલાનાં બે દિવસ બાદ તેઓ મૃત્યુ પામ્યાં અને તેમનાં સ્થાને થિયોડોર રુઝવેલ્ટની વરણી અમેરિકાનાં 26માં રાષ્ટ્રપ્રમુખ તરીકે (1901-1909) કરવામાં આવી 
રુઝવેલ્ટને રૂસો-જાપાનીઝ વૉરમાં મધ્યસ્થી બનીને શાંતિપ્રક્રિયાને વેગ આપવા માટે 1906માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં  

* સ્વતંત્રતા કાર્યકર્તા મૃદુલાબેન સારાભાઈનું અવસાન (1974)
અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીનાં આઠ બાળકોમાંના એક અને વિક્રમ સારાભાઈનાં બહેનએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનાં મહિલા મોરચામાં નેતૃત્વ કર્યું તથા સ્વતંત્રતાની લડતોમાં ભાગ લઇ ઘણીવાર જેલવાસ ભોગવ્યો 

* સીવણ મશીનની રચનામાં મહત્વપૂર્ણ સુધારો કરનાર, પ્રથમ અમેરિકન મલ્ટિનેશનલ બિઝનેસમાં સિંગર સીવિંગ મશીન કંપનીનાં સ્થાપક, શોધક, અભિનેતા અને ઉદ્યોગપતિ આઇઝેક મેરિટ સિંગરનો જન્મ (1811)

* ભારતીય ક્રાંતિકારી આંદોલનનાં તેજસ્વી ક્રાંતિકાર જતીનદાસ (જતીન્દ્રનાથ બંકિમ બિહારી દાસ)નો કલકત્તામાં જન્મ (1904)

* હિન્દી અને ઉર્દૂ ભાષાના કવિ, લેખક અને વ્યંગકાર ભુપેન્દ્ર નાથ કૌશિક ફિકરનું અવસાન (2007)

* હિન્દી, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનેતા પ્રદીપ કુમારનું અવસાન (2001)
1950 અને 60ના દાયકામાં જ્યારે ફિલ્મ નિર્માતાઓને તેમની ફિલ્મો માટે રાજા, મહારાજા, રાજકુમાર કે નવાબના રોલની જરૂર પડતી ત્યારે પ્રદીપ કુમારને યાદ કરવામાં આવતા અને આજે પણ દર્શકો તેમના ઉત્કૃષ્ટ અભિનયથી શણગારેલી ‘અનારકલી’, ‘તાજમહલ’, ‘બહુ બેગમ’ અને ‘ચિત્રલેખા’ જેવી ફિલ્મોને ભૂલ્યા નથી
પ્રદીપ કુમારની સિને કારકિર્દીમાં, મીના કુમારી સાથે તેમની જોડી ખૂબ જ મજબૂત બની અને યાદગાર ‘અદલે જહાંગીર’, ‘બંધન’, ‘ચિત્રલેખા’, ‘બહુ બેગમ’, ‘ભીંગી રાત’, ‘આરતી’ અને ‘નૂરજહાં’ ફિલ્મો આપી 

* બોલિવૂડ ફિલ્મોમાં પાત્ર અભિનેતા સત્યેન્દ્ર કપૂરનું અવસાન (2007)

* ભારતીય ફિલ્મ લેખક અને નવલકથાકાર રણબીર પુષ્પનો જન્મ (1959)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા મોહન કપૂરનો જન્મ (1965)

* ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગપતિ ગોપાલકૃષ્ણન પદ્મનાભન પિલ્લઈનો જન્મ (1967)
 
* હિન્દી ફિલ્મ - ટેલિવિઝન અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સુદેશ લેહરીનો જન્મ (1968)
B
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ પૂજા બત્રાનો જન્મ (1976)