gujarat uni

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા રાજનેતા અને ઉદ્યોગપતિઓએ જાણો કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

Today- 23 NOVEMBER 

આજે : તા. 23 નવેમ્બર

આજે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ (1949)

આજે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ છે.23 નવેમ્બર,1949ના દિવસે ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી હતી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા રાજનેતા અને ઉદ્યોગપતિઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

* ભારતીય ગુરુ અને પરોપકારી સત્ય સાઈ બાબા (રત્નાકરમ સત્યનારાયણ રાજુ)નો જન્મ (1926)
ચૌદ વર્ષની ઉંમરે તેમણે દાવો કર્યો કે તે શિરડી સાંઈ બાબાનો પુનર્જન્મ છે અને તેમના ભક્તોની સેવા કરવા માટે તેમનું ઘર છોડી દીધું હતું 
સાઈ બાબાના આસ્થાવાનોએ તેમને ચમત્કારિક ઉપચાર, પુનરુત્થાન, દાવેદારી, બાયલોકેશનના અહેવાલો સાથે વિભૂતિ (પવિત્ર રાખ) અને અન્ય નાની વસ્તુઓ જેમ કે વીંટી, હાર અને ઘડિયાળના ભૌતિકીકરણ જેવા ચમત્કારોનો શ્રેય આપ્યો હતો અને કથિત રીતે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ હતાઅને  તેમના ભક્તો તેને તેમના દેવત્વના સંકેતો માને છે 
સભ્યોને આધ્યાત્મિક ઉન્નતિના સાધન તરીકે સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનાવવા તેમના દ્વારા સત્ય સાંઈ સંસ્થાનની સ્થાપના કરવામાં આવેલ, જેના 126 દેશોમાં 1,200 થી વધુ સત્ય સાઈ કેન્દ્રો (શાખાઓ) ધરાવે છે, જે સંસ્થા દ્વારા, સત્ય સાઈ બાબાએ મફત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને જનરલ હોસ્પિટલો, ક્લિનિક્સ, પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, એક યુનિવર્સિટી, ઓડિટોરિયમ, આશ્રમ અને શાળાઓનું નેટવર્ક સ્થાપ્યું છે

* જહાજોના ઉત્પાદન માટે વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી સ્થાપનાર તથા દેશને ઉદ્યોગોના સ્તરે અપગ્રેડ કરવામાં અને વિદેશીઓનો સામનો કરવામાં અગ્રેસર ભારતીય ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદનો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં જન્મ (1882)
જળ, જમીન અને હવાઈક્ષેત્રે પહેલ કરનાર એ પ્રથમ ગુજરાતી હતાં
વાલચંદ શેઠે 1919માં દેશ-પરદેશ માલ અને મુસાફરોનાં પરિવહન માટે ‘સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની’ સ્થાપી અને આ ક્ષેત્રમાંના જહાજ માલિકોની જરૂરિયાત માટે તેમણે ‘હિન્દુસ્તાન શિપયાર્ડ’ની સ્થાપના કરી, પાછળથી ભારત સરકાર દ્વારા શિપયાર્ડનું રાષ્ટ્રીયકરણ કરાયું. આધુનિક જહાજો બાંધનાર તેઓ સૌ પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ માનવામાં આવે છે.
તેમણે 1940માં ભારતમાં વિમાન અને વિમાનનાં સ્પેરપાર્ટ્સ બનાવનાર પ્રથમ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સની સ્થાપના બેંગલોરમાં કરી
જમીન પરનાં પરિવહન માટે તુલસીદાસ કિલાચંદ અને ધરમશી ખટાઉની ભાગીદારીમાં મુંબઈ નજીક ‘પ્રીમિયર ઓટોમોબાઈલ્સ’ની સ્થાપના કરી અને 1949માં પ્રથમ કાર બનાવી
ફિલ્મ ઉત્પાદન માટે મુંબઈમાં તેમણે વાલચંદ સ્ટુડિયો સ્થાપ્યો, વીમા ક્ષેત્રે 1937માં તેમણે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપી 

* ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, વનસ્પતિ-વિજ્ઞાની, પુરાતત્વવિદ્ અને વૈજ્ઞાનિક કથાઓ લખનારા ભારતીય લેખક તરીકે વિશ્વભરમાં નામના પામેલા જગદીશચંદ્ર બોઝનું અવસાન (1937)
જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનનાં પિતામહ ગણવામાં આવે છે, માર્કોનીની શોધનાં બે વર્ષ અગાઉ તેમણે રેડિયો તરંગો અને સંચારની પદ્ધતિ શોધી હતી
જગદીશચંદ્રને કોમ્પેનિયન ઑફ ઓર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ધ ઈન્ડિયન એમ્પાયર, કોમ્પેનિયન ઑફ ઓર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ધ ઈન્ડિયા, નાઈટ બેચલર, સર સહિતની અનેક સન્માનીય ઉપાધિઓ એનાયત કરવામાં આવી અને તેઓ રોયલ સોસાયટીનાં ફેલો હતાં

* હિન્દી - બંગાળી ફિલ્મોના પ્લેબેક સિંગર અને પ્રખ્યાત શાસ્ત્રીય કલાકાર ગીતા દત્ત (રોય)નો બાંગ્લાદેશનાં ઢાકા શહેરમાં જન્મ (1930)
‘ભક્ત પ્રહલાદ’ ફિલ્મમાં પ્રથમ વખત પાર્શ્વગાન કરી પર્દાપણ કર્યા પછી જોગન, અનારકલી, આરપાર, પ્યાસા, કાગજ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલાબ ફિલ્મમાં ગીતા ગાયાં હતાં. ‘સુજાતા’ નું ગીત 'તુમ જિયો હજારો સાલ' જન્મદિનની પાર્ટીઓમાં સદૈવ ગુંજયા કરે છે 
ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’માં ગીતા દત્તે ગીતો ગાયા, તેમના ‘વાવડીનાં પાણી ભરવા ગ્યા તા’ તેમજ ‘ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો' આ ગીતો ગુજરાતી પ્રજાએ મનભરીને માણ્યા છે
તેમણે પોતાની સ્વરયાત્રા દરમિયાન અભિનેતા ગુરુદત્ત સાથે લગ્ન કર્યા હતા

* આસામ ચળવળના નેતા પ્રફુલ્લ કુમાર મહંતાનો જન્મ (1952)

* ભારતીય મૂળના બંગાળી અને અંગ્રેજી લેખક અને વિદ્વાન નીરદ ચંદ્ર ચૌધરીનો કિશોરગંજમાં જન્મ (1897)
જેમનું છેલ્લું પુસ્તક 'થ્રી હોર્સમેન ઓફ ધ ન્યૂ એપોકેલિપ્સ' તેમના સોમા જન્મદિવસના થોડા દિવસો પહેલા પ્રકાશિત થયું હતું

* ભારતીય રસોઇયા, રેસ્ટોરેચર અને મીડિયા વ્યક્તિત્વ કુમાર મહાદેવનનો જન્મ (1959)

* મરાઠી લેખક અને પત્રકાર કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકરનો મહારાષ્ટ્રનાં સાંગલીમાં જન્મ (1872)

* એટમિક નંબરનાં પ્રણેતા અને ભૌતિકશાસ્ત્રી મોસેલીનો ઇંગ્લેન્ડમાં જન્મ (1887)

* પદ્મ ભૂષણથી સન્માનિત ઉર્દૂ અને હિન્દીમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓના લેખક કૃષ્ણચંદરનો પાકિસ્તાનમાંમાં જન્મ (1914)

* હિન્દી ફિલ્મ નિર્દેશક, ટીવી પ્રસ્તુતકર્તા, હાસ્ય કલાકાર અને અભિનેતા સાજિદ ખાનનો જન્મ (1970)
 
* બ્રિટિશ ફિલ્મ બ્રિક લેનમાં તેમના અભિનય માટે પશ્ચિમમાં સૌથી વધુ જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શક તનિષ્ઠા ચેટર્જીનો જન્મ (1980)
 
* યે હૈ મોહબ્બતેમાં રમણ કુમાર ભલ્લાની ભૂમિકા માટે જાણીતા હિન્દી ટેલિવિઝન અભિનેતા કરણ પટેલનો જન્મ (1983)