દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડન નો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 17 ફેબ્રુઆરી : 17 February
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
વિખ્યાત બાસ્કેટ બોલ ખેલાડી અને બિઝનેસમેન માઈકલ જોર્ડનનો આજે જન્મદિવસ
વિખ્યાત બાસ્કેટ બોલ ખેલાડી અને બિઝનેસમેન માઈકલ જોર્ડનનો અમેરિકામાં જન્મ (1963)
* દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર - ક્રિકેટર (114 ટેસ્ટ અને 228 વન ડે અને 78 ટી20 રમનાર) એ બી ડિવિલર્સનો જન્મ (1984)
આધુનિક ક્રિકેટમાં આ નામ સૌથી વધુ ગૌરવ સાથે લેવામાં આવે છે, તે લાંબા સમયથી ટેસ્ટ અને વન ડે મેચમાં શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયા છે
* મહારાષ્ટ્રથી કોંગ્રેસના પૂર્વ સાંસદ, હાલ એનસીપીના રાજકીય આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલનો નડિયાદ ખાતે જન્મ (1957)
તેઓ ફૂટબોલ સંઘના અધ્યક્ષ પણ છે
* અંગ્રેજી ફિલ્મોના અભિનેત્રી અને અમેરિકાના હોટલ ઉદ્યોગપતિના દિકરી પેરીસ હિલ્ટનનો ન્યૂયોર્ક ખાતે જન્મ (1981)
* ભારતના 29મા રાજ્ય તેલંગણાના પ્રથમ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો જન્મ (1954)
* ભારતની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપનાર જી ટી નાણાવટીનો જંબુસર ખાતે જન્મ (1935)
તેઓ 1984ના શિખ વિરોધી રમખાણ અને ગોધરા રમખાણ માટેની તપાસ કમિશનના વડા હતા
* સ્વાતંત્ર્યસેનાની અને બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનું અવસાન (1988)
તેમણે ડિસેમ્બર, 1970 થી જૂન, 1971 અને ડિસેમ્બર, 1977 થી એપ્રિલ, 1979 સુધી બિહારનાં મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવી
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક રવિ ટંડનનો આગરા ખાતે જન્મ (1935)
તેમની યાદગાર ફિલ્મોમાં ખેલ ખેલ મે, અનહોની, નઝરાના, મજબૂર, ખુદ્દાર વગેરે છે
તેમની દીકરી રવિના ટંડન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી છે
* ભારતના કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1987)
* ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા (2004-07) રહેલ અર્જુન મોઢવાડિયાનો પોરબંદર ખાતે જન્મ (1957)
* પૂર્વ સાંસદ (પાટણના) લીલાધર વાઘેલાનો મહેસાણા ખાતે જન્મ (1935)
* ઓસ્ટ્રેલિયા એ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઐતિહાસિક 214 રનનો ઢગલો (ન્યૂઝીલેન્ડ સામે) ખડકી દીધો (2005)
જેમાં રિકી પોન્ટિંગ 98 રન સાથે નોટ આઉટ રહ્યા અને મેન ઓફ ધ મેચ જાહેર થયા
* શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પ્રવેશ આપવામાં આવ્યો અને પહેલી ટેસ્ટ મેચ (ઈંગ્લેન્ડ સામે) રમવાનો આરંભ થયો (1982)
આ સાથે શ્રીલંકા ટેસ્ટ મેચ રમનાર ૮મો દેશ બન્યો અને આ પહેલી ટેસ્ટ મેચ શ્રીલંકા હાર્યુ હતું
* હિન્દી નવલકથાકાર વેદ પ્રકાશ શર્માનું મેરઠ ખાતે અવસાન (2017)
તેમણે 175થી વધુ નવલકથા લખી છે
* પૂર્વોત્તરના નાગાલેન્ડના ક્રાન્તિકારી આગેવાન રાણી ગ્લાઈનલ્યૂનું અવસાન (1998)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અરુણોદય સિંગનો જન્મ (1983)
>>>> સ્વાતંત્રતા મોંઘી જણસ જેવી હોય છે. તેને મેળવવા માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે, અને એકવાર મળી જાય પછી, તે છીનવાઈ ન જાય તે માટે તેનું જતન કરવું પડે છે. સ્વતંત્રતાની પાછળ એક સંઘર્ષ હોય છે, બલિદાન હોય છે. સ્વતંત્રતા માણસના જીવનને બહેતર બનાવવા માટેની અનિવાર્ય શરત છે. એટલા માટે એ કિંમતી હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)