કારગિલ વિજય દિવસ
આજે તા. 26 જુલાઈ
Today : 26 JULY
કારગિલ વિજય દિવસ
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
* કારગિલ વિજય દિવસ *
ભારતીય સેનાએ હિમ્મત, સાહસ અને બલિદાનને કારણે કારગિલમાં પાકિસ્તાનને ભૂમિ-યુધ્ધમાં હરાવીને ત્યાં ટાઇગર હીલ પર ત્રિરંગો લહેરાવ્યો
મેમાં શરૂ થયેલું આ યુદ્ધ 26 જુલાઈ 1999 ના રોજ સત્તાવાર રીતે સમાપ્ત થયું અને ઐતિહાસિક વિજય મેળવ્યો એ ‘ઓપરેશન વિજય’ નામનાં આ મિશનમાં 527 ભારતીય વીર સપૂતોએ પોતાના પ્રાણ દેશ માટે ન્યોચ્છાવર કરી દીધા હતાં
* પદ્મ ભૂષણથી સન્માનિત ગુજરાતનાં ચિત્રકાર તૈયબ મહેતાનો ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મ (1925)
કરિયરની શરૂઆતનાં સમયમાં મહેતાએ સિનેમેટોગ્રાફર તરીકે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું, તેઓ ચિત્રકારની સાથે સારાં સિનેમેટોગ્રાફર પણ હતાં
તૈયબ મહેતાની ચિત્રકળાની સ્ટાઈલ ફ્રેન્સીસ બેકોનથી ખૂબ ઇન્સ્પાયર હતી અને તેઓ કન્ટેમ્પરરી આર્ટનાં ખૂબ આગ્રહી રહ્યા તથા પોતે પણ કન્ટેમ્પરરી આર્ટ કરતા હતાં
તેમનું બનેલું ઇન્ડિયન પેઇન્ટિંગ 15 મિલિયનમાં વેચાયું હતું, જ્યારે કાલી 10 મિલિયનમાં વેચાયું અને 2005માં તૈયબ મહેતાનું ચિત્ર 31 મિલિયનમાં વેચાયું હતું
* જિનેટિક્સ, ન્યુરોબાયોલોજી અને ડ્રોસોફિલિયા જેવાં વિજ્ઞાનનાં વિષયો ઉપર અનેક સંશોધન કરનાર અને પદ્મ વિભૂષણ તથા પદ્મ ભૂષણથી સન્માનિત ભારતનાં જીવવિજ્ઞાની ઉબેદ સિદ્દીકીનું બેંગલુરું ખાતે અવસાન (2013)
* પદ્મ વિભૂષણથી સન્માનિત અમેરિકન અર્થશાસ્ત્રી અને કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર - કાયદાના પ્રોફેસર જગદીશ ભગવતીનો ભારતમાં મુંબઈમાં જન્મ (1934)
* નાગરિક અધિકારો અને સ્વતંત્રતા કાર્યકર્તા અને ગાંધીવાદી માલતી ચૌધરીનો કોલકાતા ખાતે જન્મ (1904)
* અષ્ટાંગ યોગ તરીકે ઓળખાતી યોગની વિન્યાસ શૈલી વિકસાવી અને લોકપ્રિય બનાવનાર ભારતીય યોગ શિક્ષક અને સંસ્કૃત વિદ્વાન કે. પટ્ટાભી જોઈસનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1915)
* સાહિત્યના નોબેલ પારિતોષિક અને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત મહાન નાટ્યકાર (નાટ્ય સમ્રાટ) જ્યોર્જ બર્નાર્ડ શોનો આયર્લેન્ડમાં જન્મ (1856)
‘ધ વિડોઅર્સ હાઉસીસ’ નામનું પ્રથમ નાટક પ્રકાશિત થતાં જ એમને સફળતા મળવા લાગી હતી. ‘મેન ઑફ ડેસ્ટીની’, ‘મેન એન્ડ સુપરમેન’, ‘સેન્ટ જોન’ વગેરે કૃતીઓથી તેઓ વિશ્વવિખ્યાત બની ગયાં
ઇતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય સંશોધન કરી ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને વૈશ્વિક પ્રસિદ્ધી અપાવનાર 'ભારતશાસ્ત્રી' રાજેન્દ્રલાલ મિત્રાનું કોલકાતામાં અવસાન (1991)
* બૉલીવુડ ફિલ્મોમાં બાળકલાકાર સમયથી લોકપ્રિય અભિનેતા, મૉડલ, નિર્માતા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક જુગલ હંસરાજનો મુંબઈમાં જન્મ (1972)
* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત, પ્રાચીન ભારતીય સંગીતના સાધન વિચિત્રા વીણાના ઘાતાક ગોપાલ ક્રિષ્નનો હરિયાણા રાજ્યમાં જન્મ (1926)
* બોલીવુડ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ મુગ્ધા ગોડસેનો પુના ખાતે જન્મ (1986)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી દીપિકા સિંહનો દિલ્હી ખાતે જન્મ (1989)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા બી. આર. પંથુલુનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1910)
* મોડલ અને હિન્દી ફિલ્મ અભિનેત્રી સુમન રંગનાથનનો બેંગલુરું ખાતે જન્મ (1974)
* હિન્દી ટીવી અને ફિલ્મ અભિનેત્રી માહિકા શર્માનો હરિયાણા રાજ્યમાં જન્મ (1994)
* બંગાળી સિનેમામાં કામ કરતી ચર્ચાસ્પદ અભિનેત્રી (રીતુપર્ણ) રી સેનનો કોલકાતા ખાતે જન્મ (1978)
* બૉલીવુડ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન "કુલી" ફિલ્મ માટે ફાઇટ સીન ફિલ્માવતા ઘાયલ થયા (1982)
* અમેરિકાની ગુપ્તચર સંસ્થા ‘ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન’(એફબીઆઈ)ની સ્થાપના કરાઈ (1908)
* અમદાવાદમાં 21 બોમ્બ વિસ્ફોટમાં 56 લોકોનાં મોત (2008)