BJP_2_20190812_402_602

આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બબિતા ફોગાટનો આજે જન્મદિવસ

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે તા. 20 NOVEMBER

Today : તા. 20 નવેમ્બર

આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બબિતા ફોગાટનો આજે જન્મદિવસ

* ભારતીય મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ બબીતા ​​ફોગાટનો હરિયાણાના ભિવાની જિલ્લામાં જન્મ (1989)
જેણે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, 2012 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, 
બબીતા ​​ફોગાટ કોમનવેલ્થ ગેમ્સ વિજેતા ગીતા ફોગટની બહેન છે
તેમના પિતાના જીવન ઉપર આમિર ખાન એ દંગલ ફિલ્મ બનાવી છે 

* ઇન્કિલાબી અને રોમેન્ટિકર સિક ભાવના સંયોજનને કારણે તેમની ક્રાંતિકારી રચનાઓ માટે જાણીતા કવિ ફૈઝ અહમદ ફૈઝનું લાહોરમાં અવસાન (1984) 
લશ્કર, જેલ અને દેશનિકાલમાં રહેતા ફૈઝે ઘણી નઝમ, ગઝલો લખી અને આધુનિક પ્રગતિશીલ યુગની રચનાઓને ઉર્દૂ કવિતામાં મજબૂત બનાવનાર ફૈઝ નોબેલ પુરસ્કાર માટે પણ નોમિનેટ થયા હતા ને જેલ દરમિયાન લખાયેલી તેમની કવિતા ‘જિંદા-નામા’ ખૂબ જ પસંદ કરવામાં આવી

* અનેક વિષયોના વિદ્વાન, વિચારક અને કવિ અને  હિન્દી સાહિત્યને અનેક શબ્દકોશો આપનાર શ્યામ બહાદુર વર્માનું દિલ્હીમાં અવસાન (2009) 

* ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી, પશ્ચિમ બંગાળના રાયગંજ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રિયા રંજન દાસમુંસીનું અવસાન (2017 ) 

* મૈસુર રાજ્યના શાસક અને રોકેટ આર્ટિલરીના પ્રણેતા ટીપુ સુલતાન (ફતેહઅલી હૈદરઅલી ખાન)નો દેવાનહલ્લીમાં જન્મ (1750) 

* મૈસુર રાજ્યના રાજવી ગુરુ અને મૈસુરના મહારાજા જયચમરાજેન્દ્ર વાડિયારના અંગત ગુરુ શ્રી શિલ્પી સિદ્ધાન્તિ સિદ્ધલિંગ સ્વામીનો જન્મ (1885)

* ક્રિસ્ટલોગ્રાફિક ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપીનાં શોધક અને કેમેસ્ટ્રીનું નોબેલ ઇનામથી સન્માનિત એરોન કલગનું અવસાન (2018) 

* વિશ્વવિખ્યાત રશિયન સાહિત્યકાર લિયો ટૉલ્સટોય(લેવ નિકોલવીચ ટૉલ્સટોય)નું અવસાન (1910)

* ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નો અમરેલી જિલ્લાનાં ચાવંડ ગામમાં જન્મ (1867)

* સ્કોટિશ રાજકારણી, ઇતિહાસકાર અને બ્રિટીશ ભારત સરકાર સાથે સંકળાયેલ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીન્સ્ટન્ટનું ઈંગ્લેન્ડમાં અવસાન (1859)
તેઓ બોમ્બે સ્ટેટનાં રાજ્યપાલ તરીકે 1 નવેમ્બર, 1819 થી 1 નવેમ્બર 1827 દરમ્યાન રહ્યાં, જ્યાં તેમને ભારતીય વસ્તીમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો શ્રેય મળ્યો, તેમને ભારતમાં રાજ્ય શિક્ષણ પ્રણાલીનાં સ્થાપક માનવામાં આવે છે અને તેમની મુખ્ય સિદ્ધિઓમાંની એક ‘એલ્ફિન્સ્ટન કોડ’નું સંકલન હતું

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને ફોટો મોડલ શિલ્પા શિરોડકરનો જન્મ (1969)

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને નિર્માતા તુષાર કપૂરનો જન્મ (1976)

* બોલિવૂડ, મરાઠી અને આસામી ફિલ્મો તેમજ ટેલિવિઝનમાં અભિનેત્રી સુહાસિની મુલેનો જન્મ (1950)
 
* પ્યાર કી યે એક કહાનીમાં પિયાની ભૂમિકા માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી સુકીર્તિ કંદપાલનો જન્મ (1987)

* તમિલ ફિલ્મોમાં અભિનેત્રી સાઈ ધનશિકાનો જન્મ (1989)

* તમિલ સિનેમામાં અભિનેતા મદ્રાસ કંડાસ્વામી રાધાકૃષ્ણનનો જન્મ (1910)