ઈન્ટરનેશનલ રોકસ્ટાર ગાયિકા શકિરાનો આજે જન્મદિવસ
આજના દિવસની વિશેષતા
આજે તા. 2 ફેબ્રુઆરી 23
Today : 2 February 23
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
ઈન્ટરનેશનલ રોકસ્ટાર ગાયિકા શકિરાનો આજે જન્મદિવસ
ઈન્ટરનેશનલ રોકસ્ટાર ગાયિકા શકિરાનો કોલમ્બિયામાં જન્મ (1977) તેમને લેટિન મ્યુઝિકના ક્વીન માનવામાં આવે છે
તેમના મ્યુઝિક આલ્બમના વેચાણની સંખ્યા 8 કરોડથી વધુ થઈ ગઈ છે કોઈ કલાકારના આલ્બમ સહજ વેચાણ થવાનો રેકોર્ડ અત્યાર સુધીના સમય માટે આ કલાકાર સાથે નોંધાયો છે
* પદ્મ વિભૂષણથી સન્માનિત પત્રકાર, લેખક, સંપાદક ખુશવંત સિંહનો જન્મ (1915)
તેમની ટ્રેન ટુ પાકિસ્તાન નોવેલ ખૂબ જાણીતી બની
ઓપરેશન બ્લ્યૂ સ્ટારના વિરોધમાં તેમણે પદ્મ ભૂષણ સન્માન પરત કરેલ
* સુઝલોન એનર્જી કંપનીના સ્થાપક ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તુલસી તંતીનો રાજકોટ ખાતે જન્મ (1958)
* ભારતના પ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (1947-57) અમ્રિત કૌરનો લખનૌ ખાતે જન્મ (1887)
* ભોપાલથી સાંસદ સાધ્વી પ્રગ્યાસિંગ ઠાકુરનો મધ્ય પ્રદેશમાં જન્મ (1970)
* 'પદ્મશ્રી'થી સન્માનિત કૃષિ આગેવાન સુભાષ પાલેકરનો વિદર્ભમાં જન્મ (1949)
* ભોજપુરી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા, ગાયક નિરુઆ (દિનેશલાલ યાદવ)નો ઉત્તર પ્રદેશના ગાજીપુર ખાતે જન્મ (1979)
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક તાહિર હુસેનનું અવસાન (2010)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા વિજય અરોરાનું અવસાન (2007)
* ગુજરાતી લેખક રામ મોરીનો ભાવનગર જિલ્લાના શિહોર ખાતે જન્મ (1993)
* હિન્દી ફિલ્મોના સંગીતકાર પંડિત શિવરામનું અવસાન (1980)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી શમિતા શેટ્ટીનો મેેંગલુરુ ખાતે જન્મ (1979)
* મલયાલમ ફિલ્મોમાં અભિનેતા, લેખક, નાટ્યકાર પી. બાલાચંદરનો જન્મ (1952)