1

ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 25 જાન્યુઆરી : 25 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો આજે જન્મદિવસ 

ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, જમણેરી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો રાજકોટમાં જન્મ (1988)
ઈ.સ.2005માં અંડર-19ની મેચ રમવા 17 વર્ષનાં નિકળ્યા ત્યારે માતા સાથે ફોન પર વાત કરી કહ્યું કે, તે પિતાને કહી દે કે પોતે મેચ રમવા માટે નિકળી રહ્યો છે અને તે પાછો ફરે ત્યારે પિતા લેવા માટે આવી જાય અને બીજા દિવસે પુજારા મેચ માટે સ્ટેડિયમમાં પહોંચ્યો અને તેમની માતાની અવસાનની ખબર આવી હતી
ઉચ્ચસ્તરની ક્રિકેટ રમી ચૂકેલા પિતા અરવિંદ પૂજારાની અનુસાસિત કોચિંગે ચેતેશ્વરને ધીરજવાન અને સફળ બેટ્સમેન બનાવ્યો 
પુજારાની ભારતીય ટેસ્ટ ટીમમાં ભૂમિકા તે જ છે, જે એક સમયે રાહુલ દ્વવિડ 'ધ વોલ'ની હતી

* ગ્વાલિયરના રાજમાતા વિજ્યા રાજે સિંધિયા (લેખા દિવ્યેશવરી દેવી)નું અવસાન (2001)

* બોલિવૂડના ગાયિકા કવિતા કૃષ્ણમુર્તિનો દિલ્હી ખાતે જન્મ (1958)

* સૂર્યમાળામાં શોધાયેલા અત્યાર સુધીના 5058 ધૂમકેતુઓ પૈકી સૌથી વધુ જાણીતો બનેલ (અને દર 75 વર્ષે પૃથ્વી પરથી દેખાતા) હેલીનો ધૂમકેતુનાં શોધક ખગોળશાસ્ત્રી એડમન્ડ હેલીનું યુકેમાં અવસાન (1742)
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૂગોળનાં પ્રોફેસર રહેલા હેલીએ દરિયાનાં પેટાળમાં સંશોધન કરવા માટે ડાઈવિંગ બેલ્સ પણ શોધેલ

* ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’, ‘ગૌરવ પુરસ્કાર’, ‘ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક’થી સન્માનિત ગુજરાતી બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર રમણલાલ પીતાંબરદાસ સોનીનો મોડાસાનાં કોકાપુર ગામમાં જન્મ (1908)
વર્ષ 1952 થી 1957 સુધી તેઓ મુંબઈ ધારાસભાનાં સભ્ય રહ્યાં

* એફએમ રેડિયો એટલે ફિકવન્સી મોડ્યુલ માટેના એન્ટનાની અને માઇક્રોવેવ ટેક્નોલોજીના પાયાના વિજ્ઞાની એલ્ડ્રયું આલ્ફોર્ડનું માસાચ્યુસેટસટનાં વિન્ચેસ્ટર ખાતે અવસાન (1992)
લાંબી રેન્જનાં રડાર અને વિમાનોની સલામતી માટેનાં વિવિધ સંશોધનોમાં તેનું મોટું યોગદાન રહ્યુ

* ‘કેમિસ્ટ્રીનાં પિતામહ’ કહેવાતા વિજ્ઞાની રોબર્ટ બોઈલનો આયર્લેન્ડનાં કાઉન્ટી વોટરફોર્ડમાં આવેલા લિસ્મોર કેસલ ખાતે જન્મ (1627)
વાયુનાં જથ્થા અને દબાણ વચ્ચેનાં સંબંધ અંગે નિયમ શોધેલો જે બોઈલનો સિદ્ધાંત કહેવાય છે
બોઈલ વિવિધ ધાતુઓનાં મિશ્રણથી નવી ધાતુ બનાવવામાં નિષ્ણાત હતાં અને તે માટે વિશ્વપ્રસિધ્ધ બન્યાં 

* ગુજરાતી નાટકો તથા ફિલ્મો અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી પદમારાણીનો પુના ખાતે જન્મ (1937)

​* પાકિસ્તાનમાં જન્મેલ અને  સાહિત્ય અકાદમી ફેલોશિપ તથા  સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત હિન્દી લેખિકા ક્રિષ્ના સોબતીનુું દિલ્હી ખાતે અવસાન (1925)

* હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો (1971) 
આ રાજયની બે રાજધાનીઓ પૈકી ઉનાળામાં શિમલા અને શિયાળામાં ધર્મશાળા ખાતે ચલાવવામાં આવે છે 
તા. 1 નવેમ્બર 1956 થી તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો

* અક્ષયકુમાર, શાંતિપ્રિયા, રાખી, મુકેશ ખન્ના, આર્યમન રામસે, અમિતા નાંગીયા, રૂપા ગાંગુલી અને પેન્ટલ અભિનિત રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ 'સૌગંધ' રિલીઝ થઈ (1991)
ડિરેક્શન: રાજ એન. સિપ્પી
સંગીત આનંદ મિલીન્દ
'સૌગંધ' અક્ષયકુમારની ડેબ્યુ ફિલ્મ બની હતી, અને હિરોઈન ભાનુપ્રિયાની નાની બહેન શાંતિપ્રિયાની પણ પહેલી હિન્દી ફિલ્મ હતી

* રાષ્ટ્રીય મતદાતા દિવસ *
ભારતીય બંધારણ અમલમાં આવ્યાનાં એક દિવસ પહેલાં ભારતનાં ચૂંટણીપંચની રચના કરાઇ હતી. 25 જાન્યુઆરી, 1950 એ ભારતનાં ચૂંટણીપંચનો સ્થાપના દિવસ હોવાથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણીની શરૂઆત 2011થી કરવામાં આવી છે. લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ નાગરિકો ભાગીદાર થાય, મતદારોની નોંધણીમાં વધારો થાય, પુખ્તવય મતાધિકાર વાસ્તવિકતા બને અને ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની અસરકારક ભાગીદારીતા, મતદારોમાં જાગૃતિ કેળવાય અને એ રીતે લોકશાહીની ગુણવત્તામાં વધારો થાય તેવા ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે