ભારતીય ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્ય સેનાની જમનાલાલ બજાજની આજે જન્મજયંતી
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે તા. 4 નવેમ્બર
Today : 4 NOVEMBER
* ઉદ્યોગપતિ, પરોપકારી, સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીજીનાં પ્રખર શિષ્ય જમનાલાલ બજાજનો રાજસ્થાનનાં સીકર નજીકનાં ગામમાં જન્મ (1889)
તેમણે 1926માં બજાજ જૂથની સ્થાપના કરી, જે આજે બજાજ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ 6 લિસ્ટેડ કંપનીઓ સહિત 24 કંપનીઓમાં વિસ્તૃત થઈ છે
અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનાં ઉદ્દેશથી તેમણે તેમનાં વતન વર્ધામાં હરિજનોને હિંદુ મંદિરોમાં પ્રવેશ અપાવવાની લડત આપી હતી. સખત વાંધા વચ્ચે તેમણે ઈ.સ.1928માં વર્ધામાં પોતાનું પારિવારિક મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર હરિજનો માટે ખોલ્યું. આવું કરવાવાળાં તેઓ દેશમાં પ્રથમ વ્યક્તિ હતાં તથા અસ્પૃશ્યો માટે શરૂ કરાયેલ આ દેશનું આ પ્રથમ મંદિર બન્યું
સેવાગ્રામ આશ્રમ, પવનાર આશ્રમ, મહિલા સેવામંડળ, શિક્ષામંડળ, ગાંધી સેવા સંઘ, અખિલ ભારત કૃષિ ગો-સેવા સંઘ, હરિજન સેવક સંઘ, રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ સહિતની આ દેશની મોટાભાગની ગાંધીવાદી સંસ્થાઓનાં ઇતિહાસમાં જમનાલાલ સંકળાયેલા જોવા મળે છે
તેઓ 20 વર્ષથી વધુ સમય સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ખજાનચી હતાં
* ગણિત જેવા જટીલ વિષય પર મહારત ધરાવતા અને 'માનવ કોમ્યુટર’ તરીકે જાણીતાં શકુંતલા દેવીનો બેંગલોર ખાતે જન્મ (1929)
મેથ્સ જીનીયસ તરીકે જાણીતા શકુંતલા દેવીની ગણિત પર તેમની ગજબની પકડ હતી અનેbઆંકડા, ગમે તેટલા લાંબા કે મોટા કેમ ના હોય, તેના ગુણાકાર, ભાગાકાર, પાઈ તે તેમના રૂટ શોધવા વગેરે અંગેનાં જવાબો તેઓ સેકન્ડમાં આપી દેતાં ને 1982માં તેમનું નામ ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં દર્જ કરવામાં આવ્યું
* ગુજરાતનાં મુખ્યમંત્રી બનેલ છબીલદાસ મહેતાનો મહુવામાં જન્મ (1925)
તેઓ ચીમનભાઇ પટેલનાં પ્રધાનમંડળમાં નાણાપ્રધાન હતાં અને ચીમનભાઇ પટેલનાં અચાનક અવસાન પછી તેઓ 17 ફેબ્રુઆરી, 1994 થી 14 માર્ચ, 1995 સુધી ગુજરાતનાં મુખ્યપ્રધાન રહ્યા
* હિન્દી અને ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી રીટા ભાદુરીનો લખનૌ ખાતે બંગાળી પરિવારમાં જન્મ (1955)
‘પારકી જણી’, ‘ઘેર ઘેર માટીનાં ચૂલા’, ‘સમયની બલિહારી’, ‘ચુંદડીનાં રંગ’, ‘ચંદન ચાવાળી’, ‘અખંડ ચૂડલો’ જેવી ગુજરાતી ફિલ્મો ઉપરાંત ‘મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હું’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘ક્યા કહેના’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ
* હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી તબુ (તબસ્સુમ ફાતિમા હાશ્મી)નો હૈદરાબાદ ખાતે જન્મ (1970)
* સંગીત નાટક અકાદમી એવોર્ડથી અને પદ્મશ્રીથી સન્માનિત ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, થિયેટર વ્યક્તિત્વ અને અહીન્દ્ર ચૌધરીનું અવસાન (1974)
બાયસ્કોપ શો માટેની કોલકાતા સ્થિત આર્ટ સંગઠન ફોટો પ્લે સિન્ડિકેટનાં સહ-સ્થાપક અને બંગાળી નાટ્યકલાનાં કસબી અહીન્દ્ર ચૌધરી ‘નટસૂર્ય'ની પદવીથી વિભૂષિત બન્યા
* પદ્મશ્રીથી સન્માનિત કથક નૃત્યનાં બેતાજ બાદશાહ શંભુ મહારાજનું અવસાન (1970)
સમર્થ ઉત્સાદોનું માર્ગદર્શન મેળવીને નૃત્યકલામાં નિપુણતા સિદ્ધહસ્ત કરી પોતાનાં હાવભાવથી તેઓ અદ્ભુત ભાવસૃષ્ટિનું સર્જન કરી નૃત્યનાં પ્રદર્શન વખતે પોતાની મુખમુદ્રા દ્વારા એવી સરસતાથી ભાવ વ્યક્ત કરતાં કે દર્શકો મંત્રમુગ્ધ બની જતાં ને નૃત્યમાં શોક, નિરાશા, પ્રેમ, ક્રોધ વગેરે ભાવો વ્યક્ત કરવામાં કુશળ હતાં
* આર્ય સમાજ અને વૈદિક ધર્મના સાચા પ્રચારકની બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી ભાઈ પરમાનંદનો જન્મ (1876)
તેમણે ઈતિહાસકાર, સાહિત્યકાર અને પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી તરીકે ખ્યાતિ મેળવી હતી
* ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હતા અને ભારતના બારમા કાયદા પંચના અધ્યક્ષ મનહરલાલ પ્રાણલાલ ઠક્કર (એમ.પી. ઠક્કર)નો બર્મામાં જન્મ (1923)
* ભારતીય વાયુસેનામાં ભૂતપૂર્વ ફ્લાઇટ સર્જન અને ભારતીય વાયુસેનામાં એર માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા એર માર્શલ પદ્મા બંદોપાધ્યાયનો તિરુપતિ ખાતે જન્મ (1944)
* હિન્દી ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નાટ્યકાર ઋત્વિક કુમાર ઘટકનો જન્મ (1925)
* ભારતમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકેજીનો મહારાષ્ટ્રનાં કોલાબા જિલ્લાનાં શિરઢોણ ગામે જન્મ (1845)
* મરાઠી ફિલ્મ - થિયેટર દિગ્દર્શક અને અભિનેતા વિજયા મહેતાનો જન્મ (1934)
* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી તબસ્સુમ ફાતિમા હાશ્મીનો જન્મ (1970)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ ગુંજન વાલિયાનો જન્મ (1985)
* હિન્દી ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ ગુપ્તાનો જન્મ (1993)
* વિશ્વની પ્રથમ ઊંડા-સ્તરની ભૂગર્ભ રેલ્વે - દક્ષિણ લંડન રેલ્વે ખુલી, જે લંડન શહેર અને સ્ટોકવેલ વચ્ચે 5.1 કિમી (3.2 માઇલ) ના અંતરે ચાલી (1890)
* જાપાનના વડા પ્રધાન હારા તાકાશીની ટોક્યોમાં હત્યા કરવામાં આવી (1921)
* તેલ અવીવમાં કિંગ્સ ઓફ ઇઝરાયેલ સ્ક્વેર ખાતે શાંતિ રેલી દરમિયાન ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝક રાબીનની યીગલ અમીર દ્વારા હત્યા કરવામાં આવી (1995)
* ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામા રિપબ્લિકન જ્હોન મેકકેનને હરાવીને યુનાઇટેડ સ્ટેટ્સની પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી બન્યા
તેઓ ચૂંટાયેલા પ્રથમ આફ્રિકન અમેરિકન પ્રમુખ અને અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા (2008)