‘ભારતરત્ન' અને આર્થિક વિજ્ઞાાન ક્ષેત્રનાં નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતનાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો પશ્ચિમ બંગાળનાં શાંતિનિકેતનમાં જન્મ (1933)
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે તા. 3 નવેમ્બર
Today : 3 NOVEMBER
* ‘ભારતરત્ન' અને આર્થિક વિજ્ઞાાન ક્ષેત્રનાં નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતનાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો પશ્ચિમ બંગાળનાં શાંતિનિકેતનમાં જન્મ (1933)
તેમણે વિદેશમાં પણ વિવિધ યુનિવર્સીટીઓમાં પ્રોફેસર તરીકે સેવા આપી છે
તેમને અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીનાં સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેનાં તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાાન ક્ષેત્રનાં નોબેલ પુરસ્કારથી 1998માં નવાજવામાં આવ્યા અને ટાઇમ મેગેઝિન દ્વારા 2006માં તેમને ‘યર્સ ઑફ એશિયન હીરો’ની યાદીમાં પણ મૂકવામાં આવ્યાં
* નિયોજન અને વાસ્તુકલાનાં અદભૂત નમુના સમાન જયપુર નગરનાં સ્થાપક અને સાંસ્કૃતિક અને વિજ્ઞાનનાં ક્ષેત્રે પ્રસિદ્ધ અંબર રાજ્યના હિંદુ રાજપૂત શાસક સવાઈ જયસિંહ બીજાનો જન્મ (1688)
પિતાનાં અવસાન પછી જયસિંહ 11 વર્ષની વયે આમેરનાં રાજા બન્યાં અને મુઘલ બાદશાહે તેમને ‘સવાઈ’નું બિરુદ આપ્યું હતું
જયસિંહ જ્યોતિષ અને વિજ્ઞાનમાં પુષ્કળ રસ હોવાથી તે અંગેનું ગહન અધ્યયન અનેસંશોધન કર્યું, પ્રચલિત જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ સુધારી હતી. યુરોપીયન અને ઇસ્લામી ખગોળશાસ્ત્રીઓની સારણીઓની અશુદ્ધિઓ પણ બતાવી હતી. તેમણે ‘જીજ મુહમ્મદશાહી’નામથી જ્યોતિષની ગણતરીઓનું પુસ્તક લખ્યું, જયવિનોદ પંચાગ અને સમ્રાટ સિદ્ધાંતની રચના પણ કરી
જયપુર, દિલ્હી, ઉજ્જેન, મથુરા અને કાશીમાં વેધશાળાઓ તથા 1724માં દિલ્હીમાં જંતરમંતરની સ્થાપના કરી
સવાઈ જયસિંહે ‘સમ્રાટ યંત્ર’ (સૂર્યની ઉંચાઈ માપવામાં સહાયક યંત્ર), ‘જયપ્રકાશ યંત્ર’ (ખગોળીય પિંડોનું માપન યંત્ર), ‘રામયંત્ર’ (તારાઓનું ઉંચાઈ માપક યંત્ર) વગેરેની રચના કરી
* ભારતનાં સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર (મરણોત્તર) પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ મેજર સોમનાથ શર્મા બડગામની લડાઇમાં શ્રીનગર એરપોર્ટ નજીક પાકિસ્તાની ઘુસણખોરોને ભગાડતાં શહીદ થયા (1947)
* દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને પદ્મ ભૂષણથી સન્માનિત બૉલીવૂડ હિન્દી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગના પ્રણેતા પૃથ્વીરાજ કપૂરનો પાકિસ્તાનમાં જન્મ (1906)
તેઓ (1952-60) રાજ્યસભાના સાંસદ હતા
* ભારત અને ઈરાનના ઝોરોસ્ટ્રિયન સમુદાયોના પ્રતિષ્ઠિત લાભકર્તા ભારતીય વકીલ સર દિનશાહ જીજીભોય ઈરાનીનું અવસાન (1938)
* ટ્રેપ શૂટિંગ માટે જાણીતા અને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’થી સન્માનિત ભારતીય શૂટર માનવજીત સિંહ સંધુનો પંજાબના અમૃતસરમાં જન્મ (1976)
તેમણે 2006માં ઝાગ્રેબ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટ્રેપશૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય છે, વિશ્વ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા સાથે માનવજીત ટ્રેપ શૂટિંગની વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યા હતા
* તમિલ ભાષાના વિદ્વાન સમાજ સુધારક ચિદમ્બરમ પિલ્લાઈનું અવસાન (1936)
પ્રસિદ્ધ તમિલ લખાણ ‘તિરુકુરલ’ પર તેમની કોમેન્ટ્રી ખૂબ જ પ્રખ્યાત થઈ અને ચિદમ્બરમ પિલ્લઈએ ‘બાંગ-ભાંગ’ સામેના આંદોલનમાં સ્વદેશીનો પ્રચાર કર્યો અને લોકોને વિદેશી સરકાર સામે પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી
* મૈસુરમાં પરોપકારી અને સમુદાયના આયોજક ઈન્દિરમ્મા આયંગરનું અવસાન (2010)
* કવિ, નિબંધકાર, અનુવાદક, પ્રોફેસર અને પ્રકાશક પુરુષોત્તમા લાલનું અવસાન (2010)
* ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય મહિલા કાર્યકર અન્નપૂર્ણા મહારાણાનો ઓડિશામાં જન્મ (1917)
* મહાન ફૂટબોલર ગેર્ડ મૂલરનો જર્મનીમાં જન્મ (1945)
મૂલરે ત્રણ ક્લબ માટે રમતા કુલ 555 મેચમાં 487 ગોલ ફટકાર્યા અને જર્મની દેશ વતી રમતાં તેમણે 62 મેચમાં 68 ગોલ કર્યા છે
* હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માતા સશધર મુખર્જીનું અવસાન (1990)
* હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનમોહન કૃષ્ણનું અવસાન (1990)
* ભારતના રાજસ્થાની લોક ગાયિકા અલ્લાહ જીલાઈ બાઈનું અવસાન (1992)
* હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક પ્રેમનાથનું અવસાન (1992)
* ભારતીય ફિલ્મ અભિનેતા, સંવાદ લેખક અને નાટ્યકાર પી. એલ. નારાયણનું અવસાન (1998)
* લોકપ્રિય ભારતીય અભિનેતા, નાટ્યકાર, દિગ્દર્શક, શિક્ષક અને સાહિત્ય વિવેચક રાઘવ કુરુપ નરેન્દ્ર પ્રસાદનું અવસાન (2003)
* અભિનેત્રી, ફેશન મોડલ અને રાજકારણી પૂનમ સિંહાનો જન્મ (1949)
* કર્ણાટિક ગાયક, સાંસ્કૃતિક કાર્યકર્તા, વિદ્વાન અને ગણિકા બેંગ્લોર નાગરથમ્માનો જન્મ (1878)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને લેખિકા સોનાલી કુલકર્ણીનો જન્મ (1974)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી, હોસ્ટ સૌમ્યા ટંડનનો જન્મ (1984)
* હિન્દી ફિલ્મ ગાયિકા અને અભિનેત્રી મોનાલી ઠાકુરનો જન્મ (1985)
* દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ રેશ્મા રાઠોડનો જન્મ (1989)
* વિશ્વનું સૌથી મોટું અંગ્રેજી ભાષાનું દૈનિક બ્રોડશીટ અખબાર બનેલ "ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા"ની ધ બોમ્બે ટાઈમસેન્ડ જર્નલ ઓફ કોમર્સ તરીકે સ્થાપના થઇ (1838)
* ગોડઝિલા તરીકે ઓળખાતા જાયન્ટ મોન્સ્ટરને દર્શાવતી પ્રથમ ગોડઝિલા ફિલ્મ ટોક્યોમાં રિલીઝ થઈ (1954)
* વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સત્તાવાર રીતે ખુલ્યું (2014)
જેણે સપ્ટેમ્બર 11ના બોમ્બ ધડાકામાં નાશ પામ્યાના 13 વર્ષ પછી ટ્વીન ટાવરના પુરોગામીનું સ્થાન લીધું