rohit-sharma-under-19_3b3c4ea5e

ભારતના ક્રિકેટ ખેલાડી રોહિત શર્માનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 30 એપ્રિલ : 30 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના ક્રિકેટ ખેલાડી રોહિત શર્માનો આજે જન્મદિવસ

ભારતના ક્રિકેટ ખેલાડી (44 ટેસ્ટ, 228 વનડે અને 124 ટી -20 રમનાર) રોહિત શર્માનો નાગપુર ખાતે જન્મ (1987)
શર્મા હાલમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર (264)નો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે અને વન-ડે ઈન્ટરનેશનલમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે
તેમણે 2019 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાંચ સદી ફટકાર્યા બાદ 2019માં આઈસીસી મેન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો
શર્માને 2015માં અર્જુન એવોર્ડ અને 2020માં પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એમ બે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે
2019માં, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન, શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે મેચમાં બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા 

* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત અને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નાંમાંકિત શાસ્ત્રીય નૃત્યાંગના અને ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્ય શૈલીના ભારતીય ગુરુ સોનલ માનસિંહનો મુંબઈ ખાતે જન્મ (1948) 

* ઑસ્ટ્રિયનમાં જન્મેલા જર્મન રાજકારણી, નાઝી પાર્ટીના નેતા, 1933 થી 1945 સુધી જર્મનીના ચાન્સેલર રહેલ એડોલ્ફ હિટલરએ બંદૂકની ગોળી મારી આત્મહત્યા કરી (1945)
આ સાથે તેમની એક દિવસની પત્ની ઇવા બ્રૌને તેમની સાથે સાઇનાઇડ પીને આત્મહત્યા કરી 

* "ભારતીય સિનેમાના પિતા" તરીકે ઓળખાતા નિર્માતા-દિગ્દર્શક-પટકથા લેખક દાદાસાહેબ ફાળકે (ધુંડીરાજ ગોવિંદ ફાળકે)નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1870)
તેમની પ્રથમ ફિલ્મ, રાજા હરિશ્ચંદ્ર, 1913માં રિલીઝ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી, અને હવે તે ભારતની પ્રથમ પૂર્ણ-લંબાઈની ફીચર ફિલ્મ તરીકે જાણીતી છે
ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ હસ્તીને આપવામાં આવતા સૌથી મોટા પુરસ્કારનું નામ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપી 1969થી આપવામાં આવે છે

* ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને દેશના કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા બીવીનો કેરાલા રાજ્યમાં જન્મ (1927)
તેમણે તામિલનાડુના રાજ્યપાલ તરીકે (1997-2001) સેવા આપી

* પાકિસ્તાનમાં જન્મેલા અને ભારતીય ફિલ્મ અને ટીવીના લોકપ્રિય અભિનેત્રી અચલા સચદેવનું પુના ખાતે અવસાન (2012)

* હિન્દી ફિલ્મ અભિનેતા આગાનું પુના ખાતે અવસાન (1992)
તેમના પુત્ર જલાલ આગા પણ લોકપ્રિય અભિનેતા રહ્યા

* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા નિર્દેશક પ્રદીપ સરકારનો કોલકાતા ખાતે જન્મ (1955)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પરણીતા, હેલીકૉપટર ઈલા, લફંગે પરિન્દે, ડબ્બા ગુલ, મર્દાની વગેરે છે 

* ગુજરાતી અને હિન્દી ફિલ્મ સંગીતકાર સી. અર્જુનનું અવસાન (1992)

* મહારાષ્ટ્રના સંગીતકાર શ્રીનિવાસ ખાલેનો મુંબઈ ખાતે જન્મ (1926)

* યુગોસ્લાવિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરનાર વ્યાવસાયિક ટેનિસ ખેલાડી મોનિકા સેલેસ (જન્મ ડિસેમ્બર 2, 1973) પર ટેનિસ કોર્ટ (રમતના મેદાન)માં હુમલો થયો, જ્યારે એક વ્યક્તિએ તેમની પીઠમાં 9-ઇંચ લાંબી છરી વડે હુમલો કર્યો (1993)
મોનિકાએ નવ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા, જેમાંથી આઠ યુગોસ્લાવિયાનું પ્રતિનિધિત્વ કરતી વખતે કિશોરાવસ્થામાં અને અંતિમ યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે જીત્યા હતા અને બે વર્ષ (1991-92) વિશ્વ નંબર 1 ખેલાડી રહ્યા

* રિશી કપૂર, સની દેઓલ, મિનાક્ષી શેષાદરી, અમરીશ પુરી, કુલભુષણ ખરબંદા, પરેશ રાવલ, અંજન શ્રીવાસ્તવ, રોહિણી હટંગડી, ટીનુ આનંદ અભિનિત ફિલ્મ 'દામિની' રિલીઝ થઈ (1993)
ડિરેક્શન : રાજકુમાર સંતોષી 
સંગીત : નદીમ શ્રવણ
મિનાક્ષી શેષાદ્રીને તેની ભૂમિકા માટે ખૂબ પ્રશંસા મળી હતી. જોકે, વિડંબના એ હતી કે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો ન હતો અને તે વર્ષે જુહી ચાવલાને 'હમ હૈ રાહી પ્યાર કે' માટે મળ્યો હતો. 'દામિની' એ 1993ના ફિલ્મફેર એવોર્ડમાં 4 એવોર્ડ મેળવી 'બાઝીગર' સાથે બરાબરી કરી હતી. 'દામિની' ને 'બેસ્ટ ડિરેક્ટર' (રાજકુમાર સંતોષી), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' (સની દેઓલ), 'બેસ્ટ સ્ટોરી' (સુતાનુ ગુપ્તા) અને 'બેસ્ટ સાઉન્ડ' (રાકેશ રંજન) - એમ 4 એવોર્ડ્સ મળ્યા હતાં. 
સની દેઓલને તેના ઓવર-ધ-ટોપ પરંતુ ખૂબ જ અસરકારક અભિનયના કારણે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર 'દામિની'માટે મળ્યો હતો. સનીના સંવાદો 'તારીખ પર તારીખ' અને 'ઢાઈ કિલો કા હાથ' આજે પણ લોકો યાદ કરે છે. સનીએ માત્ર એક્શન અને ડાયલોગ-ડિલિવરીમાં જ નહીં પરંતુ તેની વેદના અને હતાશાને પણ તેના હાવભાવ દ્વારા ઉત્કૃષ્ટ રીતે વ્યક્ત કરી છે. એક શરાબી તેમજ વકીલ તરીકે સનીની ડાયલોગ ડિલિવરી ફિલ્મની મુખ્ય યુએસપી છે.
રવિના ટંડન 'દામિની' ફિલ્મમાં સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવવાની હતી અને તેને એક ગીતનું શૂટિંગ પણ કર્યું હતું. પરંતુ ફિલ્મ ટૂંકી કરવા તેની ભૂમિકા ઉપર કાતર ફરી ગઈ હતી. 
સંતોષીએ 'દામિની' અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જેકીનો અભિનય મોટાભાગે મોટા ભાઈની ભૂમિકાને અનુરૂપ જ છે. સંતોષીનું આ વાક્ય જેકીને ચચર્યુ હતું, જેથી તે સંતોષી સાથે કામ કરવા તૈયાર થયો ન હતો. ઋષિ કપૂરની ભૂમિકા માટે પ્રોડ્યુસર મોરાનીએ સૌપ્રથમ જેકી શ્રોફનો સંપર્ક કર્યો હતો. 
ઋષિ કપૂરની માતાની ભૂમિકા ભજવનારી રોહિણી હટ્ટંગડી તેના જેટલી જ ઉંમરના છે. 

>>>> જૂઠ બોલવું એ અનૈતિક છે, નૈતિક દ્રષ્ટિએ એ બરાબર નથી. લગ્નમાં વ્યભિચાર અનૈતિક છે, નૈતિકતા સ્વીકૃતિનું મહત્તમ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. નૈતિકતા જીવનના તમામ ક્ષેત્રોમાં સદાચારની ભલામણ કરે છે. નૈતિકતાને આપણા વિચારો અને ભાવનાઓની શુદ્ધતાની પણ ફિકર હોય છે. એટલા માટે, જે સમાજમાં દરેક બાબતને કાયદાથી વ્યાખ્યાયિત કરવાનું ચલણ વધવાથી, તે સમાજમાં નૈતિકતાનું ધોરણ ઘટતું જાય.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)