ભારતીય બોક્સર વિજેન્દરસિંઘ બેનીવાલનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 29 ઓક્ટોબર : 29 OCTOBER
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતીય બોક્સર વિજેન્દરસિંઘ બેનીવાલનો આજે જન્મદિવસ
રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને પદ્મશ્રીથી સન્માનિત ભારતીય બોક્સર વિજેન્દરસિંઘ બેનીવાલનો હરિયાણા રાજ્યમાં જન્મ (1985)
બેઈજિંગ સમર ઓલિમ્પિક્સ 2008માં બ્રોન્ઝ મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય બોક્સર બન્યા અને વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ 2006, 2009, કોમનવેલ્થ ગેમ્સ 2010 અને 2014માં રજત પદક જીત્યા
*આજે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ
* જોયલુક્કાસ જ્વેલરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ઉદ્યોગપતિ જોય અલુક્કાસનો કેરળના થ્રિસુર ખાતે જન્મ (1956)
* અર્જુન પુરસ્કારથી સન્માનિત અને ટ્રેક અને ફિલ્ડની 400 મીટર હર્ડલ્સમાં ભારતીય રમતવીર મનથુર દેવસિયા (એમ. ડી.) વલસમ્માનો કન્નુર ખાતે જન્મ (1960)
એશિયન ગેમ્સમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનારી બીજી ભારતીય મહિલા અને તેને ભારતીય ધરતી પર જીતનારી પ્રથમ ખેલાડી છે
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય બાળરોગ ચિકિત્સક અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સહિત અનેક તબીબી સંસ્થાઓના પ્રમુખ રહેલ શાંતિલાલ છગનલાલ શેઠનો પાલિતાણા ખાતે જન્મ (1912)
* પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને રેમન મૈગ્સેસે પુરસ્કારથી સન્માનિત સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું અવસાન (1988)
પરફોર્મિંગ આર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ કમલાદેવીની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે, જેમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક એકેડેમી, સેન્ટ્રલ કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોરિયમ અને ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે, તેઓ એક અભિનેત્રી પણ હતાં અને કમલાદેવીએ આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઘણા પુસ્તકો લખ્યા
* લેખક, પત્રકાર, જીવનચરિત્રકાર, સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી એસ. આર. રામાસ્વામીનો જન્મ (1937)
* પદ્મશ્રીથી સન્માનિત તથા તમિલ ફિલ્મ ઉદ્યોગ સાથે પાંચ દાયકા લાંબો સંબંધમાં 15,000થી વધુ ગીતો લખનાર કવિ અને ગીતકાર વાલીનો તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રીરંગમ ખાતે જન્મ (1931)
* બ્રિટિશ નાગરિક સેવક અને સંશોધક કેપ્ટન વિલિયમ હેનરી ઇર્વિન શેક્સપિયરનો મુંબઈમાં જન્મ (1878)
જેમણે ઉત્તર અરેબિયાના અજાણ્યા વિસ્તારોને મેપ કર્યા હતા
* ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં અંશ વિરાણી અને એકલવ્ય વિરાણીની ભૂમિકા માટે જાણીતા ટેલિવિઝન અભિનેતા આકાશદીપ સાયગલનો જન્મ (1974)
* ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી રુખસાર રહેમાનનો જન્મ (1975)
* બંગાળી થિયેટર, તેલુગુ અને હિન્દી ફિલ્મ અભિનેત્રી રીમા સેનનો જન્મ (1981)
* કન્નડ, હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી કૃતિ ખરબંદાનો જન્મ (1990)
* ભારતીય હેપ્ટાથલીટ સ્વપ્ના બર્મનનો જન્મ (1996)
* સ્ટાર પ્લસની 'યે હૈ મોહબ્બતે'માં રુહી ભલ્લાના પાત્ર માટે જાણીતી ટીવી અભિનેત્રી અદિતિ ભાટિયાનો જન્મ (1999)