આજે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનો સ્થાપના દિન
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
આજે તા. 28 ડિસેમ્બર
Today- 28 DECEMBER
આજે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનો સ્થાપના દિન
* ઓશો રજનીશના સ્પોકપર્સન (1981-85) મા આનંદ શિલા (શિલા અંબાલાલ પટેલ)નો વડોદરા ખાતે જન્મ (1949)
અઢાર વર્ષની વયે તે અમેરિકા અભ્યાસ માટે પહોંચ્યા અને અમેરિકામાં લગ્ન કર્યા અને 1972માં ધર્મના અભ્યાસ માટે પતિ સાથે પરત આવી રજનીશ સાથે જોડાયા તે દરમિયાન પતિનું અવસાન થતા બીજા લગ્ન કર્યા
રજનીશે તેમને પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપી અને પછી તે અમેરિકા આશ્રમ સ્થાપવા પહોંચ્યા, જ્યાં 1981માં 64000 એકર જમીન રજનીશપૂરમ્ આશ્રમ બનાવવા ખરીદી સ્થાનિક ચૂંટણીમાં રસ લીધો.
અમેરિકાના વાસ્કો કન્ટરી કોર્ટ ખાતે ચૂંટણીમાં જીતવા બાયોટેરર એટેક (1984) કરવાનો તેમની ઉપર આક્ષેપ થયો તે દરમિયાન તે યુરોપમાં હતા અને અંતે જર્મનીથી તેમની ધરપકડ કરી અમેરિકા લવાયા અને આ કેસ ચાલી જતા તેમને 20 વર્ષ કેદની સજા કરવામાં આવી, એ જેલવાસ ભોગવતા કેદી તરીકેના સારા વ્યવહાર ને કારણે 39 મહિના બાદ તમને રિલીઝ કરાયા અને તે પછી તેમણે સ્વિઝરલેન્ડમાં વસવાટ શરૂ કર્યો
* પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન નવલ ટાટાનો મહારાષ્ટ્રનાં મુંબઇમાં જન્મ (1937)
જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત કંપનીજુથ ટાટા ગ્રૂપનાં ચેરમેન તરીકે (1991 થી 28 ડિસેમ્બર, 2012) ફરજ બજાવી
* 20મી સદીનાં ટોચનાં ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ચેરમેન ધીરુભાઈ હિરાચંદ અંબાણીનો ગુજરાતના જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં ચોરવાડ ગામમાં જન્મ (1932)
‘મોટું વિચારો, ઝડપથી વિચારો અને સૌથી પહેલા વિચારો’ જેવા સૂત્રો આપનાર, ધીરુભાઈ અંબાણીને 2016માં ‘પદ્મ વિભૂષણ’થી (મરણોત્તર) સન્માનિત કરાયા
* ભારત સરકારના પૂર્વ નાણામંત્રી અને ભાજપ આગેવાન અરુણ જેટલીનો દિલ્હીમાં જન્મ (1952)
તેમને ઈ.સ.2020માં મરણોત્તર પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા
* ભારતમાં ટીવી ક્વીઝના પિતામહ્ તરીકે ઓળખાયેલ સિધ્ધાર્થ બાસુનો કોલકત્તા ખાતે જન્મ (1954)
તેઓ ક્વિઝ ટાઈમ, માસ્ટરમાઈન્ડ ઈન્ડિયા અને યુનિવર્સિટી ચેલેન્જ જેવા શો હોસ્ટ કરવા અને કૌન બનેગા કરોડપતિ, દસ કા દમ, ઝલક દિખલા જા અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા શોના નિર્માતા-નિર્દેશક તરીકે જાણીતા છે
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી ઈન્તિખાબ આલમનો ભારતમાં પંજાબના હોશિયારપુર ખાતે જન્મ (1941)
પોતાની ટેસ્ટ કેરિયરના આરંભે (1959) પાકિસ્તાન ટીમ તરફથી રમતા પ્રથમ બોલ ઉપર વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો
કોચ તરીકે તેમની યાદગાર કામગીરી મુજબ, પાકિસ્તાન એ 1992માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે અને 2009માં ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે, એમ તે બંને વિનિંગ ટીમના કોચ હતા
* વિશ્વમાં એકથી વધુ દેશ માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ રમનાર 15 ખેલાડી પૈકીના તથા ભારત અને પાકિસ્તાન બંને દેશની ક્રિકેટ ટીમ માટે રમનાર કુલ ત્રણ ખેલાડીઓ પૈકીના આમીર ઈલાહીનું કરાંચી ખાતે અવસાન (1980)
* પદ્મ ભૂષણ એવોર્ડ અને ઈંગ્લેન્ડમાં નાઈટહૂડ ખિતાબથી (1936) સન્માનિત અને ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન (1936) મહારાજકુમાર ઓફ વિજયનગરમ્ ઉર્ફે વિજ્જી (વિજય આનંદા ગજપતિ રાજુ)નો આંધ્ર પ્રદેશમાં જન્મ (1905)
ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ ક્રિકેટર તરીકે ઓળખાયેલ અને તેમણે બીસીસીઆઈના એડમિનીસ્ટ્રેટર તરીકે ત્રણ વર્ષ (1954-57) સેવા આપી
તેમણે ઈંગ્લેન્ડ ટુર (1936) દરમિયાન લાલા અમરનાથને કોઈ મેચ રમવા વિના પરત ભારત મોકલી આપ્યા અને સી. કે. નાયડુ સાથે ઝઘડો કર્યો, તેમના માટે ઈંગ્લેન્ડ ટુર (1936) દરમિયાન એવો પણ વિવાદ થયો હતો કે, તેમના વધુ સારા રન બને તે માટે સામેની ટીમના ખેલાડીઓને હળવા બોલ નાંખવા સોનાની ઘડિયાળ સહિતની ગીફ્ટ ઓફર કરતા
* ભારતમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનાં માધ્યમ તરીકે લાવવામાં જેમનો મુખ્ય ફાળો છે તેવા બ્રિટિશ નેતા થોમસ બેબિંગ્ટન મેકોલેનું અવસાન (1859)
મેકોલેએ એવી તમામ શાળાઓમાં માધ્યમિક શિક્ષણ સૂચનાની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી ભાષાને દાખલ કરવાની ભલામણ કરી હતી જ્યાં પહેલાં કોઈ ન હતું અને અંગ્રેજી બોલતા ભારતીયોને શિક્ષક તરીકે તાલીમ આપવામાં આવે, મેકોલેની મિનિટ ઓન ઈન્ડિયન એજ્યુકેશન એવી દલીલ કરે છે કે "સારા યુરોપિયન પુસ્તકાલયની એક છાજલી ભારત અને અરેબિયાના સમગ્ર મૂળ સાહિત્ય માટે મૂલ્યવાન છે. સન્માન લગભગ કલ્પનાના કવિતા લખવા જેવા કાર્યોમાં પણ હોઈ શકે છે, ફેબ્રુઆરી 1835ના ભારતીય શિક્ષણ પર તેમના ઉજવાયેલા મિનિટમાં, મેકોલેએ ગવર્નર-જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકને "ઉપયોગી શિક્ષણ" પહોંચાડવા માટે માધ્યમિક શિક્ષણમાં સુધારો કરવા વિનંતી કરી હતી; ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સમર્થિત સંસ્થાઓ સંસ્કૃત અથવા ફારસી ભાષામાં શીખવતી હતી.
તેમણે ‘હિસ્ટરી ઑફ ઇંગ્લેન્ડ' નામે છ ભાગમાં ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખ્યો અને તેમને ‘ઉમરાવપદ' એનાયત કરવામાં આવેલ
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ આગેવાન એ.કે. એન્ટોનીનો કેરાલા રાજ્યમાં જન્મ (1940)
* બોલીવુડ સાથે બંગાળી અને નેપાળી ફિલ્મોના પ્લેબેક સિંગર અમિત પૉલનો મેઘાલય રાજ્યના સિલોંગ ખાતે જન્મ (1973)
* ગઝલ અને ગીતના ગાયક માસ્ટર મદનનો પંજાબમાં જન્મ (1927)
* માત્ર 20 સે.મી.ની ઉંચાઇની મર્યાદામાં ગોઠવેલ 11 સળીયા (બાર) નીચેથી સ્કેટિંગ દ્વારા પસાર થવાની ચેલેન્જ સાથે નાગપુરની શ્રીષ્ટી શર્માએ આ ચેલેન્જ માત્ર 17.7 સેમી ઉંચી જગ્યામાંથી પસાર થઈ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું (2017)
* હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બાદ વ્યોમેશચંદ્ર બેનરજીનાં પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું (1885)