chess-2-1

ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 11 ડિસેમ્બર 11 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ચેસના દિગ્ગજ ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદ નો આજે જન્મદિવસ

ચેસની રમતમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદનો ચેન્નાઈ ખાતે જન્મ (1969)
તેઓ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને સતત છ વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે
ઈ.સ.2007માં તેમણે વિશ્વમાં ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
ઈ.સ.1985માં ‘અર્જુન એવોર્ડ’, ઈ.સ.1991માં ભારતનાં સર્વોચ્ચ ખેલરત્ન પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ ઈ.સ.1988માં ‘પદ્મશ્રી’, ઈ.સ.2001માં ‘પદ્મ ભૂષણ’, ઈ.સ.2008માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે

* બોલીવુડ અભિનેતા દિલીપ કુમારનો જન્મ (1922)
'ટ્રેજેડી કિંગ' તરીકે ઓળખાયેલ આ કલાકારનું મુળનામ મોહમ્મદ યુસુફ ખાન હતુ
સૌથી વધુ 8 વખત ફિલ્મફેર એવોર્ડ વિજેતા થયા હતા, 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મભૂષણ (1991) અને પદ્મ વિભૂષણ (2015)થી સન્માનિત કરવામાં આવ્યા હતા 

* તમિળ લેખક, કવિ, પત્રકાર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને સમાજ સુધારક સુબ્રમણ્ય ભારતીનો તામિલનાડુ રાજ્યનાં ઇટ્ટયપુરમમાં જન્મ (1882)

* ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈનાં શિખરો પર પહોચડનાર કર્ણાટકી સંગીત ગાયિકા મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (એમ.એસ. સુબ્બુલક્ષ્મી)નું અવસાન (2004)
ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ મેળવનાર પ્રથમ સંગીતકાર હતાં
રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતાં

* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર અને કવિ પ્રદિપ (મુળનામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી)નું મુંબઈ ખાતે અવસાન (1998)

* આચાર્ય રજનીશ 'ઓશો'નો મધ્યપ્રદેશનાં કુચવાડામાં જન્મ (1931) 

* ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક તથા નોંધપાત્ર વર્વ અને જોશથી ભરેલા ગદ્યકાર અંબાલાલ બાલકૃષ્ણ પુરાણીનું અવસાન (1965)

* ભારતીય શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં સિતાર વાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરનું અમેરિકાનાં કેલિફોર્નિયાનાં સાન ડિએગોમાં અવસાન (2012)

* ભારતના ક્રિકેટ ખેલાડી સલિમ દુરાની (1960થી 1973 સુધી 29 ટેસ્ટ રમનાર)નો અફઘાનિસ્તાનમાં જન્મ (1934)

* 'સીઆઈડી'થી લોકપ્રિય થયેલ ટીવી અભિનેતા દયાનંદ શેટ્ટીનો જન્મ (1969)

* ગુજરાત વિધાનસભા (2017)માં યુવા અને અપક્ષ (વડગામ બેઠકના) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો જન્મ (1982)

* બોલીવુડ અભિનેત્રી કીમી કાટકરનો મુંબઈમાં જન્મ (1965)

* ભારતના ધર્મ શાસ્ત્રના લેખક દેવદત્ત પટનાયકનો મુંબઇમાં જન્મ (1970)

*આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ *

* ભારતના 13મા રાષ્ટ્રપતિ (2012-17) અને ભારત રત્ન(2019)થી સન્માનિત પ્રણવ મુખરજીનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1935)