ભારતરત્નથી સન્માનિત દેશના 10માં વડાપ્રધાન અને કવિ અટલ બિહારી વાજપેયીનું અવસાન (2018)
આજે તા. 16 ઓગસ્ટ
Today : 16 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતરત્નથી સન્માનિત દેશના 10માં વડાપ્રધાન (1996માં અને 19 માર્ચ, 1998થી 22 મે, 2004) અને કવિ અટલ બિહારી વાજપેયીનું અવસાન (2018)
નવ વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભા માટે ચૂંટાયેલા અટલ બિહારીએ આજીવન લગ્ન કર્યાં ન હતાં અને તેમનાં પરિવારમાં દત્તક લીધેલી તેમની પુત્રી નમિતા ભટ્ટાચાર્ય છે
પદ્મ વિભૂષણ, સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય પુરસ્કારથી સન્માનિત વાજપેયીએ વડાપ્રધાન તરીકેનાં કાર્યકાળ દરમિયાન ભારતે પોખરણ -2 પરમાણુ પરીક્ષણો કર્યા, દિલ્હી-લાહોર બસ સેવાનાં ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે વાજપેયીએ કાશ્મીર વિવાદ અને પાકિસ્તાન સાથેના અન્ય વિખવાદોને કાયમી ધોરણે હલ કરવાની દિશામાં નવી શાંતિ પ્રક્રિયા શરૂ કરી હતી, વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત માટે બસમાં લાહોરની મુસાફરી કરી અને પાકિસ્તાન સાથે 1999નાં કારગિલ યુદ્ધમાં વિજય પછી, તેમણે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે જોડાણ દ્વારા સંબંધોને પુન: સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો
* દેશના મહાન સંત, વિચારક અને દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ (ગદાધર ક્ષુદિરામ ચટ્ટોપાધ્યાય)નું અવસાન (1886)
આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસ ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા
સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં તેઓ ગુરુ હતા
* રોમન મેગસેસે એવોર્ડથી સન્માનિત દિલ્હીના વર્તમાન અને 7મા મુખ્ય પ્રધાન (2015થી) અને આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલનો જન્મ (1968)
* ભારતીય કુસ્તીબાજ નેહા રાઠીનો હરિયાણા રાજ્યમાં જન્મ (1983)
* ભારતીય શાસ્ત્રીય સિતારવાદક અને બંગાળના બિષ્ણુપુર ઘરાનાના ઘાતાક મણિલાલ નાગનો જન્મ (1939)
* બૉલીવુડ ફિલ્મ અભિનેતા અને નિર્માતા સૈફ અલી ખાનનો જન્મ (1970)
તેમના પિતા ટાઇગર પટોડી ક્રિકેટર હતા અને માતા શર્મિલા ટાગોર અભિનેત્રી છે
* વર્લ્ડ જુનિયર નંબર 1 રહેલ ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (2001)
* હિન્દી ફિલ્મ નિર્દેશક, અભિનેતા, લેખક અને નિર્માતા મહેશ માંજરેકરનો મુંબઈમાં જન્મ (1958)
* ભારતમાં મોડલ અને ફિલ્મ અભિનેતા ઉપેન પટેલનો લંડન ખાતે જન્મ (1982)
તેની જોડી કરિશ્મા તન્ના સાથે હિન્દી ટીવી ચેનલો ઉપર ખુબ જામી હતી
* પંજાબી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાના સિનેમામાં સક્રિય મોડલ અને અભિનેત્રી સોનમ બાજવાનો નૈનિતાલ ખાતે જન્મ (1989)
* ધાતુની ઉભી નળીવાળું બન્સેન બર્નરનાં શોધક જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બન્સેનનું અવસાન (1899)
છિદ્રોવાળું બર્નર અને ગેસ પ્રવેશે ત્યારે તેમાં થોડી હવા ઉમેરાય તો ગેસનું પૂરેપૂરો દહન થાય છે
* ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝથી સન્માનિત કલર ફોટોગ્રાફીનાં શોધક વિજ્ઞાની જોનાસ લિપમેનનો લક્ઝમબર્ગમાં જન્મ (1845)
* ભારતીય ક્રિકેટર (1967માં એક ટેસ્ટ રમનાર) રમેશ ચંદ સક્સેનાનું જમશેદપુર ખાતે અવસાન (2011)
તે બિહાર રણજી ટીમમાં એક મહાન બેટ્સમેન અને બિહાર અને ઝારખંડના ઘણા આવનારા ક્રિકેટરોના માર્ગદર્શક રહ્યા
* ગુજરાતી લોકસાહિત્યનાં સીમાચિન્હરૂપ સંશોધક પુષ્કર ચંદરવાકરનું અવસાન (1995)
પુષ્કર ચંદરવાકરે રાંકના રતન, પ્રિયદર્શિની, ઘર જ્યોત, નંદવાયેલા હૈયા, બાવડાનાં બળે, ભવની કમાણી, માનવીનો મેળો, લીલુડા લેજો, નવા ચીલે, ધરતી ભાર શે ઝીલશે, ઝાંઝવાનાં નીર, બાંધણી, અંતરદીપ, શુકનવંતી, પિયરનો પડોશી, મહિના ઓવારે, ચંદર ઉગે ચાલવું, વાગે રૂડી વાંસળી, ખેતરનો ખેડુ, ઓખામંડળની લોકકથાઓ, ઓલ્યા કાંઠાનાં અમે પંખીડા, શ્રેયાર્થી દાદાસાહેબ માવલંકર જેવી નવલકથા, એકાંકી, વિવેચન લોકવિદ્યા અને ચરિત્ર સાહિત્યને લગતા પુસ્તકો લખ્યા
* અભિનેત્રી અને મોડલ કનિષ્કા સોનીનો અમદાવાદ ખાતે જન્મ (1989)
* કર્ણાટકની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી મેઘના લોકેશનો મૈસુર ખાતે જન્મ (1994)