ગુજરાતમાં પરપ્રાંતીય નહિ ગુજરાતીઓ પણ અસુરક્ષિત છે-શ્રી અમિત ચાવડા
ગુજરાતમા પરપ્રાંતીય નહિ ગુજરાતીઓ પણ અસુરક્ષિત છે.-શ્રી અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી અમિત ચાવડા તથા AICC સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રામ કિશન ઓઝાજી એ ઝઘડિયા દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી
આણંદ ટુડે | વડોદરા
વડોદરા ખાતે આજ રોજ ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી અમિત ચાવડાજી તથા AICC સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રામ કિશન ઓઝાજી એ ઝઘડિયા દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી હતી.
શ્રી અમિત ચાવડાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે પરપ્રાંતીય જ નહિ પણ ગુજરાતીઓ પણ અસુરક્ષિત છે. છેલ્લા એક વર્ષમાં અનેક આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ દુષ્કર્મની ધટના દુર્ભાગ્યપૂર્ણ છે દસ વર્ષની માસુમ દિકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. જે રીતે દીકરીની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે. દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈને ખરેખર કાળજુ કંપી જાય તેવી માસુમ દિકરી પર બર્બરતાથી અને આટલી હેવાનિયતથી કરવાનું કોઈનો વિચાર સુધ્ધા પણ કેવી રીતે આવી શકે. આજે ડોક્ટર સાથે પણ વાત થઈ તે ડોક્ટર પ્રયત્ન કરે છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પણ છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએકે દીકરી સાજી સમી હસ્તી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે, પણ આવી ઘટનાઓ વારંવાર કેમ ગુજરાતમાં બને છે. છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસુમ દિકરી પર બળાત્કાર થાય છે એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસુમ દિકરી પર બળાત્કાર થયો છે. વડોદરામાં પણ નવરાત્રીમાં જ એક દીકરી પર બળાત્કાર થયો છે. સુરતમાં પણ આવા બનાવ બને છે અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઢંઢોળી નાંખે, કાળજું હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન અને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય અને આટલું મોટું પોલીસ તંત્ર પાસે કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈપણ કાયદાનો ડર ન રહે, પોલીસનો ડર ન રહે એનો
સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ છતી થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈપણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. આવી ઘટનાઓમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય. આજે કોઈ પણ ના પણ પરિવારની દીકરી ઘરેથી બહાર જાય અને ઘરે સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો આજે ગુજરાતમાં નિર્માણ થયા છે. અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે ગુજરાતમાં બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો, બુટલેગારો અને બળાત્કારીઓ, ખનીજ માફિયાઓ બેફામ થયા છે. રોજ એવી ઘટનાઓ આપણે ટીવી મીડિયા ના માધ્યમથી જોઈએ ત્યારે સરકારને વિનંતી છે કે ગુજરાતમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતના ખરાબ કૃત્યો કરવાનો વિચાર શુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે અને કડી માં કડી ફાંસીની સજા થાય અને દાખલા રૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલા રૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુધાર ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી.
આ વખત પહેલા આપણે બધાએ જોયું તું કે આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ ના દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો અને જે રીતની બર્બરતા હેવાનિયત એ નિર્ભયા ઘટના માં જોવા મળી એવો જ બનાવવા ભરૂચનો બનાવ છે પણ પરપ્રાંતિય મજૂર પરિવાર છે ગરીબ પરિવાર છે મહેનત મજૂરી કરીને બે ટંકનું ભોજન મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે એવા પરિવાર માટે સરકારે પણ ખાસ ચિંતા કરવી પડે અને આવા એક નહીં અનેક પરિવારો આજે પરપ્રાંતિય લોકો ગુજરાતમાં મહેનત મજૂરી માટે આવ્યા ત્યારે એમના આરોગ્યની એમના બાળકોના શિક્ષણની એના રહેવાની એની સુરક્ષાની જવાબદારી પણ રાજ્ય સરકારની કોઈપણ પ્રાંતમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા રાજ્યમાં આવ્યો હોય તેની બધી જ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે ત્યારે સુરક્ષા પ્રદાન કરવામાં તો સરકાર નિષ્ફળ
રહી છે આવનારા સમયમાં આવું કોઈપણ બીજા પરિવાર સાથે ના બને એની પણ સરકાર ચિંતા કરે અને આવા જે પણ પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં આવતા હોય તેના રહેઠાણથી લઈને શિક્ષણ આરોગ્ય અને એની સલામતી માટેની પૂરી વ્યવસ્થા પણ સરકારએ કરવી જોઈએ.
સાથે સાથે શ્રી અમિત ચાવડાએ જણાવ્યુ કે ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારોને કોઈપણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જગ્યાએ માસુમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એ ઘટના નહીં છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓ પુનરાવર્તન થાય છે હું માફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે ગુંડાઓ બુટલેગરો આ સામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય ગૃહ મંત્રી પોતાની કે પોતાની બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ પડી ભાગી છે એટલે પરપ્રાંતીય નહી એકે ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાંગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતીને સુરક્ષાની પણ ચિંતા છે. ભાજપ ના સાંસદ કે પ્રભારી મંત્રી કાર્યક્રમો અને તાયફાઓ માટે સમય છે પણ દીકરી ને જોવા માટેનો સમય નથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈપણ પરિવાર પણ થાય કોઈપણ પરિવારની દીકરી પર આવી બર્બરતા હેવાનિયત થાય તો હું માનું છું કેમાં કોઈ પક્ષા પક્ષી ના હોય, જાતિ ધર્મ ના હોય, ગુજરાત કે પરપ્રાંત, પણ ના હોય અને માનવતાના ધોરણે બધા જ આગળ વધવું જોઈએ સરકાર તો માઈ બાપ કહેવાય અને આવી કોઈપણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય સરકાર નું કંપવું જોઈએ કારણકે સરકારમાં બેઠેલા લોકો ઉપર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનો હૃદય કંપાવું જોઈએ પણ અહીંયા એ સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય એટલા માટે હજુ સુધી સરકારનો કોઈપણ પ્રતિનિધિ મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો ત્યાંના સંસદ સભ્ય ધારાસભ્યની પણ જવાબદારી છે. ઝારખંડ થી ત્યાંના સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે એને મદદ માટેની એને સહાય માટેની વાત કરે જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય એનામાં સેજ પણ દયા નથી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાત અને દેશમાં કાયદા છે અને સરકાર ગૃહ વિભાગ પોલીસની જવાબદારી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરે જો કાયદાનો શાસન પ્રસ્થાપિત હોય સરકારમાં બેઠેલા આ પ્રમાણેની ઘટનાઓ અટકાવવા માટે કડક સજા આપે તો કદાચ અન્ય આ પ્રકારના કિસ્સાઓ બનતા અટકી શકે છે.
આ મુલાકાતમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ ભાઇ), પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ, શહેર પ્રવકતા વિશાલ પટેલ, કપિલ જોશી હાજર રહ્યા હતો.