ચારૂસેટનું ગૌરવ આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની શાહ
ચારૂસેટનું ગૌરવ આસીસ્ટન્ટ પ્રોફેસર
ડો. સ્વેની શાહ ..
ચારૂસેટ- ARIPના ડો. સ્વેની શાહને ‘ગુજરાત સાયન્સ એકેડમી-ચારુસેટ બેસ્ટ પી. એચ. ડી. થીસીસ એવોર્ડ ઇન સાયન્સીસ’ એનાયત
ચાંગા
ચાંગાસ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) ના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની શાહે ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા યોજાયેલા રાજ્ય કક્ષાના એવોર્ડ્સ સમારંભમાં બેસ્ટ પી. એચ. ડી. થીસીસ એવોર્ડ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા ગોધરામાં 35મી ગુજરાત સાયન્સ કોંગ્રેસ તેમજ ગુજરાત સાયન્સ એકેડમી-ચારુસેટ બેસ્ટ પી. એચ. ડી. થીસીસ એવોર્ડ ઇન સાયન્સીસ-2023 એનાયત સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં બેસ્ટ થીસીસ અને બેસ્ટ રીસર્ચ પેપર રજૂ કરનાર અધ્યાપકોને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
ફાર્માસ્યુટીકલ્સ એન્ડ મેડીકલ સાયન્સ કેટેગરીમાં ડો. સ્વેની શાહે પી. એચ. ડી. થીસીસ ‘Development of a Knowledge Translation Intervention to Improve Physiotherapists’ Clinical Decisions in the Management of Non-Specific Low Back Pain’ માટે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ થીસીસમાં ફિઝિયોથેરાપિસ્ટ પીઠના દુખાવાની સારવાર કેવી રીતે કરે છે તે જાણવા માટે એક નવું સંશોધન કરવામાં આવ્યું છે જે ફીઝીયોથેરાપીસ્ટને સારવારની યોજના અપડેટ કરવા માટે સશક્ત બનાવે છે. આ સંશોધનનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દર્દીઓને સૌથી વધુ અત્યાધુનિક અને અસરકારક સંભાળ મળે, જેનાથી દર્દીઓને ઝડપી રીકવરીની સુવિધા પ્રાપ્ત થશે.
એવોર્ડ એનાયત સમારંભમાં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન ડો. સમીર કામત, ગોધરાના શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના હસ્તે ડો. સ્વેની શાહને સર્ટીફીકેટ ઓફ ઓનર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ડો. સ્વેની શાહને આ એવોર્ડ માટે ARIPના પ્રિન્સીપાલ ડો. એમ. બાલાગણપતિ સહીત સમગ્ર ARIP સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.