આજના દિવસની વિશેષતા
ભારતીય સિનેમાનાં સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ઉત્તમ શાયર, સંવેદનશીલ ફિલ્મદિગ્દર્શક, ગીતકાર, કુશળ સંવાદ અને પટકથા લેખક ગુલઝાર (સંપૂરનસિંહ કાલરા)નો પાકિસ્તાનમાં જન્મ (1934)
આજે તા. 18 ઓગસ્ટ
Today : 18 AUGUST
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
* ભારતીય સિનેમાનાં સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ઉત્તમ શાયર, સંવેદનશીલ ફિલ્મદિગ્દર્શક, ગીતકાર, કુશળ સંવાદ અને પટકથા લેખક ગુલઝાર (સંપૂરનસિંહ કાલરા)નો પાકિસ્તાનમાં જન્મ (1934)
તેમનું જન્મસ્થાન દીના ગામ હતું એટલે તેના પરથી ‘ગુલઝાર દીનવી’ જેવા તખલ્લુસથી પણ તે લખતા હતા
ગુલઝારે અભિનેત્રી રાખી સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને એક પુત્રી મેઘના ગુલઝાર છે
ગુલઝારની કારકિર્દી ફિલ્મ બંદીની(1963)થી થઇ અને ‘મોરા ગોરા અંગ લઇ લે...' ગીત લખીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો
તેમની યાદગાર ફિલ્મોમાં ગુડ્ડી, આનંદ, આંધી, મેરે અપને, માસુમ, મૌસમ, માચીસ, ખામોશી, દિલ સે થી લઇને સ્લમ ડોગ્ઝ મિલ્યોનર વગેરે છે
ગુલઝારનું ‘પદ્મ ભૂષણ’, 5 નેશનલ ફિલ્મ એવોર્ડ, વિશ્વપ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ અને લગભગ 20 ફિલ્મફેર એવોર્ડ્ઝથી સન્માનિત થયાં છે
તેમની રચનાઓ મુખ્યત્વે હિન્દી, ઉર્દૂ અને પંજાબીમાં છે, પરંતુ તેમણે બ્રજ ભાષા, ખારી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરી છે
તેમણે સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના ગીત 'જય હો...' માટે શ્રેષ્ઠ ગીત માટેનો ઓસ્કાર જીત્યો છે
* ભારતના પ્રથમ પૂર્ણ-સમયનાં મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારામનનો તમિલનાડુનાં મદુરાઈમાં જન્મ (1959)
તેણી 2014થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે અને સિતારામન ભારતના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન છે અને ઈન્દિરા ગાંધી પછી બીજી મહિલા નાણાં પ્રધાન પણ છે
* ભારતીય ક્રિકેટર (29 ટેસ્ટ અને 45 વનડે રમનાર), ક્રિકેટ મેનેજર અને ભૂતપૂર્વ કેન્યા રાષ્ટ્રીય ટીમના કોચ સંદીપ પાટીલનો મુંબઈમાં જન્મ (1956)
* પદ્મ વિભૂષણથી સન્માનિત તથા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રથમ મહિલા પ્રમુખ (આઠમુ સત્ર-1953) તરીકે પસંદગી પામનાર અને મોતીલાલ નેહરુનાં પુત્રી વિજયાલક્ષ્મી પંડિત (સ્વરૂપકુમારી)નો પ્રયાગરાજ (અલાહાબાદ)માં જન્મ (1900)
વિજયાલક્ષ્મી 21 વર્ષનાં થયાં કે તેમનાં લગ્ન રણજિત સીતારામ પંડિત સાથે કરવામાં આવ્યાં. રણજિત પંડિત મહારાષ્ટ્રનાં વતની હતા, પણ વરસોથી તેમનો પરિવાર રાજકોટમાં વસતો હતો અને રણજિત પંડિત સંસ્કૃતનાં વિદ્વાન અને પ્રસિદ્ધ વકીલ હતાં
* માત્ર સંગીત પ્રત્યેનાં સમર્પણનાં લીધે વડોદરા રાજ્યના દરબારી ગાયકનું માનભર્યું પદ ઠુકરાવી દેનાર મહાન સંગીતકાર પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરનો મહારાષ્ટ્રમાં જન્મ (1892)
તેમણે ગાંધીજીના પ્રિય ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ...'નું સૌપ્રથમ સ્વરાંકન અને ગાયન પલુસ્કરે જ કર્યું અને એમ કહેવાય છે કે તેમનો બુલંદ અવાજ વગર માઈક્રોફોને 25 હજાર લોકો સુધી પહોંચતો
સંગીત બાલપ્રકાશ, સંગીત શિક્ષક, રાષ્ટ્રીય શિક્ષણ, વ્યાયામ સાથે શિક્ષણ, મહિલા સંગીત અને રાગ પ્રવેશ જેવા 25 થી વધુ પુસ્તકો, લાહોરમાં સંગીત વિદ્યાલય અને મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના તથા સંગીત ક્ષેત્રની ઉમદા અનુગામી પેઢીનું ઘડતર વગેરે માટે પણ પલુસ્કરને યાદ કરાય છે
* જૈન ધર્મ, શિક્ષણ અને ન્યાયતંત્ર પરના તેમના વિદ્વતાપૂર્ણ કાર્ય માટે જાણીતા ટી. કે. તુકોલનું બેંગલુરું ખાતે અવસાન (1983)
* ફિલ્મ સ્ટાર ટ્રેકઃ ધ મોશન પિક્ચરમાં લેફ્ટનન્ટ ઇલિયાની ભૂમિકા માટે સૌથી વધુ યાદ કરવામાં આવતા અભિનેત્રી અને ભારતીય
મોડલ પર્સિસ ખંભાતાનું મુંબઈમાં અવસાન (1998)
* નૃત્યગ્રામની સ્થાપ ઓડિસી ઘાતકી અને ભારતીય મોડલ પ્રોતિમા બેદીનું ઉત્તરાખંડ રાજ્યમાં અવસાન (1998)
* ઓડિયા દૈનિક સંબાદના સ્થાપક અને સંપાદક અને એક ફીચર ફિલ્મ નિર્માતા તેમજ સફળ બિઝનેસ વ્યક્તિત્વ સૌમ્ય રંજન પટનાયકનો જન્મ (1952)
* અર્જુન એવોર્ડથી સન્માનિત ડબલ્સ અને મિક્સ ડબલ્સ રમતા ભારતીય બેડમિન્ટન ખેલાડી નેલાકુરીહી સિક્કી રેડ્ડીનો તેલગાણા રાજ્યમાં જન્મ (1993)
* હિન્દી અને પંજાબી ગાયક, ગીતકાર, લેખક અને રેકોર્ડ નિર્માતા દલેર મહેંદીનો બિહારમાં પટના ખાતે જન્મ (1967)
* બૉલીવૂડ ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ વી.જે. રણવીર શૌરીનો જલંધર ખાતે જન્મ (1972)
* હિન્દી ફિલ્મ - ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ સંગીતા ઘોષનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1976)
* મોડલ અને હિન્દી ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીનો મુંબઈમાં જન્મ (1980)
* માનવામાં આવે છે કે તાઇવાનમાં વિમાન અકસ્માતમાં 48 વર્ષની વયે નેતાજી સુભાષચંદ્રનું અવસાન થયું (1945)
બીજા મત મુજબ આ દિવસે કોઈ પ્લેન ઊડ્યું જ નહોતું અને રશિયામાં મૃત્યુ પામ્યા
ત્રીજો મત છે કે બોઝ ગુમનામી બાબાના નામે 1985 સુધી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં રહેતા હતાં. તેમનાં મૃત્યુનું રહસ્ય હજુ પણ અકબંધ છે
દેશના ઇતિહાસમાં એક સાથે એક મહાન સેનાપતિ, બહાદુર સૈનિક, રાજકારણના અદ્ભુત ખેલાડી અને રાજદ્વારી અને વક્તા સુભાષ ચંદ્ર બોઝએ ભારતની આઝાદી માટે લગભગ સમગ્ર યુરોપમાં પ્રકાશ જગાવ્યો હતો