ગુજરાતી ચલચિત્ર અભિનેતા અને રાજકીય આગેવાન હિતુ કનોડિયાનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 21 ફેબ્રુઆરી : 21 February
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ગુજરાતી ચલચિત્ર અભિનેતા અને રાજકીય આગેવાન હિતુ કનોડિયાનો આજે જન્મદિવસ
ગુજરાતી ફિલ્મોના અભિનેતા, ઈડરના ધારાસભ્ય (2017) અને ભાજપના આગેવાન હિતુ કનોડિયાનો જન્મ (1970)
તેમના પિતા નરેશ કનોડિયા અને કાકા મહેશ કનોડિયા ખૂબ લોકપ્રિય ગુજરાતી કલાકારો હતા. હિતુ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી મોના થીબા સાથે 2014માં લગ્ન કર્યા. તેમને એક મજાનો દીકરો છે જેનું નામ છે રાજવીર.100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર હિતુ કનોડિયાએ સાત વર્ષની વયે વણઝારી વાવ નામની ફિલ્મમાં તેમણે પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો
* પદ્મશ્રીથી સન્માનિત બોલિવૂડ અભિનેત્રી નૂતન (નૂતન સમર્થ બહેલ)નું મુંબઈ ખાતે અવસાન (1991)
કોઈ અભિનેત્રીનું પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માન થયું હોવાનો રેકોર્ડ તેમની સાથે 30 વર્ષ રહ્યો અને અંતે તે રેકોર્ડ તેમના પરિવારના અભિનેત્રી કાજોલ દ્વારા સિધ્ધ કરવામાં આવ્યો
નૂતનની યાદગાર ફિલ્મોમાં સીમા, સુજાતા, બંદિની, મિલન, સરસ્વતી ચંદ્ર, મેં તુલસી તેરે આંગન કી, છલીયા, સૌદાગર, અનુરાગ, મેરી જંગ, નામ, કર્મા વગેરે છે
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતના વૈજ્ઞાનિક ડૉ શાંતિસ્વરૂપ ભટનાગરનો પાકિસ્તાનમાં જન્મ (1894)
તેમણે ભારતમાં 12 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (74 ટેસ્ટ અને 42 વનડે રમનાર) અને કોમેન્ટેટર બનેલ માઈકલ સ્લોટરનો જન્મ (1970)
ઓપનિંગ બેટ્સમેન હોવા છતાં ટેસ્ટમાં પાંચ હજારથી વધુ (5312) રન બનાવ્યા છે
નરવસ 90નો શિકાર તે 9 વખત બન્યાનો ઈતિહાસ રચાયો
તેમના માતા પિતા ના ડિવોર્સ થયા અને તેના પણ પત્ની સાથે બ્રેક અપ થયા હતા
* આધ્યાત્મમૂર્તિ અને શ્રી અરવિંદ આશ્રમના ધ મધર (મીરા અલફાસા)નો પેરીસ ખાતે જન્મ (1878)
* ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) સુધીર નાયકનો જન્મ (1945)
* ભારતીય કવિ ગુલાબ ખંડેલવાલનો રાજસ્થાનના નવલગઢ ખાતે જન્મ (1924)
તેમણે પદ્ય વિભાગના લગભગ દરેક વિષય (ગીત, કવિતા, સોનૅટ, દોહા, ગઝલ, નાટ્ય ગીત વગેરે) પર લેખન કર્યું છે
* કર્ણાટક ના વિરાંગના અને સ્વાતંત્ર સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન (1829)
* હિન્દી સાહિત્યકાર સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા'નો પશ્ચિમ બંગાળમાં જન્મ (1896)
* ભારતના ક્રિકેટ ખેલાડી (8 વન ડે રમનાર) શ્રીધરન શ્રીરામનો ચેન્નઇ ખાતે જન્મ (1976)
* પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્ય, ફિલ્મ નિર્માતા, નિર્દેશક, અભિનેતા રાજ (રાજુ) ચક્રવર્તી (1975)
* ભારતીય મુળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીનો મુંબઈ ખાતે જન્મ (1961)
અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે
* હિન્દી ફિલ્મ અભિનેતા ઓમ પ્રકાશનું મુંબઈ ખાતે અવસાન (1998)
તેમની યાદગાર ફિલ્મોમાં બુઢ્ઢા મીલ ગયા, પડોશન, ચુપકે ચુપકે, લોફર, નૌકર બીવી કા, શરાબી વગેરે છે
* શરૂઆતની હિન્દી ફિલ્મોના ગાયિકા ઝોહરાબાઈ અંબેવાલીનું અવસાન (1990)
* પદ્મશ્રીથી સન્માનિત અને બંગાળી ફિલ્મોમાં લાંબો સમય (6 દાયકાથી વધુ) અભિનય કરનાર અભિનેત્રી સાબિત્રી ચેટરજીનો બાંગ્લાદેશમાં જન્મ (1937)
* મરાઠી અને હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી જયશ્રી ગડકરનો કર્ણાટકમાં જન્મ (1942)
* બોલિવૂડ ફિલ્મોના ગાયક અને સંગીતકાર વિજય પ્રકાશનો કર્ણાટકમાં જન્મ (1976)
તે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની તેલુગુ ફિલ્મોના સૌથી સફળ ફિલ્મ નિર્માતા છે
* લોકપ્રિય ટીવી અભિનેત્રી સ્મિતા બન્સલનો જયપુર ખાતે જન્મ (1978)
* ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે ન્યુક્લિયર હથિયાર માટે લાહોર કરાર થયા (1999)
* લોન ટેનિસમાં ડબલ્યુ ટી એ ટાઈટલ જીતનાર સાનિયા મિર્ઝા પ્રથમ ભારતીય બની (2004)
* વિશ્ચ માતૃભાષા દિવસ *
ભાષા માનવજાત માટે એક વ્યવસ્થા છે. નાદ, શબ્દ, વાક્ય અને તેના અર્થમાંથી ભાષા ઉત્પન્ન થાય. ભાષા વિજ્ઞાનમાં ફોનોલોજી, મોર્ફોલોજી, સિનેટક્સ અને સિમેન્ટીક્સનો સમાવેશ થતો હોય છે. વિચારોને દૂર સુધી પહોંચાડવા, લાંબા સમય સુધી જીવંત રાખવા કે અનુભૂતિ વ્યકત કરવા લિપિઓ જોઈએ. લખવાની વાત આવે એટલે લિપિ યાદ આવે. ભારતની બંને પૌરાણિક લિપિઓ (જમણેથી ડાબે લખાતી) બ્રાહ્મી અને (ડાબીથી જમણી તરફ લખાતી પૂર્ણ ભારતીય લિપિ ) ખરોષ્ઠિનું મૂળ પણ આ ભારતની ધરતીમાં હોવાનું માનવામાં આવે છે.
>>>> જગત પરિવર્તનશીલ છે. સતત બદલાતા રહેવું એ પ્રકૃતિનો નિયમ છે. આપણી દરેક ગતિવિધિઓને કોઇક અજાણ્યું પરિબળ નિયંત્રિત કરે છે એવું પણ આપણે અનુભવીએ છીએ. કોઇપણ જીવ કે પદાર્થનો પોતાનો પણ એક લય હોય છે. એની જીવંતતા હોય છે. બદલાવની પોતાની આગવી રીત હોય છે. માણસ પાસે તો બુધ્ધિ અને સંવેદના પણ છે. એના ઉપયોગ થકી એ ઇચ્છે તો આ બધી અંકાયેલી ઘટનાઓને પોતાના પુરૂષાર્થ થકી અલગ ઘાટ આપી શકે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)