ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 16 માર્ચ : 16 March i
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મદિવસ
ગુજરાતના નવસારીથી લોકસભાના સાંસદ (2014થી) અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટિલનોજન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો.
સી આર પાટીલના નેતૃત્વમાં ભાજપે ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.
તેઓ 2019માં લોકસભા ચૂંટણી 6,89,668ના અને 2014માં 5,58,116ના રેકોર્ડ માર્જીન સાથે જીત્યા છે
* સચિન તેંડુલકરે પોતાની ક્રિકેટ કારકિર્દીની ઐતિહાસિક ૧૦૦મી સદી ફટકારી (2012)
આ રેકોર્ડ તેમણે બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં બનાવ્યો છે
વન ડેમાં 49મી અને ટેસ્ટમાં 51 સદી સાથે આ રેકોર્ડ બનાવનાર વિશ્ચના પ્રથમ ખેલાડી બન્યા
* ભારતીય સેનાના પ્રથમ સીડીએસ - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતનો જન્મ (1957)
તેમણે આ હોદ્દો તા1 જાન્યુઆરી 2020થી તા. 8-12-2021 સુધી સંભાળ્યો હતો
* ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલ દલપતરામ કવિનો અમદાવાદ ખાતે જન્મ (1877)
ભારતીય ટપાલ ખાતા દ્વારા ૧૯૭૮માં એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી
ન્હાનાલાલના પિતા દલપતરામ જાણીતા ગુજરાતી કવિ હતા
* ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાનો જસદણ ખાતે જન્મ (1955)
*
* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હર્ષલ ગિબ્સ એ એક ઓવરમાં ૬ સિક્સ મારવાનો રેકર્ડ બનાવ્યો (2007)
*
* લોકપ્રિય હિન્દી કાર્ટૂનિસ્ટ કાક (હરીશ ચંદ્ર શુકલા)નો ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે જન્મ (1940)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ રમનાર) અને કેપ્ટન રહેલા ઈફ્તેખાર અલી ખાન પટૌડીનો જન્મ (1910)
*
* પદ્મ ભૂષણથી સન્માનિત બંગાળી હાસ્ય લેખક રાજશેખર બાસુનો જન્મ (1880)
તેઓ પરશુરામ ઉપનામથી પણ લખતા હતા
* અમેરિકાના રાષ્ટ્રપતિ (1809-17) જેમ્સ મેડિસનનો જન્મ (1751)
*
* અભિનેતા ડી. કે. (દયા કિશન) સપ્રુનો કાશ્મીરમાં જન્મ (1916)
તેમનો દીકરો તેજ સપ્રુ પણ અભિનેતા હતા
* હિન્દી ફિલ્મોના અભિનેતા રાજપાલ યાદવનો જન્મ (1971)
*
* એમટીવીના રોડિઝ શોના સંચાલક તરીકે ખૂબ લોકપ્રિય રણવિજય સિંગનો જલંધર ખાતે જન્મ (1983)
*
* ભાવનગરમાં જન્મેલા ગઝલના ગગનના સિતારા નાઝિર દેખૈયા (નૂરમોહમ્મદ અલારખ દેખૈયા)નું અવસાન (1988)
તેમની શાસ્ત્રીય સંગીત પર એટલી જ પક્કડ.
માત્ર ચાર ચોપડી ભણેલા નાઝિરના પાંચ પુસ્તકોએ ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ કરી છે.
નાઝિરની સેન્સ ઓફ હ્યુમર સાથે સ્વાગત પણ પ્રખ્યાત હતું.
એમની ગઝલ મોરારીબાપુની રામકથામાં કે નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસના ડાયરામાં કે મનહર ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય વગેરેની સુગમસંગીતની મહેફિલમાં ગવાય છે.
>>>> બુદ્ધિનો વિકાસ નોલેજને આભારી છે. એટલા માટે, જેમ બુદ્ધિની સીમા નિશ્ચિત નથી, તેવી રીતે નોલેજની સીમા પણ તય નથી. જનરલ નોલેજ એટલે આપણે જે સમાજ અને દુનિયામાં રહીએ છીએ તેનું બુનિયાદી જ્ઞાન. આપણા જીવનને પ્રભાવિત કરે તેવી અતીતની, વર્તમાનની અને ભવિષ્યની બાબતોથી જાગૃત કરે અને સકારાત્મક અભિગમ સાથે આપણને આગળ વધવામાં મદદ કરે તેને જનરલ નોલેજ કહે છે. તેની કોઈ લિમિટ હોય? તેનો આધાર આપણે જનરલ નોલેજ કયા હેતુથી મેળવીએ છીએ તેના પર છે. જીવન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બઢતીઓ પૂરતું સીમિત નથી. આપણે બુદ્ધિશાળી પ્રજાતિ છીએ અને આપણે જીવનમાં અનેક મહત્વના નિર્ણયો લેવાના હોય છે, જટિલ સમસ્યાઓ ઉકેલવાની હોય છે અને આજુબાજુમાં નિયમિત બદલાતા વિશ્વની સમજ રાખવાની હોય છે. તે સંબંધિત આપણી પાસે જો જનરલ નોલેજ ન હોય, તો બુદ્ધિ વ્યર્થ સાબિત થાય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)