આઝાદીનાં લડવૈયા ચંદ્રશેખર આઝાદ નો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 23 જુલાઈ : 23 JULY
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
આઝાદીનાં લડવૈયા ચંદ્રશેખર આઝાદ નો આજે જન્મદિવસ
મહાન ક્રાંતિકારી અને દેશની આઝાદીનાં લડવૈયા ચંદ્રશેખર આઝાદ (ચંદ્રશેખર સીતારામ તિવારી)નો મધ્યપ્રદેશમાં જન્મ (1906)
તેઓ પોતાનાં સાથીઓ ભગતસિંહ અને સુખદેવની સાથે મળીને મરવાની છેલ્લી ક્ષણ સુધી લડ્યાં હતા
* લાલ, બાલ, પાલ નામની ત્રિપુટી પૈકીના એક અને હોમરૂલ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર લોકમાન્ય ટિળક - બાળ ગંગાધર ટિળક (કેશવ ગંગાધર શાસ્ત્રી)નો મહારાષ્ટ્રમાં જન્મ (1856)
તેઓ સ્વરાજની માંગણી કરનાર પ્રથમ નેતા હતાં. તેમણે મંત્ર આપ્યો હતો કે, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ.’
‘હોમરૂલ ચળવળ’માં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સમય દરમિયાન ટિળકને ‘લોકમાન્ય’ તરીકે બિરદાવવામાં આવ્યાં હતાં
* શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મી નારાયણ દેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદનો જન્મ (1966)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (64 વનડે અને 62 ટી-20 રમનાર) યજુવેન્દ્ર ચહલનો હરિયાણા રાજ્યમાં જન્મ (1953)
તેઓ એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે ક્રિકેટ અને ચેસ બન્ને રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે
* રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર અને બહુમુખી સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીનું અવસાન (1960)
શ્રીધરાણીએ પત્રકાર તરીકે અમૃતબઝારપત્રિકા, ન્યુયોર્ક ટાઈમ્સ, કરન્ટ હિસ્ટરી, સેટરડે રીવ્યુ ઓ લિટરેચર, ન્યુયોર્ક હેરાલ્ડ ટ્રીબ્યુન, ટોકિયો શીમ્બુન અને વોઈસ ઓફ ઇન્ડિયા જેવા સામયિકો દ્રારા પત્રકારત્વમાં ખેડાણ કર્યું હતું. તેમની ‘ઇનસાઇડ દિલ્હી’ સાપ્તાહિક કોલમ ઘણી લોકપ્રિય બની હતી
* પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી લક્ષ્મી સહેગલનું અવસાન (2012)
સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કેપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે, આઝાદ હિંદ ફોજમાં ઝાંસીની રાણીની ટુકડીને સંગઠિત કરવા માટે કેપ્ટન લક્ષ્મી વુમન્સ આર્મીમાં જોડાયાં હતાં
* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (118 ટેસ્ટ અને 125 વનડે રમનાર) ગ્રેહામ ગુચનો જન્મ (1953)
*
* નોબેલ ગેસની શોધ માટે રસાયણવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની સર વિલિયમ રામસેનું અવસાન (1916)
*
* વિમાન ઉડ્ડયન ક્ષેત્રનો અગ્રણી વિજ્ઞાની આલ્બર્ટો સાન્ટોસએ આત્મહત્યા કરી લેતા અવસાન (1932)
*
* પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વાયોલિનવાદક, શાસ્ત્રીય કર્ણાટિક સંગીત પરંપરા અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં પ્રશિક્ષિત સંગીતકાર એલ. સુબ્રમણ્યમનો ચેન્નાઇ ખાતે જન્મ (1947)
તેમના બીજા લગ્ન પ્લેબેક ગાયિકા કવિતા ક્રિષ્નામૂર્તિ સાથે થયા છે
* બોલિવૂડ ફિલ્મ પ્લેબેક ગાયક, સંગીત નિર્દેશક, નિર્માતા અને અભિનેતા હિમેશ રેશમિયાનો મુંબઈમાં જન્મ (1973)
સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા (1998) અને અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ આપકા સુરુર (2007) છે
* મંદસૌરથી ભૂતપૂર્વ સંસદસભ્ય મીનાક્ષી નટરાજનનો મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1973)
*
* તમિલ સિનેમામાં અભિનેતા, નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા સુર્યા (સર્વાનન શિવકુમાર)નો ચેન્નાઇ ખાતે જન્મ (1975)
*
* હિન્દી ફિલ્મોમાં કોમિક ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા મેહમૂદ (અલી)નું અમેરિકામાં અવસાન (2004)
તેમણે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું અને એક સમયે તે હીરો કરતા વધુ રકમ લેનાર અભિનેતા હતા
* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત અભિનેતા અને મનોચિકિત્સક મોહન અગાશેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1947)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેતા, લેખક અને નિર્માતા રાજા ચૌધરીનો મેરુત ખાતે જન્મ (1975)
*
>>>> આયખાના અટપટા સવાલો અને એના માટે માણસે શોધેલા ઉપાયો અને એના અનુભવોનું ભાથું કેટલાક રસ્તા બતાવી જાય છે. કોઇપણ ઉપાય સચોટ નથી તો એની અવગણના થઈ શકે એવો પણ નથી. આમછતાં એટલું ચોકકસ કહી શકાય કે લાંબુ જીવવાની પ્રથમ શરત છે આપણા મનના હકારાત્મક ભાવો, આસ્થા, સંયમિત ખોરાક તથા કસાયેલું શરીર. આ બધું ત્યારે જ શકય બને જયારે માણસ સાદું જીવન જીવતો થાય. આપણી મોટાભાગની વ્યથાઓ અને તણાવ આપણા વૈભવી અને મોજશોખવાળા જીવનની દેન છે. જેનું જીવન સાદુ, જેનો મન ઉપર કાબૂ એની પાસે લાંબા જીવનનો જાદૂ હોય છે એ નિર્વિવાદ વાત છે.
સંકલન : વિજય એમ. ઠક્કર