રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 1 એપ્રિલ : 1 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો આજે જન્મદિવસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો નાગપુર ખાતે જન્મ (1889)
મિત્રો, વારસો પહેલા અખંડ ભારત -હિન્દૂ રાષ્ટ્રનું જેણે સ્વપ્ન સેવેલ તેવા આ મહામાનવ નો આજે જન્મ દિવસ છે. ચાલો આજે આ યુગપુરુષ વિશે થોડું જાણવાનો પ્રયાસ કરીએ. ડોક્ટરજીના નામથી જાણીતા કેશવજીના જીવન પાર મરાઠા રાજ્ય અને શિવાજીના વીરતાપૂર્ણ કાર્યોની અમિટ છાપ અંકાયેલ હતી. બેંગ-ભંગની ચળવળની વિરુદ્ધ છેડવામાં આવેલ રાષ્ટ્રીય આંદોલનથી તે પ્રભાવિત થયા હતા. ડો. કેશવ બલિરામ હેડગેવાર (૧લી એપ્રિલ ૧૮૮૯ – ૨૧ જૂને ૧૯૪૦), એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ.એસ.)ના સ્થાપક અને સરસંઘચાલક હતા. તેઓ ડોક્ટરજીના હુલામણા નામે જાણીતા હતા. તેમને ૧૯૨૫માં નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ.એસ.)ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ હિન્દુત્વની વિચારધારા ધરાવતા એક ભારતની સંકલ્પનાનો પ્રસાર કરવાનો હતો.
* ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડી (51 વન ડે અને 3 ટી-20 રમનાર) વિક્રમસિંગ સોલંકીનો ભારતના રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતે જન્મ (1982)
તેઓ નવી ઉમેરાયેલી આઈપીએલ ફ્રેન્ચાઇઝી "ગુજરાત ટાઇટન્સ"ના ક્રિકેટ ડિરેક્ટર તરીકે 2022માં નિયુક્ત થયા
તેઓ એક અંગ્રેજી ક્રિકેટ કોચ અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. મર્યાદિત ઓવરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તેમણે બેટ્સમેન અને પ્રસંગોપાત ઓફ-સ્પિનર તરીકે ઈંગ્લેન્ડ માટે રમ્યા છે અને કાઉન્ટી ક્રિકેટમાં, તે સરે માટે રમવા અગાઉ વોર્સેસ્ટરશાયર ખાતે 17 વર્ષ વિતાવ્યા હતા
* ભારતને પ્રથમ વખત વિશ્વ ક્રિકેટમાં ટોચ પર પહોંચાડનાર આક્રમક બેટ્સમેન, (37 ટેસ્ટ અને 2 વન ડે રમનાર) શ્રેષ્ઠ સ્લિપ ફિલ્ડર, ચતુર કેપ્ટન, સફળ મેનેજર અને રાષ્ટ્રીય પસંદગીકાર અજીત વાડેકરનો મુંબઈ ખાતે જન્મ (1941)
* ભારતના ઉપરાષ્ટ્રપતી (2007-17) અને સરકારી અધિકારી તરીકે 38 વર્ષ સેવા આપનાર મોહમદ હામિદ અન્સારીનો કોલકાતા ખાતે જન્મ (1937)
* ભારતના ક્રિકેટ ખેલાડી (61 ટેસ્ટ, 17 વન ડે અને 9 ટી-20 રમનાર) મુરલી વિજયનો ચેન્નઈ ખાતે જન્મ (1984)
* આસામના પૂર્વ મુખ્યમંત્રી (2001-2016) અને કોંગ્રેસના આગેવાન તરુણ ગોગાઈનો જન્મ (1936)
* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (117 ટેસ્ટ અને 114 વન ડે રમનાર) ડેવિડ ગ્રોવર નો જન્મ (1957)
* અર્જુન એવોર્ડ દ્વારા સન્માનિત પ્રથમ મહિલા ચેસ પ્લેયર રોહિણી ખાંડીલકર નો મુંબઈ ખાતે જન્મ (1962)
* ઈંગ્લેન્ડ ખાતે જન્મ અને ખર્ચ-અસરકારક ઊર્જા-કાર્યક્ષમ આર્કિટેક્ચરમાં પહેલ માટે પ્રખ્યાત ભારતીય આર્કિટેક્ટ લૌરી બેકરનું તિરૂઆનન્થપૂરમ ખાતે અવસાન (2007)
* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી માહી વિજનો દિલ્હી ખાતે જન્મ (1982)
* ભારત અને કેનેડાના લોકપ્રિય ગાયક જસ્સી બી નો જન્મ (1975)
* ઓમાન દેશની ક્રિકેટ ટીમના ખેલાડી (11 ટી-20 રમનાર) મુનીસ અન્સારીનો ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1982)
* બૉલીવુડ ફિલ્મોના ગાયક અને અભિનેતા અલી કુલી મિર્ઝાનો જન્મ (1987)
* અમેરિકામાં એપ્પલ કંપનીની સ્થાપના કરાઈ (1976)
* ભારતના ટાઇગર પ્રોજેક્ટનો જિમ કોરબેટ નેશનલ પાર્કથી આરંભ કરાયો (1973)
* ટીવી માટે પૃથક નિગમની સ્થાપના કરાઈ, જેને દૂરદર્શન નામ આપવામાં આવ્યું (1976)
* ભારતીય રિઝર્વ બેન્કની કામગીરીનો આરંભ થયો (1935)
* નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ *
* ધ હિન્દુ અખબારનું દૈનિક પ્રકાશન શરૂ થયું (1889)
* ઓરિસ્સા રાજ્યનો સ્થાપના દિવસ *
* પાકિસ્તાન સાથે એક બેનિફિટ ક્રિકેટ મેચ રમવા ગયેલ ભારતીય ટીમના ખેલાડી દિલીપ વેંગસરકરને કોઈ કારણ આપ્યા વિના જ દુબઇ એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યાની ઘટના બની (1982)
આગામી ઉપલબ્ધ ફ્લાઈટમાં કોચીન થઈને બોમ્બે પાછા મોકલવામાં આવ્યા ત્યારે તેમને સાથી ખેલાડીઓ માટે વિશ્વાસઘાતની ભાવના સાથે આંચકો લાગ્યો હતો. એપ્રિલ ફૂલનો દિવસ હતો છતાં હસવાની સજા એરપોર્ટ ઓથોરિટીએ ખુબ મોટી કરી કહેવાય
* એપ્રિલ ફૂલ : એકબીજાને મૂર્ખ બનાવી આનંદ લેવાની પરંપરા ચાલતી આ દિવસ માટે ચાલતી આવે છે
ફ્રાન્સમાં 'મૂર્ખ દિવસ' મનાવવાનો આરંભ થયો (1582)
>>>> સંકલન : વિજય એમ. ઠક્કર