ભારતીય જીવન વીમા નિગમ (LIC )નો આજે સ્થાપના દિવસ
આજ કલ ઓર આજ
તા. 1 સપ્ટેમ્બર : 1 SEPTEMBER
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતીય જીવન વીમા નિગમ (LIC )નો આજે સ્થાપના દિવસ
આજે ભારતીય જીવન વીમા નિગમનો સ્થાપના દિવસ...1 સ્પ્ટેમ્બર 1956ના દિવસે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય જીવન વીમા નિગમને ટૂંકમાં LIC તરીકે પણ ઓળખવામાં આવે છે. LIC સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે. LIC દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે.
* પોતાના ક્રાંતિકારી અને કડવા પ્રવચનોથી જાણીતાં દિગંબર જૈન મુનિ તરુણ સાગર (પવનકુમાર જૈન)નું 51 વર્ષની વયે દિલ્હીમાં અવસાન (2018)
તેમને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનાં વિજયાદશમીનાં (2010) કાર્યક્રમમાં તેમણે સ્વંયસેવકોને ચામડાનાં બેલ્ટ પહેરનારા અહિંસાનાં વિરોધી હોવાનું કહ્યું હતું. આથી બાદમાં આરએસએસ દ્વારા સ્વંયસેવકોનાં ડ્રેસ કોડમાં ચામડાનાં બેલ્ટની જગ્યાએ કૅન્વસનાં બેલ્ટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું
* ક્વોન્ટમ ઓપ્ટિકનો શોધક અને ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝથી સન્માનિત રોય જે. ગ્લોબરનો અમેરિકામાં જન્મ (1925)
તેમણે પ્રકાશનાં કણોની ગતિવિધિ અને અસરોનો ઊંડો અભ્યાસ કરી ક્વોન્ટમ ઓપ્ટિકનો પાયો નાખ્યો
* આદિવાસીઓનાં ‘જુગતરામ દાદા’ તરીકે પ્રસિદ્ધ થયેલા અને ‘વેડછીનો વડલો’ તરીકે જાણીતાં લેખક, સ્વાતંત્ર્ય સૈનિક અને જમનાલાલ બજાજ એવોર્ડથી સન્માનિત જુગતરામ દવેનો સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતરમાં જન્મ (1888)
તેમણે દક્ષિણ ગુજરાતનાં રાનીપરજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી (જિ.સુરત) ગાંધી આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યુ હતું
વેડછીમાં જુગતરામે જે ધગશ અને ભાવિદર્શનથી આદિવાસી ઉત્થાનનું કામ ઉપાડ્યું અને કર્યું તેમનાં સેવા કાર્યોનાં ઇતિહાસમાં જોટો જડે તેમ નથી, તેમનાં તપનાં બળે એક સમયે આખા ભારતની ‘આદિવાસી નીતિ’ વેડછીનાં આશ્રમથી નક્કી થતી હતી
જુગતરામ દવેની એક ઓળખાણ સાહિત્યકાર તરીકે પણ રહી અને "આત્મરચના અથવા આશ્રમી કેળવણી", "ગાંધીજી", "કૌશિકાખ્યાન", "જુગતરામનાં પાઠો", "ચાલણગાડી", "આંધળાનું ગાડું” જેવા પુસ્તકો સર્જાયા છે. જેમાં “આંધળાનું ગાડું” તો લોકનાટકનો અદભુત નમુનો છે, ‘ગ્રામસેવાનાં દસ કાર્યક્રમો’ રચનાત્મક કાર્ય અંગેનું અજોડ પુસ્તક છે. ‘ગાલ્લી મારી ઘરરર જાય’ એ સરસ બાળનાટિકા છે.
‘બાળકને રમકડાં નહીં, કામકડાં આપો. એમનાં કદને ફાવે તેવાં કામ કરવાનાં સાધનો આપો તો એ પોતાની જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશે’- એમ કહેનાર જુગતરામે બાળઘડતરમાં પાયાનું કાર્ય કર્યું
* ધ નાઝ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, માનવ અધિકાર અને પ્રાણી અધિકાર કાર્યકર્તા અંજલિ ગોપાલનનો ચેન્નાઇ ખાતે જન્મ (1957)
* દલિત સમુદાયના ઉત્થાન માટેના તેમના પ્રયત્નો માટે જાણીતા ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને પદ્મશ્રીથી સન્માનિત રવિ કુમાર નરરાનો સિકંદરાબાદ ખાતે જન્મ (1963)
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય સંગ્રહાલય નિર્માતા સરોજ ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1935)
* કોમેડી શ્રેણી ઓફિસ ઓફિસમાં ભાટિયાની ભૂમિકા માટે જાણીતા ટેલિવિઝન અભિનેતા મનોજ પાહવાનો નવી દિલ્હી ખાતે જન્મ (1963)
* આધુનિક બંગાળી ગીતો માટે ગાયક, ગીતકાર અને સંગીતકાર નચિકેતા ચક્રવર્તીનો બાંગ્લાદેશમાં જન્મ (1964)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા રામ કપૂરનો નવી દિલ્હી ખાતે જન્મ (1973)
* બોલિવૂડ મૂવી અને થિયેટર અભિનેતા દીપક ડોબરિયાલનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1975)
* દક્ષિણ ભારતીય પ્લેબેક સિંગર વિધુ પ્રતાપનો તિરૂએન્થપૂરમ ખાતે જન્મ (1980)
* ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના - કુચીપુડી ઘાતાક યામિની રેડ્ડીનો નવી દિલ્હી ખાતે જન્મ (1982)
* હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આઇટમ નંબરના રૂપમાં કેમિયો માટે જાણીતી અભિનેત્રી મુમૈથ ખાનનો મુંબઈ ખાતે જન્મ (1985)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા અને મોડલ આમીર અલીનો ખાતે જન્મ (1977)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા અંકિત ગેરાનો નવી દિલ્હી ખાતે જન્મ (1987)