P-PATEL

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 9 માર્ચ : 9 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલનો આજે જન્મદિવસ

* ભારતના ક્રિકેટ ખેલાડી (25 ટેસ્ટ, 38 વન ડે અને 2 ટી-20 રમનાર) અને વિકેટકીપર પાર્થિવ પટેલનો અમદાવાદ ખાતે જન્મ (1985)
તેમના ટેસ્ટ પ્રવેશ સમયે ઉંમર માત્ર 17 વર્ષ અને 125 દિવસ હતી અને એ સાથે સૌથી યુવા વિકેટકીપર હોવાનો રેકોર્ડ બન્યો હતો 
વર્ષ 2004માં પાકિસ્તાન સામે લાહોર ખાતે રમતા સતત અપીલ કરવા માટે મેચ ફીની 60% રકમનો દંડ કરવામાં આવ્યો હતો 
તેમની ઓછી ઉંચાઇ પણ ચર્ચાનું કારણ બની હતી 
તે વર્લ્ડ કપ 2003ની ભારતીય ટીમના સભ્ય હતા 
2008 બાદ 2016માં પાર્થિવ ની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ હતી 
આઈપીએલની 7 ટીમ ઉપરાંત અન્ય 3 ટીમ માટે પણ તે રમ્યાનો અનોખો રેકોર્ડ પણ સર્જાયો છે 

* ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું બોટાદ ખાતે અવસાન (1948)

* ભારતે ક્રિકેટ વર્લ્ડકપ 1996ની ક્વાટર ફાઈનલ મેચમાં બેંગલોર ખાતે પાકિસ્તાન સામે જીત મેળવી, જે મીંયાદાદની ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ બની (1996)
નવજોતસિંહ સિધ્ધુ ના 93 અને અજય જાડેજા ના 25 બોલમાં 45 રન સાથે ભારતના 287 સામે પાકિસ્તાન 248 રન જ કરી શક્યા અને ભારતની જીત થઈ એ મેચમાં વેંકટેશ પ્રસાદ અને અનિલ કુંબલે એ 3-3 વિકેટ ઝડપી હતી 
આ મેચ બાદ નિરાશ પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો એ ટીવી સેટ ફોડ્યા અને એરપોર્ટ ઉપર જઈ ટીમ સામે દેખાવો કર્યા હતા 

* ગુજરાતી સાહિત્યકાર નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનો સુરત ખાતે જન્મ (1836)

* પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોના પ્રથમ અભિનેત્રી તરીકે બહુમાન મેળવનાર દેવિકા રાનીનું બેંગલોર ખાતે અવસાન (1994)

* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડ દ્વારા સન્માનિત વિશ્ચ વિખ્યાત તબલાવાદક ઝાકીર હુસેનનો જન્મ (1951)

* ભારતના ઉદ્યોગપતિ નવિન જિંદાલનો હરિયાણાના હિસાર ખાતે જન્મ (1970)
તેઓ 2004થી 2014 દરમિયાન લોકસભાના સાંસદ હતા

* હિન્દી ફિલ્મોના ગીતકાર કમર જલાલાબાદી (ઓમ પ્રકાશ ભંડારી)નો અમૃતસર ખાતે જન્મ (1917)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના રાજકીય આગેવાન શશી થરુરનો લંડન ખાતે જન્મ (1956)

* હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ચાર દાયકા દરમિયાન 50 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર ઉષા કિરણનું નાસિક ખાતે અવસાન (2000)

* વિશ્ચના પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારિનનો રશિયામાં જન્મ (1934)

* હિન્દી ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને લેખક કે. આસીફનું મુંબઈ ખાતે અવસાન (1971)
તેમની યાદગાર ફિલ્મ 'મુગલ- એ- આઝમ' છે અને તે માટે તેમનું શ્રેષ્ઠ નિર્દેશક અને નિર્માતા ના ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માન થયું હતું 

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ગીતકાર ફૈઝ અનવરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1965) 

* હિન્દી ફિલ્મોના અભિનેતા જોય મુખરજીનું મુંબઈ ખાતે અવસાન (2012)

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા સુષાન્ત સિંહનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1972)

* બોલિવૂડ ફિલ્મોના કલાકાર દર્શિલ સાફરીનો જન્મ (1997)

* ગુજરાતી કવિ અને કોલમિસ્ટ અંકિત ત્રિવેદીનો અમદાવાદમાં જન્મ (1981)

* અનિલ કપૂર (ડબલ રોલ), માધુરી દિક્ષિત, શિલ્પા શિરોડકર, કાદર ખાન, રણજિત, અમરીશ પુરી, સઈદ જાફરી, બિંદુ, દલિપ તાહિલ, સુજીત કુમાર, શુભા ખોટે, ડો. શ્રીરામ લાગુ, જ્હોની લીવર અને દિનેશ હિંગુ અભિનિત કોમેડી એક્શન ડ્રામા ફિલ્મ 'કિશન કન્હૈયા' રિલીઝ થઈ (1990) 
ડિરેક્શન : રાકેશ રોશન
સંગીત : રાજેશ રોશન
બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1990માં 'કિશન કન્હૈયા' નું 'આપ કો દેખ કે, દેખ દેખ કે...' (સાધના સરગમ -અમિત કુમાર) 4થા નંબર ઉપર, 'સૂટ બૂટ મેં આયા કન્હૈયા, બેન્ડ બજાને કો...' (અમિત કુમાર) 24માં નંબર ઉપર અને 'ક્રિષ્ના ક્રિષ્ના, આયે ક્રિષ્ના...' (લતા મંગેશકર-નીતિન મુકેશ) 26માં નંબર ઉપર રહ્યા હતાં.
* શશી કપૂર, મિથુન ચક્રવર્તી, રાજ કિરણ, મૌસમી ચેટરજી, રંજીતા, શોમા આનંદ, સુરેશ ઓબેરોય, કાદર ખાન, શક્તિ કપૂર, પ્રેમ ચોપરા, અસરાની, અરુણા ઈરાની, પ્રેમા નારાયણ, વીજુ ખોટે અને રાજેન્દ્રનાથ અભિનિત ફિલ્મ 'ઘર એક મંદિર' રિલીઝ થઈ (1984) 
ડિરેક્શન : કે. બાપૈયા
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
ડિરેક્ટર કે.બાપૈયા અને મિથુન ચક્રવર્તીએ 'ઘર એક મંદિર' માં પ્રથમ વખત સાથે કામ કર્યું હતું અને સફળ થતા તેઓએ એક દાયકામાં 10 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
આ સાથે કાદર ખાન પ્રથમ વખત કોમેડી ભૂમિકામાં દેખાયા હતા.
સુરેશ ઓબેરોયને રાજકિરણવાળી ભૂમિકા પડકારરૂપ ન લાગતા તેને રહીમની ભૂમિકા સ્વીકારી હતી. જે બદલ તેમને 'લાવારીસ' (1981) બાદ બીજીવાર 'ઘર એક મંદિર' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' તરીકે નોમિનેશન મળ્યું હતું.
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1984 માં 'ઘર એક મંદિર' નું ગીત 'ઉઇ મેં મર ગઈ...' (અલકા યાજ્ઞિક-શૈલેન્દ્રસિંહ) 8માં નંબર ઉપર રહ્યું હતું.

* રમકડાની દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય બનેલ બાર્બી ફેશન ડોલનું વેચાણ શરૂ થયું (1959)

>>>> માનવીની વિશેષતા એની ઇચ્છાશક્તિ છે. લાખો જીવો ધરતી ઉપર વિહરે છે એ તમામને કોઇને કોઇ ઇચ્છા થતી રહે છે. માણસનું મન તો એષણાઓના ભંડાર જેવું છે. ફરક એ છે કે અન્ય જીવોની પાસે ફક્ત ઇચ્છા હોય છે, માણસ પાસે ઇચ્છાશક્તિનો અખૂટ ખજાનો છે. આ એક અમુલખ ખજાનો છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)