BeFunky-collage-2019-11-28T073415

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 7 જુલાઈ : 7 JULY 
તારીખ તવારીખ : રામવિજય ઠક્કર (આણંદ)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે જન્મદિવસ

પદ્મ ભૂષણ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, શ્રેષ્ઠ વિકેટકીપર અને કેપ્ટન રહેલ મહેન્દ્રસિંહ (એમ.એસ.) ધોનીનો ઝારખંડ રાજ્યનાં રાંચીમાં જન્મ (1981)
તેઓ એકમાત્ર કેપ્ટન છે કે જે ક્રિકેટનાં ઇતિહાસમાં તમામ આઇસીસી ટ્રોફી જીતી, તેમાં કેપ્ટનશીપ હેઠળ ભારતે ‘2007 આઇસીસી વર્લ્ડ ટી -20’, 2010 અને 2016 એશિયા કપ, 2011 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

* સૂફી અને ફોક મ્યુઝિક, ભજન, દેશભક્તિ ગીતો અને હિન્દી અને અનેક ભારતીય ભાષાની ફિલ્મોના પ્લેબેક ગાયક - સંગીતકાર અને પદ્મશ્રીથી સન્માનિત કૈલાશ ખેરનો મેરઠમાં જન્મ (1973)

* દાદાસાહેબ ફાળકે એવોર્ડ પદ્મવિભૂષણ, પદ્મભૂષણના ખિતાબથી સન્માનિત બૉલીવુડના સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઓળખાતા દિલીપ કુમાર (મુહમ્મદ યુસુફ ખાન)નું મુંબઈમાં નિધન (2021)
દિલીપ કુમાર હિન્દી સિનેમાના સૌથી મહાન અભિનેતા અને ‘અલ્ટીમેટ મેથડ એક્ટર’ મનાય છે 
ફિલ્મફેર એવોર્ડ્સ ૧૯૫૪માં શરૂ થયા ત્યારે તેઓ પહેલાં શ્રેષ્ઠ અદાકાર બન્યા હતા, ત્યારથી તેમને એ એવોર્ડ કુલ ૯ વાર મળ્યો છે 
તેમની નિયુક્તિ ભારતમાં રાજ્ય સભાના સભ્ય તરીકે થઇ હતી અને પાકિસ્તાન સરકારે તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઈમ્તીઆઝ’થી નવાજ્યા હતા 
તેમણે પ્રથમ ફિલ્મ ‘જવાર ભાઠા’ (૧૯૪૪)થી તેમણે કેરિયર શરૂ કરી 60 વર્ષથી લાંબી કરિયરમાં માત્ર ૬૦ જેટલી ફિલ્મો કરી તેમાં ‘ક્રાંતિ’, ‘જુગનુ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘શબનમ’, ‘જોગન’, ‘તરાના’, ‘આન’, ‘દાગ’, ‘અમર’, ‘ઉડન ખટોલા’, ‘દેવદાસ’, ‘યહુદી’, ‘નયા દૌર’, ‘મધુમતી’, ‘પૈગામ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘કોહિનૂર’, ‘ગંગા જમુના’, ‘લીડર’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘ગોપી’, ‘વિધાતા’, ‘શક્તિ’, ‘મશાલ’, ‘કર્મા’, ‘સૌદાગર’ વગેરે યાદગાર અને નોંધપાત્ર રહી છે 
તેમના લગ્ન અભિનેત્રી સાયરા બાનુ સાથે થયા હતા 

* જૈન ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના સ્થાપક અને જૈન યુનિવર્સિટીના પ્રમુખ રહેલ ચેનરાજ રોયચંદનો જન્મ (1961)

* ભારતમાં હિન્દી ફિલ્મ સંગીત દિગ્દર્શક અને પ્લેબેક ગાયક અનિલ બિસ્વાસનો બાંગ્લાદેશમાં જન્મ (1914)
જેઓ પ્લેબેક સિંગિંગના પ્રણેતાઓમાંના એક હોવા ઉપરાંત, પશ્ચિમી સિમ્ફોનિક સંગીતના માસ્ટર હતા, બાર પીસના પ્રથમ ભારતીય ઓર્કેસ્ટ્રા અને ભારતીય સિનેમામાં ઓર્કેસ્ટ્રલ સંગીત અને પૂર્ણ-રક્ત કોરલ ઇફેક્ટ્સ રજૂ કરવા માટે પણ શ્રેય આપવામાં આવે છે
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રોટી, કિસ્મત, અનોખા પ્યાર, તરાના, વારીસ, પરદેસી, ચાર દિલ ચાર રહે સૌથી વધુ યાદગાર ફિલ્મો માનવામાં આવે છે

* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) મિન પટેલ (મિનલ મહેશભાઈ પટેલ)નો ભારતમાં મુંબઈમાં જન્મ (1970) 

* ઉર્દૂ કવિ, વિદ્વાન અને પત્રકાર આનંદ મોહન ઝુત્શી ગુલઝાર દેહલવીનો દિલ્હી ખાતે જન્મ (1926)

* સાહિત્ય અકાદમી પુરસ્કાર અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત હિન્દી કવિ કેદારનાથ સિંહનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1934)

* પ્રખ્યાત ભારતીય સાહિત્યકાર ચંદ્રધર શર્મા ગુલેરીનો જયપુર ખાતે જન્મ (1883)

* બૉલીવુડ ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક અકબર ખાનનો મૈસુર ખાતે જન્મ (1949)
તેમના બે મોટા ભાઈઓ ફિરોઝ ખાન અને સંજય ખાન પણ બૉલીવુડ ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક રહ્યા છે 

* કોલકાતાના પૂર્વ મેયર (2010-18) અને બે ટર્મ ધારાસભ્ય રહેલ (2011-21) ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી સોવન ચેટર્જીનો જન્મ (1964)

* બૉલીવુડ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક રાકેશ ઓમપ્રકાશ મહેરાનો દિલ્હી ખાતે જન્મ (1963)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં રંગ દે બસંતી, ભાગ મિલખા ભાગ, અક્ષ, દિલ્હી -6 વગેરે છે 

* બોલિવૂડ અને ભારતીય ભાષાની ફિલ્મોમાં ગાયિકા અને અભિનેત્રી શ્વેતા પંડિતનો જન્મ (1986)

* બોલિવૂડ ફિલ્મ અભિનેતા મનજોત સિંઘનો દિલ્હી ખાતે જન્મ (1992)
તે ફુકરે, ઓયે લકી લકી ઓયે! સ્ટુડન્ટ ઓફ ધ ઈયર, ઉડાન, અઝહર, ડ્રિમગર્લ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા છે 
>>>> અનેક હાડમારીઓ અને અભાવો વચ્ચે પણ આપણા વડવાઓ નિર્મળ હદયના ભાવો સાથે જીવતા. લાંબું અને તંદુરસ્ત જીવન એમના માટે સહજ હતું. ગામડામાં જીવતા કે કુદરતના સહારે જીવતા લોકો દીર્ઘ આયખું પામતા એ એક સચોટ તારણ ગણી શકાય. આપણી કુટુંબ ભાવના, સમૂહ જીવન કે માનવીય સંબંધોની ગોઠવણ અને ઉત્સવો તથા તહેવારોની ઉજવણી પણ માણસને અંદરની હૂંફ આપે છે. જેના થકી એ લાંબી જિંદગીના રાહ ઉપર અવિરત ચાલી શકે છે. કોઇની ઇર્ષા નહીં કરનારા કે ખોટી મહત્વકાંક્ષાથી દૂર રહેનારા કે પારકી પંચાયતમાં નહી પડનારા લોકો અવશ્ય લાંબું જીવે છે. એટલે કહી શકાય કે પોતાના સુખને બદલે અન્યના સુખચેન માટે જીવે છે એ વધારે પ્રફુલ્લિત રહી શકે છે. 

સંકલન : રામવિજય ઠક્કર (આણંદ)