ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
૩ જુલાઇ, તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘનો આજે જન્મદિવસ
ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી-20 રમનાર) હરભજન સિંઘનો જન્મ (1980)
હરભજનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ત્રણ આવૃત્તિઓ રમી અને જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સની જીત પાછળના મુખ્ય પરિબળોમાંના એક સાબિત થયા બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં તેમને પરત બોલાવવામાં આવ્યા હતા
હરભજન ટેસ્ટ ક્રિકેટમાં 2224 રન અને 417 વિકેટ લેનાર ખુબ મર્યાદિત ખેલાડીઓ પૈકીના એક છે
તે 2022થી રાજ્યસભા (આમ આદમી પાર્ટી)ના સાંસદ છે
* ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1996)
વિશ્વ રેન્કિંગમાં 4થા ક્રમે પહોંચનાર આ રમતવીર એ અત્યાર સુધીમાં 98 મેડલ મેળવ્યા છે
* ગુજરાતી કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા સૌમ્ય જોશીનો અમદાવાદ ખાતે જન્મ (1973)
* તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો 'વેલકમ જિંદગી' અને '૧૦૨ નોટ આઉટ' માટે જાણીતા છે
તેમને યુવા ગૌરવ પુરસ્કાર અને તખ્તસિંહ પરમાર પારિતોષિક અને ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર મળેલા છે
* મહારાષ્ટ્રમાં જન્મેલ સંતકવિ નામદેવે પંઢરપુરનાં વિઠ્ઠલ મંદિરમાં ચોખોબાની પાસે સમાધિ લીધી (1350)
તેમના 3000 જેટલાં ભજનો ‘નામદેવ કી ગાથા’માં સંગ્રહાયેલાં છે, નામદેવે ભક્તિગીતોની પરંપરાને વેગ આપ્યો અને કીર્તનકલા પર તેમણે સુંદર પ્રભુત્વ સંપાદિત કર્યું
* ભારતીય ભૂમિસેનાના અફસર કેપ્ટન મનોજ કુમાર પાંડેનું કારગિલના બટાલિક વિસ્તારમાં આવેલ જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ ખાતે શહીદ થયાં (1999)
જેમને કારગિલ યુદ્ધ દરમિયાન બહાદુરી હિંમત અને નેતૃત્વ બદલ મરણોત્તર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા
* ન્યૂઝલેન્ડના ક્રિકેટ ખેલાડી (86 ટેસ્ટ અને 115 વનડે રમનાર) અને કપ્તાન રહેલ રિચાર્ડ હેડલીનો જન્મ (1951)
તેમના યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક રિચાર્ડ હેડલી વિશ્વના અત્યાર સુધીના સૌથી મહાન ઝડપી બોલરોમાંના એક હતા
તે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે અને તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 3124 રન બનાવ્યા અને 431 વિકેટ લેનાર ખુબ મર્યાદિત ખેલાડીઓ પૈકીના એક છે
* પદ્મભૂષણથી સન્માનિત ભારતના સુધારાવાદી, સામાજિક કાર્યકર, શિક્ષક, સ્વતંત્રતા કાર્યકર્તા, નારીવાદી અને લેખક હંસાબહેન જીવરાજ મહેતાનો સુરતમાં જન્મ (1897)
મુંબઇ ધારાસભામાં ચુંટાઈ શિક્ષણખાતાનું પ્રધાનપદ શોભાવ્યું અને ભારતીય મહિલા વિશ્વ વિદ્યાલયનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી
તેમના ડૉ. જીવરાજ મહેતા સાથે 1924માં લગ્ન થયા હતા
* પાકિસ્તાનમાં જન્મ અને ભારતીય હિન્દી ફિલ્મ અભિનેતા રાજ કુમાર (કુલભૂષણ પંડિત)નું મુંબઈમાં અવસાન (1996)
તેમની યાદગાર ફિલ્મોમાં મધર ઇન્ડિયા, પાકીઝા, પૈગામ, દિલ એક મંદિર, દિલ આપના પ્રીત પરાયી, વક્ત, કાજલ, હમરાઝ, હીર રાંઝા, નીલ કમલ, સૌદાગર, તિરંગા, મરતે દમ તક વગેરે છે
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (57 ટેસ્ટ અને 54 વનડે રમનાર) વસીમ રાજાનો જન્મ (1973)
અમિતાભ બચ્ચન 'નમક હલાલ' ફિલ્મના એક ડાયલોગમાં વસીમ રાજા અને (પાકિસ્તાનના જ ખેલાડી) વસીમ બારીનો ઉલ્લેખ કરે છે તે ડાયલોગ ભારતમાં ખુબ લોકપ્રિય છે
* બૉલીવુડ ફિલ્મોના નૃત્ય નિર્દેશિકા - કોરિયોગ્રાફર
સરોજ ખાન (નિર્મલા નાગપાલ)નું મુંબઈમાં અવસાન (2020)
નૃત્ય સંયોજન માટે સરોજ ખાનને ત્રણ રાષ્ટ્રીય અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં
'તેઝાબ’ના એકદોતીન... ગીતના નૃત્ય સંયોજનની લોકપ્રિયતાને કારણે કોરિયોગ્રાફરનો ફિલ્મફેર એવોર્ડ આપવાનું શરુ થયુ અને પહેલાં ત્રણ એવોર્ડ મેળવવાનો પણ તેમનો વિક્રમ છે
તેમણે લગભગ 40 વર્ષ કામ કરવા દરમિયાન 3000 જેટલા ગીતો માટે નૃત્ય નિર્દેશન કર્યું
* નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બૉલીવુડ ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા તિગ્માંશુ ધુલિયાનો પ્રયાગરાજ ખાતે જન્મ (1967)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં પાન સિંગ તોમર, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, ગેંગ્સ ઓફ વાસેપુર વગેરે છે
* બૉલીવુડ પ્લેબેક ગાયક અમિત કુમારનો જન્મ (1952)
તેમના પિતા ગાયક કિશોર કુમાર ખુબ લોકપ્રિય અને સફળ ગાયક રહ્યા છે
* સ્ટેજ કોમેડિયન, અભિનેત્રી, ટેલિવિઝન વ્યક્તિત્વ, ટેલિવિઝન હોસ્ટ ભારતી સિંહનો અમૃતસર ખાતે જન્મ (1984)
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 વનડે રમનાર) અભિજીત કાલેનો મહારાષ્ટ્રના અહમદનગર ખાતે જન્મ (1973)
તેમના ઉત્કૃષ્ટ સ્થાનિક રેકોર્ડ હોવા છતાં, 2003માં પસંદગીકારો પ્રણવ રોય અને કિરણ મોરેએ કાલે પર રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે તેમને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા તેમના પર છ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો
* ભારતીય ફિલ્મ નિર્દેશક, સ્ક્રિપ્ટ રાઇટર અને નિર્માતા અદૂર ગોપાલકૃષ્ણનનો કેરળ રાજ્યમાં જન્મ (1941)
* રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત ભારતીય ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા એસ. વી. રંગા રાવનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિજયવાડા ખાતે જન્મ (1918)
* કર્ણાટિક સંગીતકાર અને અનેક ભારતીય ભાષાઓમાં ફિલ્મી ગીતો માટે પ્લેબેક ગાયક એમ.એલ. વસંતકુમારીનો ચેન્નાઇ ખાતે જન્મ (1928)
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી કૃતિકા સેંગરનો કાનપુર ખાતે જન્મ (1986)
* મક્કામાં હજ દરમિયાન ભયાનક ઘટનામાં લાખો લોકોની ભીડને કારણે થયેલી નાસભાગમાં લગભગ 1400 લોકોએ જીવ ગુમાવ્યા (1990)
છેલ્લાં કેટલાંક વર્ષોમાં હજ દરમિયાન થયેલી દુર્ઘટનામાં સૌથી મોટી દુર્ઘટના હતી અને ચાલતા જતા યાત્રિકો માટે બનાવેલી સુરંગમાં આ નાસભાગ થઇ હતી