કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી નો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 19 જૂન : 19 June
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી નો આજે જન્મદિવસ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા રાજીવ ગાંધી હતા. જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમની માતા સોનિયા ગાંધી ઈટાલીના છે. રાહુલ ગાંધી ઘણીવાર પોતાની ઈમેજને લઈને ચર્ચામાં રહે છે
રોલિન્સ કોલેજ ફ્લોરિડા જ્યાંથી તેણે બેચલર ઓફ આર્ટસ સાથે સ્નાતક થયા. 1995માં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી મેળવી. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખાનગી કંપનીઓમાં પણ કામ કરતા હતા. રાહુલ ગાંધીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો. પહેલીવાર રાહુલ ગાંધી પોતાના પિતાની સીટ અમેઠી પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2009 અને 2014માં પણ રાહુલ ગાંધી આ જ બેઠક પરથી સાંસદ બન્યા.કેરાલાના વાયનાડથી લોકસભા સાંસદ (2017-19) ત્યારબાદ રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી લોકસભા બેઠકો પરથી જીત્યા (2024 )
* મગધીરા (2009) ફિલ્મ સાથે ખુબ લોકપ્રિય બનેલ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મના અભિનેત્રી અને મોડલ કાજલ અગ્રવાલનો મુંબઈમાં જન્મ (1985)
તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં સિંઘમ, ક્યું, હો ગયા ના, સ્પેશ્યલ 26 વગેરે છે
તેની વેક્સ ફિગર સિંગાપોરના મેડમ તુસાડના મ્યુઝિયમમાં (2020માં) મુકવામાં આવ્યું છે
* યુકે (ઇંગ્લેન્ડ) - યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન(એલેક્ઝાન્ડર બોરિસ ડી ફેફેલ જોન્સન)
તેઓ 2016 થી 2018 સુધી વિદેશ અને કોમનવેલ્થ બાબતોના રાજ્ય સચિવ હતા અને 2008 થી 2016 સુધી લંડનના મેયર હતા.
* ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના આગેવાન એડવોકેટ રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી (રાજુભાઈ વકીલ)નો વડોદરામાં જન્મ (1954)
*
* નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી તરીકે (2016-21 ) સેવા આપનાર રાજદ્વારી અને લેખક આંગ સાન સુ કીનો જન્મ (1945)
*
* ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન નવલકથાકાર અને નિબંધકાર સલમાન રશ્દીનો મુંબઈમાં જન્મ (1947)
*
* ગુજરાતી ફિલ્મોનાં અભિનેતા અને રંગભૂમિનાં પીઢ હાસ્ય અભિનેતા પી.ખરસાણી (પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી)નો કલોલનાં ભાટવાડામાં જન્મ (1926)
પી.ખરસાણીએ 1958થી શરૂ કરીને 100 જેટલી ફિલ્મો અને 75 નાટકોમાં અભિનય કર્યો
લાખો ફુલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, પત્તાની જોડ, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, નસીબની બલિહારી, પ્રીત પાંગરે ચોંરી ચોરી, માડી જાયાનું મામેરું, હાલો ભેરુ અમેરિકા તેમની જાણીતી ફિલ્મો છે
* ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી ડિઝાઇન થિયરીમાં તેમના કામ માટે જાણીતા રાજ ચંદ્ર બોઝનો મધ્ય પ્રદેશમાં જન્મ (1901)
*
* યાંત્રિક કેલ્ક્યુલેટર અને 20 જેટલા મશીનો ઉપરાંત પાસ્કલના સિધ્ધાંત માટે જાણીતાં બ્લેઇઝ પાસ્કલનો ફ્રાન્સમાં જન્મ (1626)
*
* શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત ભારતના પૂર્વ-પ્રખ્યાત ધાતુશાસ્ત્રી અને સામગ્રી વૈજ્ઞાનિકોમાંના એક તાંજોર રામચંદ્ર અનંતરામનનો જન્મ (2009)
*
* ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક દ્વારા સન્માનિત શિક્ષણશાસ્ત્રી, કવિયત્રી અને કાર્યકર સરૂપ ધ્રુવનો અમદાવાદમાં જન્મ (૧૯૪૮)
*
* ઈન્દોર શહેરના મેયર તરીકે (2015થી) સેવા આપતા ભાજપના આગેવાન માલિની ગૌરનો જન્મ (1961)
*
* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મના અભિનેતા અને પ્રેરક વક્તા આશિષ વિદ્યાર્થીનો કેરાલા રાજ્યમાં જન્મ (1962)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ધ્રોહકાલ, મૃત્યુદાતા, ધુંધ, હસીના માન જાયેગી, અર્જુન પંડિત, રેફ્યુજી, એલઓસી કારગિલ, જુર્મ, આવારાપન, રક્તચરિત્ર વગેરે છે
* પદ્મશ્રીથી સન્માનિત તેલુગુ સિનેમામાં પટકથા લેખક, દિગ્દર્શક અને અભિનેતા જાંધ્યાલા (વીરા વેંકટ દુર્ગા શિવ સુબ્રહ્મણ્ય શાસ્ત્રી)નું અવસાન (2001)
*
* ઉત્તરાખંડ (2003-07) અને સિક્કિમના રાજ્યપાલ તરીકે (2007-08) સેવા આપનાર સુદર્શન અગ્રવાલનો પંજાબ રાજ્યમાં જન્મ (1931)
*
* હિન્દી ફિલ્મ ગીતકાર, એડ ફિલ્મ મેકર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને એન્કર રાજેશ જોહરીનો રાજસ્થાનમાં જન્મ (1952)
*
* ભારતીય કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને માહિતી ટેકનોલોજીના અગ્રણી અને નેતા અમિયાકુમાર પૂજારીનો ઓડિશા રાજ્યમાં જન્મ (1948)
*
* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા નિર્દેશક શોમુ મુખર્જીનો ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે જન્મ (1943)
તેમના પત્ની તનુજા અને દીકરી કાજોલ ખુબ સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે
* હિન્દી તેમજ બંગાળી સિનેમામાં અભિનેત્રી મિથુ મુખર્જીનો જન્મ (1955)
*
* યુવા ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સલોની ડેનીનો જન્મ (2001)
*
* 17મી લોકસભાનાં અધ્યક્ષ તરીકે ઓમ બિરલા સર્વાનુમતે ચૂંટાયા (2019)
તેઓ કોટા-બુંદી સંસદીય ક્ષેત્ર (રાજસ્થાન)નાં સંસદસભ્ય છે
* વર્લ્ડ એથનિક ડે *
*
>>>>
પિતા પરમેશ્વર છે કે જે સર્વનું રક્ષણ કરે છે. સૂર્યનારાયણ કે જે આખી દુનિયાની પ્રાણશક્તિ છે તેમને પિતા કહેવાય છે. પિતાની હાજરી સુરજ જેવી હોય છે, સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે. ખરો દિવો તો પપ્પા હોય છે. જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અજવાળું આપવા માટે. પિતા લીમડાના પાંદડા જેવા હોઈ છે. ભલે ને કડવા હોઈ પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે. પિતા ઘરનો મોભ છે. મોભ એટલે છાપરાંના ટેકારૂપ મુખ્ય આડુ લાકડું. જેમ મોભને ઋતુનો માર સહન કરવો પડે, મોભારે પક્ષીઓ બેસે, વાંદરા કૂદે, આંધી- વરસાદનો બધો જ ભાર મોભને માથે હોય ત્યારે મોભને કારણે ઘરમાં વસતાં સભ્યોને નિરાંત હોય છે. તેની ભીતર કથા અને વ્યથા બન્ને હોય છે પરંતુ તે તેમની જવાબદારી નિભાવે છે. પોતાની જરૂરિયાત પર અંકુશ મૂકીને, હસતાં મોઢે પોતાની જીવનભરની મહત્વાકાંક્ષાને મ્યાન કરતા એક માત્ર પપ્પાને આવડે. પિતા એટલે પુરુષત્વની મિસાલ! આદર્શ પુરુષનાં તમામ ગુણોની જીવંત મૂર્તિ એટલે પિતા! પિતા એટલે અનુશાસન. પરંતુ શ્રીફળની જેમ બહારથી કડક દેખાતા પિતાના વ્યક્તિત્વની ભીતર કૂણું માખણ જેવું હૃદય, પિતા એટલે એક મૂક વ્યક્તિત્વ. પરિવારજનમાં બેલેન્સ કરવાનું કામ એક પિતા જ કરી શકે. આર્થિક કે સામાજિક વિટંબણા સામે અંદર દાવાનળ અને બહાર હસતું મોઢું રાખી , આંખમાં ધસી આવતા આંસુને ગળી પીને યોગ્ય નિર્ણય એક પિતા જ લઈ શકે. તેમની આંખનાં આંસુ અંદર જ સમાઈને જળ સમાધિ લેતાં જોવા મળે છે. કઠણ કાળજું એ પુરુષનું ઘરેણું હોય છે. સંસ્કાર સાથે વારસાની મૂડી પિતા પાસેથી મળે છે. પિતા એટલે વિશાળ વડલો, જેની છાયામાં સમગ્ર પરિવાર સલામતી અનુભવે છે. માટે જ કહેવાય છે “પિતૃ દેવો ભવઃ”
ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતાં નથી,
આપણા જીવનમાં પિતાથી અમીર વ્યક્તિ કોઈ હોઈ ન શકે...
સંકલન : વિજય ઠક્કર (આણંદ)